Grammarly શું છે? ભૂલ વગર ઇંગ્લિશમાં લખી શકાશે

મિત્રો જો તમે ઇન્ટરનેટ પર ઇંગ્લિશ ભાષામાં કઈ પણ લખો છો જેમ કે ઈમેલ, સોશિયલ મીડિયા પોસ્ટ કેપ્શન, મેસેજ વગેરેમાં તો આજે આપણે એક સરસ ટૂલની વાત કરવાના છીએ જે તમારા ઇંગ્લિશ ભાષાના લખાણની ક્વોલિટીને ઘણું સુધારશે.

ઇંગ્લિશમાં લખતી વખતે ઘણી વખત આપણાં લખાણમાં નાની-મોટી ભૂલો થતી હોય છે જેમ કે વ્યાકરણની ભૂલો, સ્પેલિંગ ખોટો લખાવો, અર્થ બદલાઈ જવો વગેરે તો તેના માટે તમને “ગ્રામરલી (Grammarly)” ખૂબ ઉપયોગી રહેશે.

જે વ્યક્તિઓને ઇંગ્લિશ ભાષામાં લખવામાં તકલીફ થાય છે અથવા પોતાનું લખેલું ઇંગ્લિશ લખાણ બીજા વ્યક્તિઓને બતાવવામાં સમસ્યા આવે છે તો તેમના માટે ગ્રામરલી ટૂલ ખૂબ મોટું ઉપયોગી પ્લૅટફૉર્મ નીવડે છે.

Grammarly શું છે?

ગ્રામરલી (Grammarly) શું છે?

ગ્રામરલી એક ઓનલાઇન ટૂલ છે જેના દ્વારા તમે જે પણ ઇંગ્લિશ ભાષામાં લખો છો તો તે ગ્રામરલી ટૂલ ચેક કરીને તેમાં સુધારા કરે છે અને તમને સારું ઇંગ્લિશ લખાણ લખવામાં મદદ કરે છે.

ગ્રામરલી આર્ટિફિશિયલ ઇન્ટેલીજેન્સ આધારિત ટૂલ છે જેના કારણે તેની ચોકસાઇ વધારે છે અને આ ટૂલ ઝડપી પણ છે. આ ટૂલ એક “Writing Assistent” તરીકે કામ કરે છે.

આ ટૂલની ખાસિયત એ છે કે તે માત્ર કમ્પ્યુટર કે લેપટોપમાં જ ઉપલબ્ધ નથી પણ તમારા એપલના મોબાઇલ, Android નો સ્માર્ટફોન વગેરેમાં પણ ઉપલબ્ધ છે.

આ પ્લૅટફૉર્મ ક્લાઉડ આધારિત છે અને તે તમારા લખાણના દરેક વાક્ય કે શબ્દને ચેક કરે છે અને તમને પછી જણાવે છે કે આ શબ્દની જગ્યાએ આ શબ્દ પણ આવી શકે, તમારી લખાણની ભૂલ બતાવે વગેરે.

ગ્રામરલીની શરૂઆત

ગ્રામરલીની શરૂઆત 2009માં Alex Shevchenko, Max Lytvyn, અને Dmytro Lider દ્વારા કરવામાં આવી હતી.

ગ્રામરલી કેવી રીતે કામ કરે છે?

ગ્રામરલી AI સિસ્ટમ ઉપર કામ કરે છે અને તેમણે ખૂબ મોટો અલ્ગોરિધમ બનાવ્યો છે જેના દ્વારા તેઓ તમારા લખાણના દરેક શબ્દો અને વાક્યોને ચેક કરે છે અને તેમની પાસે ઇંગ્લિશ ભાષાનો ખૂબ મોટો ભંડોળ પણ છે જેના દ્વારા તેઓ તમને જણાવે છે કે તમારે શું લખવું જોઈએ.

તેમનો અલ્ગોરિધમ ઘણો જટિલ છે અને આ કારણે આ ટૂલને ખૂબ વધારે કમ્પ્યુટરના પાવરની (Computational Power) જરૂર પડે છે જેથી તેમનો અલ્ગોરિધમ અને AI સિસ્ટમ બરાબર રીતે કામ કરી શકે.

વધારે કમ્પ્યુટરના પાવરની જરૂર હોવાને કારણે ગ્રામરલી તમારા લોકલ ડિવાઇસમાં કામ નથી કરતું પણ તે ક્લાઉડ પર કામ કરે છે, તે ક્લાઉડ સર્વર પર કામ કરે છે તેથી તેમણે ખૂબ વધારે કમ્પ્યુટર પાવર મળી શકે.

ગ્રામરલી કયા કયા પ્લૅટફૉર્મ માટે ઉપલબ્ધ છે?

  • ડેસ્કટોપ (Desktop)
  • વિન્ડોઝ (Windows)
  • મેક (Mac)
  • બ્રાઉઝર એક્સટેન્શન (Browser Extension)
  • ક્રોમ (Chrome)
  • સફારી (Safari)
  • ફાયરફોક્સ (Firefox)
  • એજ (Edge)
  • MS ઓફિસ (MS Office)
  • ગૂગલ ડોક્સ (Google Docs)
  • આઇફોન (iPhone)
  • આઇપેડ (iPad)
  • એન્ડ્રોઇડ (Android)

ગ્રામરલી શું મફત ટૂલ છે?

હા, ગ્રામરલી ટૂલ મફત છે અને તેનું પ્રીમિયમ વર્ઝન પણ ઉપલબ્ધ છે. મફત વર્ઝનમાં તમને સામાન્ય ફીચર્સ મળે છે અને પ્રીમિયમ વર્ઝનમાં તમને વધારે આધુનિક ફીચર્સ મળે છે જે તમારા ઇંગ્લિશ ભાષાના લખાણને ખૂબ આગળ લઈ જશે.

મિત્રો આશા છે કે તમને આજે ગ્રામરલી ટૂલ વિશે ઘણું નવું જાણવા મળ્યું હશે અને તમે પણ આ ટૂલનો ઉપયોગ કરીને તમારા ઇંગ્લિશ ભાષાના લખાણને સુધારી શકશો.

તમારા મિત્રોને પણ આ ટૂલ વિશે માહિતી આપજો જેથી તેઓ પણ તેમના ઇંગ્લિશ ભાષાના લખાણને સુધારી શકે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: