HTMLનું પૂરું નામ (full form) “HyperText Markup Language” છે અને તેનો ગુજરાતીમાં ઉચ્ચારણ “હાઇપર ટેક્સ્ટ માર્કપ લેંગ્વેજ” છે.
HTML (એચ.ટી.એમ.એલ.) એક એવી માર્કપ લેંગ્વેજ છે જેનો ઉપયોગ વેબપેજ બનાવવામાં થાય છે. તમે આજે જેટલી પણ વેબસાઇટ જોવો છો તેમાં વધારે HTML ભાષાની મદદથી બનાવવામાં આવે છે. HTML એક પ્રકારનો ડૉક્યુમેન્ટ હોય છે અને તેને એક વેબસર્વરમાં સ્ટોર કરવામાં આવે છે.
જ્યારે વેબસર્વરમાથી તે HTML ડૉક્યુમેન્ટને બ્રાઉજરમાં લાવવામાં આવે છે ત્યારે કોઈ પણ બ્રાઉજર તે HTML ડોકયુમેંટમાં જેટલા પણ ટેગ છે તેના આધારે તેને Render કરે છે અને તેના દ્વારા ટાઇટલ, ફોટા વગેરે બતાવવામાં આવે છે.
HTMLની સાથે CSS પણ વપરાય છે અને તેમાં Javascript પણ વપરાય છે. HTMLમાં ઘણા બધા ટેગ હોય છે જેમ કે <h1></h1> અને <p></p> જેવા. <h1> ટેગ દ્વારા તમે પોતાની વેબસાઇટમાં મથાડું (Heading) મૂકી શકો છો અને <p> ટેગ દ્વારા તમે ફકરો લગાવી શકો છો.
આવી રીતે HTMLમાં ટેગના ઉપયોગ કરી એક વેબપેજનું બંધારણ તૈયાર કરવામાં આવે છે અને CSS દ્વારા તેને કલર અને ફૉન્ટ દ્વારા ડિજાઇન કરવામાં આવે છે. Javascript દ્વારા કોઈ પણ કાર્યપદ્ધતિ મૂકી શકાય છે.
HTML ભાષા શીખવું સહેલું છે પણ એમાં તમારો રસ હોવો જરૂરી છે.
આ HTML વિશે થોડી ઓછી માહિતી છે એટલે આના વિશે પૂરી માહિતી આ વેબસાઇટ પર આવતા સમયમાં મૂકવામાં આવશે.
વાંચો અમારી અન્ય પોસ્ટ:-