GPU નું ફુલ ફોર્મ શું છે?
GPU નું પૂરું નામ “ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ (Graphics Processing Unit)” છે.
GPU વિશે માહિતી
- આ એક પ્રકારનું હાર્ડવેર ડિવાઇસ છે જે ફોટો અને વિડિઓનું જે ગ્રાફિક્સ હોય છે તેને રેન્ડર કરીને આપે છે,
- જેના લીધે સ્ક્રીન પર ફોટો અને વિડિઓ આપણે સારી ગુણવત્તા સાથે જોઈ શકીએ છીએ અને ચલાવી પણ શકીએ છીએ. GPU ને તમે ગ્રાફિક્સ કાર્ડ પણ કહી શકો છો.
- GPU આજના ડિજિટલ ટેકનોલોજીની દુનિયામાં બહુ જરૂરી છે કારણ કે વિડિઓ બનાવવા વાળા અને તેને એડિટિંગ કરી સોશ્યલ મીડિયા પર શેયર કરવા વાળા લોકો દિવસેને દિવસે વધતા જાય છે તો એના માટે સારી રીતે ફોટો અને વિડિઓ એડિટિંગ સોફ્ટવેર ચલાવવા માટે GPU ઘણું બધું જરૂરી છે.
- GPU નો ઉપયોગ એટલા માટે થાય છે કે જેના દ્વારા મશીન લર્નિંગ, ફોટો/વિડિયો એડિટિંગ, ગેમિંગ વગેરેની પ્રોસેસને ઝડપી બનાવી શકાય.
- GPU ને કારણે કોઈ પણ ગેમને વધારે FPS પર રમી શકાય છે.
- GPU ને કારણે કોઈ પણ લાંબા 4K વિડિયો કે ફિલ્મોને ઝડપી એડિટ કરીને રેંડર (Render) કરી શકાય છે.
GPU માટે અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના નામ
- MSI
- Nvidia
- AMD
- Intel
- EVGA
- Zotac
- Gigabyte
મિત્રો આશા છે કે GPU વિશે આ જાણકારી તમને ઉપયોગી થશે, તમારા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરજો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: