GPSનું ફુલ ફોર્મ શું થાય છે? GPS વિશે બેઝિક જાણકારી

GPSનું ફુલ ફોર્મ શું થાય છે - What is full form of GPS in Gujarati


GPS નું ફુલ ફોર્મ – GPS Full Form

GPSનું પૂરું નામ “ગ્લોબલ પોઝિશનીંગ સિસ્ટમ (Global Positioning system) છે. 

ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે શું? – What is Global Positioning System?

ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે એક એવું સિસ્ટમ જે ઉપગ્રહ (Satellite) ઉપર આધારિત નેવિગેશન સિસ્ટમ છે.

નેવિગેશન એટલે કોઈ પણ વસ્તુ એક જગ્યા પરથી બીજી જગ્યાએ જાય છે તો તેની સ્થિતિને જાણવાની રીત છે કે તે વસ્તુ કઈ જગ્યાએથી અન્ય કઈ જગ્યા પર જઈ રહી છે.

GPS ઉપગ્રહની મદદથી કોઈ પણ વસ્તુનું લોકેશન અને તેનો સમય જાણે છે. ત્યારબાદ ઉપગ્રહ એ ડેટા સિગ્નલ દ્વારા પૃથ્વી પર આવેલા કોઈ તેના નેટવર્કમાં મોકલે છે.

કોઈ પણ વસ્તુનું હલન-ચલન તેના સમય સાથે GPS દ્વારા નોંધવામાં આવે છે અને ત્યારબાદ આપણે નકશામાં તે વસ્તુ કઈ જગ્યા પર છે અને તે કઈ જગ્યા પર જઈ રહી છે એ જોઈ શકીએ છીએ.

GPS વિશે બેઝિક જાણકારી – GPS Informa

  1. સેટેલાઇટ – આ તારાની જેમ અંતરીક્ષમાં તરતા મૂકવામાં આવે છે.
  2. ગ્રાઉન્ડ સ્ટેશન – ગ્રાઉન્ડ સ્ટેશનનો મતલબ રડાર અથવા રેડાર જે જમીન પર રાખેલા હોય છે.
  3. રીસીવર – મોબાઈલને રીસીવર તરીકે ઉપયોગ થાય છે.

ઈતિહાસ – GPSનો ઉપયોગ સૌથી પહેલા અમેરિકન ડિફેન્સ ડિપાર્ટમેન્ટ માટે થયો હતો. GPS સૌથી પહેલા તો ત્યાની સરકારના ઉપયોગ માટે વાપરવામાં આવતું હતું. ઘણો સમય વીતી ગયા પછી આજના સમયમાં સામાન્ય લોકો માટે વપરાશ માટે આપેલ છે. 1957માં સૌથી પહેલા સોવિયેત યુનિયનએ સ્પુટનિક આઈ સેટેલાઈટ લોન્ચ કરેલ હતો જેથી કરીને સરસ GPS ની સર્વિસ મળી શકે.

◆ GPS પબ્લિકને ક્યારે વાપરવા મળ્યું?

GPSને પબ્લિક માટે 1983ના વર્ષમાં ઉપયોગ કરવા માટે આપેલ હતું. પબ્લિક માટે સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ સર્વિસ લોન્ચ કરવામાં આવેલું હતું જે GPSની જ સર્વિસ છે. 

◆ GPS નું બેઝિક સ્ટ્રક્ચર કેવું છે?

➤ GPS સેટેલાઈટ – પૃથ્વીના ઓરબીટમાં સેટેલાઈટ તરતા મુકવામાં આવે છે. આ સેટેલાઈટ 12 કલાકમાં સતત પૃથ્વીની ફરતે પરિભ્રમણ કરતા હોય છે.

ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ – ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ એટલે રડાર જે સેટેલાઈટ મોનીટરીંગ, મેન્ટેન અને કંટ્રોલ કરે છે.

GPS રીસીવર – સેટેલાઈટમાંથી જે સિગ્નલ ટ્રાન્સમીટ થાય છે તે મોબાઈલ દ્વારા રીસીવ થાય છે.

GPSનો ઉપયોગ લેવા માટેના પરીબળો ક્યાં છે?

👉 લોકેશન – તમારું સ્થળ ક્યુ છે તે જાણી શકાય છે.

👉 નેવિગેશન – એક સ્થળથી બીજા સ્થળ પર જવું તેને નેવિગેશન કહેવાય છે.

👉 ટ્રેકિંગ – મોનીટરીંગ કરે છે કોઈપણ ઓબ્જેક્ટ અથવા મૂવમેન્ટને.

👉 મેપિંગ – આખી દુનિયના નકશા (મેપ) તૈયાર કરવા માટે થાય છે.

👉 ટાઇમિંગ – સમયની માપણી કરવા માટે વપરાય છે.

◆ GPSનો ઉપયોગ પબ્લિકમાં કઈ રીતે થાય છે?

ઈમરજન્સીમાં, મનોરંજન માટે, હેલ્થ અને ફિટનેસ ટેકનોલોજી, કન્ટ્રકશન, ટ્રાન્સપોર્ટેશન આ બધી રીતે પબ્લિક GPS નો ઉપયોગ કરી શકાય છે.

GPS નું ભવિષ્ય શુ છે?

અત્યારે આ સમયમાં GPS સિસ્ટમથી લોકોને ઘણો બધો ફાયદો થાય છે પણ જેમ જેમ ટેકનોલોજી વધી રહી છે તેમ આપણી આ GPS સિસ્ટમમાં ઘણું અપડેટ થઈ રહ્યું છે. આમ પબ્લિક માટે અત્યારનું GPS બરાબર છે પણ મિલીટ્રી અને સિવિલ લોકો, વિમાન માટે GPSને ઘણું અપડેટ કરવાની જરૂર છે.

  • અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-

🔗 SIM કાર્ડનું ફુલ ફોર્મ અને તેનો અર્થ

🔗 DPનું ફુલ ફોર્મ અને તેનો અર્થ

🔗 ઇ-કોમર્સનું ફુલ ફોર્મ અને તેનો અર્થ

🔗 OTPનું ફુલ ફોર્મ અને તેનો અર્થ