તમે ઘણી બધી સ્કૂલ, ટ્યુશન ક્લાસીસ અથવા કંપનીઓમાં એક સફેદ કલરનું બોર્ડ જોયું હશે અને તેને તમે વ્હાઇટ બોર્ડ (Whiteboard) પણ કહી શકો છો, જેમાં તમે એક માર્કર પેન લઈને કઈ પણ લખી શકો અને દોરી શકો છો, આજે આપણે ગૂગલનું એવું જ કઈક ડિજિટલ ટૂલ વિશે વાત કરવાના છીએ જેનું નામ ગૂગલ જેમબોર્ડ (Google Jamboard) છે.
આ પોસ્ટમાં આપણે જાણીશું કે Google Jamboard શું છે? તે કેવી રીતે કામ કરે છે? અને તેના મસ્ત-મસ્ત ફીચર્સ પણ જાણીશું.
ગૂગલ જેમબોર્ડ શું છે? | What is Google Jamboard in Gujarati?
જેમબોર્ડ (Jamboard) ગૂગલનું એક હાર્ડવેર ડિવાઇસ અને ઓનલાઇન સોફ્ટવેર કે ટૂલ છે જેમાં તમે કઈ પણ વસ્તુ દોરી શકો, લખી શકો અને પોતાના મનમાં જે વિચાર ચાલતા હોય તેને વ્હાઇટબોર્ડ દ્વારા લોકો સમક્ષ રજૂ કરી શકો છો.
જેમબોર્ડની શરૂઆત 23 મે 2017માં થઈ હતી અને જેમબોર્ડ Google Workspace નો જ એક ભાગ છે. એમ તો જેમબોર્ડ ડેસ્કટોપ બ્રાઉજરમાં, મોબાઇલ એપમાં અને ટેબલેટમાં મફત વાપરી શકાય છે.
જેમબોર્ડ ગૂગલ અકાઉંટ દ્વારા જ તમે ચલાવી શકો છો અને તેને વાપરવું ખૂબ સહેલું અને સરળ છે. તમે તમારા બ્રાઉજરના URL બારમાં jamboard.google.com લખશો એટલે જેમ બોર્ડ ખૂલી જશે અને મોબાઇલમાં તેની એપ પણ તમે ડાઉનલોડ કરી શકો છો.
ગૂગલ જેમબોર્ડ કામ કેવી રીતે કરે છે?
જેવી રીતે આપણે એક સફેદ બોર્ડમાં અલગ-અલગ માર્કર લઈને ચિત્ર દોરીએ અથવા કઈક લખીને લોકોને સમજાવીએ તેવી જ રીતે ગૂગલનું આ જેમબોર્ડ કામ કરે છે.
જેમબોર્ડમાં તમને એક સફેદ જગ્યા મળે છે અને તમે તે સફેદ જગ્યા પર તમે કઈ પણ દોરી શકો, લખી શકો, આકારો બનાવી શકો, સ્ટિકી નોટ્સ બનાવી શકો, લેસર પેન વાપરી શકો, વગેરે જેવી વસ્તુઓ તે વ્હાઇટ બોર્ડમાં યુઝ કરી શકો છો.
ગૂગલ જેમબોર્ડનો ભાવ કેટલા રૂપિયા છે?
એમ તો જેમબોર્ડ મફત સોફ્ટવેર છે પણ તે એક હાર્ડવેર ડિવાઇસ પણ છે જેમાં તમને 55 ઇંચનું એક 4K Display મળે છે અને આ ડિસ્પ્લે 16 Touchpoint ને સપોર્ટ કરે છે, સાથે આમાં તમને વાઈફાઇ કનેક્ટિવિટી, બિલ્ટ ઇન સ્પીકર, માઈક્રોફોન, આગળનો કેમેરો, એક ડિજિટલ પેન અને ડિજિટલ રબર મળે છે.
આ Display હજુ ભારતમાં ઉપલબ્ધ નથી થયું એટલે આનો ભાવ ખૂબ વધારે છે, આનો ભાવ 4999 $ USD થી ચાલુ થાય છે અને તેની સાથે તમને 1 જેમબોર્ડ ડિસ્પ્લે, 2 ડિજિટલ પેન (Styluses), 1 Eraser અને Wall Mount મળે છે અને તેની સાથે તમારે વાર્ષિક 600$ USD મેનેજમેંટ અને સપોર્ટ ફીના આપવા પડે છે. (જેમબોર્ડ ખરીદવાની માહિતી જોવા)
જેમબોર્ડમાં તમને કયા-કયા ફીચર્સ મળે છે?
- આમાં તમને એક સફેદ બોર્ડ મળે છે તેમાં તમે કઈ પણ લખી અને દોરી શકો છો.
- તમે આમાં ગોળ અને ચોરસ જેવા ઘણા અન્ય આકારો મૂકી શકો છો.
- તમે આમાં ઓનલાઇન ફોટા સર્ચ કરીને ઉમેરી શકો છો.
- તમે આમાં એક થી વધારે ફ્રેમ બનાવીને તેને PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.
- આમાં તમે લેસર પેનનો પણ ઉપયોગ કરી શકો છો.
- આમાં તમે બીજાને પણ જોડી શકો છો.
- જેમબોર્ડમાં તમે અલગ-અલગ રંગની સ્ટિકી નોટ્સ પણ બનાવી શકો છો.
- જેમબોર્ડમાં તમે અલગ-અલગ બેકગ્રાઉંડ ઇમેજ પણ લગાવી શકો છો.
- જેમબોર્ડને મોટી ટચસ્ક્રીન ડિસ્પ્લેમાં પણ તમે ચલાવી શકો છો, પણ એમાં બ્રાઉજર હોવું જોઈએ.
- મોબાઇલ અને કમ્પ્યુટરમાં મફત ચલાવી શકો છો.
- પોતાની ટિમ કે વિધ્યાર્થીઓને કોઈ વસ્તુની સમજણ આપવા માટે ખૂબ સારું પ્લેટફોર્મ છે.
આશા છે કે ગૂગલ જેમબોર્ડ વિશે તમને સરસ માહિતી મળી હશે, તમે ગૂગલ જેમબોર્ડ કેમ ઉપયોગ કરો છો? એ પણ જણાવજો અને તમારો અનુભવ કોમેન્ટમાં જરૂર બતાવજો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-