HTML વેબપેજમાં હાઇપરલિન્ક કેવી રીતે લગાવવી?

મિત્રો આજે આપણે જાણીશું કે તમે HTML વેબપેજમાં કેવી રીતે એક હાઇપરલિન્ક લગાવી શકો છો. જો તમે HTML વેબપેજમાં એક હાઇપરલિન્ક (Hyperlink) લગાવશો તો કોઈ યુઝર તે હાઇપરલિન્ક પર ક્લિક કરીને બીજા વેબપેજ પર પહોચી શકે છે.

જેમ કે તમે ગૂગલમાં કઈક સર્ચ કરો છો અને તમને અલગ – અલગ આર્ટીકલના હાઇપરલિન્ક મળે છે અને તમે તે લિન્ક પર ક્લિક કરીને અલગ – અલગ આર્ટીકલ પર પહોચો છો અને જાણકારી મેળવો છો.

હાઇપરલિન્કની મદદથી એક વેબપેજને બીજા વેબપેજ સાથે જોડી શકાય છે. તો ચાલો જાણીએ રીત

HTML વેબપેજમાં હાઇપરલિન્ક કેવી રીતે લગાવવી?

HTML વેબપેજમાં હાઇપરલિન્ક લગાવવાની રીત

મિત્રો, તમારે સૌથી પહેલા તો પોતાના કમ્પ્યુટરમાં HTML કોડ લખવા માટે નોટપેડ અથવા તમારું મનપસંદ IDE ખોલી દેવાનું છે, જેમ VS Code વગેરે.

HTML Hyperlink Format

  • HTML માં હાઇપરલિન્ક મૂકવા માટે ઉપર પ્રમાણેનું એક ફોર્મેટ આપણને જોવા મળે છે, જેમાં <a> નો મતલબ તે હાઇપરલિન્કને દર્શાવે છે.
  • “a href” એ લિન્કનું એડ્રેસ બતાવે છે, એટલે યુઝર જ્યારે તે લિન્ક પર ક્લિક કરશે તો તે કયા વેબપેજ પર પહોચશે.
  • “Url” આમાં તમારે url હટાવીને કોઈ વેબપેજનું URL એડ્રેસ ઉમેરવાનું છે જેમ કે “https://www.google.com” આનાથી કોઈ યુઝર આ લિન્ક પર ક્લિક કરશે તો તે ગૂગલના આ URL દ્વારા ગૂગલની વેબસાઇટ પર પહોચશે.
  • “Text” તમારે આ હટાવીને કોઈ નામ લખવાનું છે જે લિન્કની ઉપર દેખાશે, જેના દ્વારા યુઝરને ખબર પડશે કે આ લિન્ક ક્યાંની છે, જેમ કે તમે અહી “Go to Google” લખી શકો છો, આનાથી યુઝરને ખબર પડશે કે જો તે આ લિન્ક પર ક્લિક કરશે તો તે ગૂગલની વેબસાઇટ પર પહોચશે.

HTML Hyperlink

હવે તમે ઉપર જોવો તો આ આપણે એક HTML વેબપેજમાં હાઇપરલિન્ક મૂકવાનો કોડ દર્શાવ્યો છે, આ HTML કોડને તમે એક HTML ફાઇલમાં સેવ કરીને બ્રાઉઝરમાં જોશો તો તમને તેનું આઉટપુટ જોવા મળશે.

આઉટપુટ

HTML Hyperlink Output - Go To Google

મિત્રો આ રીતે તમે એક HTML વેબપેજમાં કોઈ પણ હાઇપરલિન્ક મૂકી શકો છો, આ લિન્ક પર ક્લિક કરીને યુઝર બીજા કોઈ વેબપેજ પર પહોચી શકે છે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: