HP ફુલ ફોર્મ (HP Full Form)
HP નું ફુલ ફોર્મ “Hewlett-Packard” છે.
HP વિશે માહિતી
- HP એક અમેરિકન મલ્ટીનેશનલ આઇ.ટી. કંપની છે જેનું મુખ્ય મથક Palo Alto, California માં આવ્યું છે.
- HP કંપની નાના અને મધ્યમ કદના વ્યવસાયોને, સરકાર, સ્વાસ્થ્ય અને શિક્ષણ વિભાગોને, તેના ગ્રાહકોને હાર્ડવેર અથવા સોફ્ટવેર સર્વિસ પ્રદાન કરે છે.
- આ કંપનીની શરૂઆત “William R. Hewlett” અને “David Packard” નામના 2 વ્યક્તિ દ્વારા Palo Alto ના એક ગેરેજમાં 2 જુલાઈ, 1939માં થઈ હતી.
- વર્ષ 2007 થી 2013ના બીજા ક્વાર્ટર સુધી HP પર્સનલ કમ્પ્યુટર બનાવતી અગ્રણી કંપની હતી.
- 2019 મુજબ આ કંપનીમાં 56,000 જેટલા કર્મચારીઓ કામ કરે છે.
- HP ના ટોટલ પૂરા વિશ્વમાં 37,000 જેટલા પેટેંટ છે.
- અત્યાર સુધી 104થી વધારે સંસ્થાઓ HP દ્વારા હસ્તગત (Acquire) કરવામાં આવી છે.
- શું તમને ખબર છે કે 2015માં HP કંપનીના બે ભાગ પાડવામાં આવ્યા હતા જેમાં એક HP Inc. અને બીજી Hewlett Packard Enterprise બની.
- HP શરૂઆતમાં “ઓડિઓ ઓસિલેટર (Audio Oscillators)” વેચતું હતું. આ એક એવું ઇન્સ્ટ્રુમેંટ હોય છે જે અલગ-અલગ સાઉન્ડ ડિવાઇસ બરાબર કામ કરે છે કે નહીં તે ચેક કરવા માટે ઉપયોગી થાય છે.
- સૌપ્રથમ “Walt Disney Productions” એ પોતાની એનિમેશન ફિલ્મ Fantasia (1940) માટે 8 ઓડિઓ ઓસીલેટર HP પાસેથી ખરીદ્યા હતા.
- બીજા વિશ્વયુદ્ધ દરમિયાન HP એ મિલીટ્રીના કામો માટે પણ અલગ-અલગ પ્રોડક્ટ બનાવ્યા હતા.
અમારી અન્ય પોસ્ટ: