મિત્રો આજે આપણે વાત કરીશું HTML ભાષામાં આવતા “કમેંટ (Comment)” વિશે. જ્યારે પણ તમે HTML ભાષામાં અલગ-અલગ ટેગ લખો છો ત્યારે તમે તેમાં ટિપ્પણી કરી શકો છો.
ચાલો જાણીએ આ HTML માં આવતા કમેંટ વિશે.

HTML માં કમેંટ્સ શું છે? – What are Comments in HTML?
HTML ભાષામાં “Comments” એટલે ટિપ્પણી. જે રીતે તમે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર કોઈ પોસ્ટ કે વિડિયોની નીચે કમેંટ કરો છો એ જ રીતે તમે HTML કોડમાં પણ કમેંટ કરી શકો છો.
HTML કોડમાં કમેંટનો ઉપયોગ કોડ લખનાર વ્યક્તિ માટે થાય છે. આ કમેંટ બ્રાઉઝરમાં યુઝરને નહીં દેખાય. બ્રાઉઝર આ કમેંટને વાંચી નહીં શકે પણ જે વ્યક્તિ HTML માં કોડ લખે છે તેના માટે આ કમેંટ લખવામાં આવે છે.
ઉદાહરણ તરીકે તમે એક લાંબો HTML કોડ લખ્યો, હવે એમાં તમે ઘણા અલગ-અલગ ટેગ મૂક્યા હશે. હવે જો તમે 1 વર્ષ પછી એ કોડને ફરી જોશો તો તમને યાદ કરવું મુશ્કેલ થશે કે કયો ટેગ કેમ તમે મૂક્યો હતો અને તે કોડ તમે કેમ લખ્યો હતો. કારણ કે તમે એક વર્ષમાં કેટલા બધા અલગ-અલગ HTML કોડ લખ્યા હશે.
આ માટે જો તમે કોઈ ટેગની ઉપર કમેંટ લખી દો કે આ ટેગ મે આ કારણે અહી મૂક્યો છે તો તમે ફરી વખત કમેંટ વાંચીને જ તરત જાણી શકો કે તે ટેગ કેમ મૂક્યો હતો તમે. તો તમને તમારા જૂના HTML કોડ જલ્દી સમજાઈ જશે.
હવે બીજી રીતે સમજીએ,
જો કોડ એક વ્યક્તિએ લખ્યો હોય અને ક્યારેક બીજા વ્યક્તિએ તે કોડ તપાસ્યો હોય તો તેને પણ ખબર હોવી જોઈએ કે કોડમાં અમુક ટેગ કેમ મૂક્યા છે, જો HTML કોડમાં કમેંટ લખેલા હોય તો બીજા વ્યક્તિઓ પણ તે HTML કોડને સરળતાથી સમજી જશે, પછી ઘડીએ-ઘડીએ કોઈને પૂછવું ના પડે કે આ ટેગ કેમ મૂક્યા છે.
આ કારણે HTML માં કમેંટ્સનો ઉપયોગ કરવામાં આવે છે.
HTML માં કમેંટનો ઉપયોગ કેવી રીતે કરવો? – How to Use Comments in HTML
HTML માં જો તમારે કોઈ કમેંટ લખવો હોય તો તમારે <!–લખ્યા પછી જે તમારો કમેંટ હોય એ લખવાનો અને પછી કમેંટ લખ્યા બાદ અંતમાં –> લખવાનું. આનાથી HTML માં તમારો એક કમેંટ બની જશે.
ટૂંકમાં કહું તો <!– અને –> ની વચ્ચે જે લખશો એ તમારો કમેંટ ગણાશે. HTML માં તમારે કમેંટ મૂકવા માટે ફરજિયાત શરૂઆતમાં આ <!– અને અંતમાં –> ટેગ મૂકવો જરૂરી છે.
ચાલો હું નીચે તમારા માટે ફોટા મૂકું છુ જેમાં તમને દેખાશે કે કેવી રીતે HTML કોડમાં કમેંટ મૂકવામાં આવ્યો છે.
આ રીતે તમે HTML માં કમેંટ લખી શકો છો.
જો તમારે HTML ભાષામાં કોડના અમુક ભાગને છુપાવવું હોય, જે ખાલી તમને જ દેખાય અને યુઝરને ના દેખાય તો પણ તમે નીચે પ્રમાણે કમેંટ ટેગ લગાવીને અમુક કોડના ભાગને છુપાવી શકો છો.
આશા છે કે તમને HTML માં કમેંટ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ સમજાયું હશે.
HTML ને લગતી અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: