Google Maps ની એપ થઈ 10 અબજ વખત ડાઉનલોડ, જાણો કારણ..!!

આજથી 15 વર્ષ પહેલા જો કોઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી માટે જવું પડતું હતું તો તેઓ રસ્તામાં કે કોઈ અનુભવી વ્યક્તિને પૂછતા કે “આ રસ્તો ક્યાં છે અને અહીથી હવે ક્યાં જવાનું છે?” જેવુ વગેરે..!!

પણ જ્યારથી ગૂગલ મેપ્સ આવ્યું છે અને બધાના હાથમાં મોબાઇલ આવ્યા છે ત્યારથી હવે લોકો કોઈને પણ રસ્તો નથી પૂછતા અને જ્યાં જવાનું હોય ત્યાં એ રસ્તો ગૂગલ મેપ્સ પરથી જ શોધી લેતા.

ગૂગલ મેપ્સ વિશે આજે એક 🎉 ખુશ ખબરી છે કે ગૂગલ મેપ્સની એન્ડ્રોઇડ એપ ગૂગલ પ્લેસ્ટોર પર 10 Billion+ (અબજ) વખત ડાઉનલોડ અથવા ઇન્સ્ટોલ થઈ ચૂકી છે.

Google Play Store 10 Billion Downloads

હવે તમારા મનમાં વિચાર આવતો હશે કે આટલી બધી વખત આ એપ કઈ રીતે ડાઉનલોડ થઈ હશે??

Google Play services અને Youtube પછી આ ત્રીજા નંબરની એપ છે જેને ગૂગલ પ્લેસ્ટોર પર 10 બિલ્યન વખત ડાઉનલોડ થવાનો આંકડો પાર કર્યો છે.

તમારે હવે વધારે વિચારવાની જરૂર નથી કારણ કે આનું સરળ કારણ એ છે કે ગૂગલ મેપ્સની એપ Android ફોનમાં પહેલાથી જ ઇન્સ્ટોલ થયેલી આવે છે.

તેને કારણે તમે જે પણ નવો Android ફોન લેશો એટલે તેમાં ગૂગલ મેપ્સની સર્વિસ તમને જરૂર જોવા મળશે.

હવે ઘણા બધા લોકોએ તો હજુ ગૂગલ મેપ્સનો ઉપયોગ નહીં કર્યો હોય પણ આ એપ પહેલાથી ઇન્સ્ટોલ થયેલી હોય છે તેને કારણે આ આંકડો 10 બિલ્યન પાર ગયો છે.

બીજા પણ ઘણા કારણો હોય શકે જેને કારણે ગૂગલ મેપ્સની એપ આટલી બધી વખત ડાઉનલોડ થઈ છે.

તમે જોશો કે ગૂગલની જ એપ્સએ હજુ સુધી 10 બિલ્યનનો આંકડો પાર કર્યો છે કારણ કે મોટા ભાગના એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલની મોબાઇલ એપ્સ પહેલાથી ઇન્સ્ટોલ કરવામાં આવે છે.

આશા છે કે તમને આમાં જરૂર સમજણ પડી હશે, તમારા વિચારો જરૂર કમેંટમાં જણાવજો.

અમારી અન્ય પોસ્ટ પણ જરૂર વાંચો :-