HTML એટ્રિબ્યુટ શું છે? – HTML એટ્રિબ્યુટ સમજો સરળ શબ્દોમાં

HTML Attribute in Gujarati

HTML ઇન્ટરનેટ પરની દરેક વેબસાઇટનો પાયો છે. HTML વેબ પેજ અને અન્ય ઓનલાઈન સામગ્રી (Content) બનાવવા માટે વપરાતી એક માર્કઅપ ભાષા છે.

એક HTML વેબસાઇટમાં તમે ટેક્સ્ટ, ઇમેજ, વિડિઓ અને લિંક્સ જેવા વગેરે અલગ-અલગ એલિમેન્ટ મૂકી શકો છો.

પણ જયારે ઘણી વખત તમારે આ HTML એલિમેન્ટમાં વધારાની સુવિધા ઉમેરવાની હોય છે તો તેના માટે “એટ્રિબ્યુટ (HTML Attribute)” નો ઉપયોગ થાય છે.

HTML એટ્રિબ્યુટ શું છે? – What is HTML Attribute in Gujarati?

HTML એટ્રિબ્યુટ એક કોડ છે જે HTML એલિમેન્ટ વિશે વધારાની માહિતી આપે છે.

આ એટ્રિબ્યુટ એલિમેન્ટના શરૂઆતના ટૅગમાં ઉમેરવામાં આવે છે અને તે બે ભાગોથી બનેલા છે: એટ્રિબ્યુટનું નામ અને તેની વેલ્યુ.

એટ્રિબ્યુટોનો ઉપયોગ HTML ઘટકના દેખાવ અથવા તેમાં વધારાનું કોઈ ફંક્શન ઉમેરવા માટે થાય છે.

ચાલો હું તમને એક ઉદાહરણ આપું.

HTML એટ્રિબ્યુટના ઉદાહરણ – Examples of HTML Attribute in Gujarati

ઉદાહરણ 1:

ધારો કે એક વેબ પેજમાં એક ફકરો લખેલો છે. તમે ટેક્સ્ટને વધુ સાઈઝમાં મોટું અને બોલ્ડ કરવા માંગો છો જેથી તે અલગ દેખાય.

તમે “p” ટૅગમાં “style” એટ્રિબ્યુટ ઉમેરીને અને ટેક્સ્ટને મોટો અને બોલ્ડ બનાવવા માટે CSS કોડનો ઉપયોગ કરીને આ કરી શકો છો.

HTML કોડ આવો દેખાશે:

<p style="font-size: 24px; font-weight: bold;">This is Paragraph</p>

આ ઉદાહરણમાં “style” એટ્રિબ્યુટમાં બે વેલ્યુ છે: “font-size: 24px” અને “font-weight: bold”.

પ્રથમ વેલ્યુ ફોન્ટનું સાઈઝ 24 પિક્સેલ બતાવે છે, જ્યારે બીજી વેલ્યુ ટેક્સ્ટને બોલ્ડ બતાવે છે.

ઉદાહરણ 2:

બીજું ઉદાહરણ “href” એટ્રિબ્યુટ છે, જેનો ઉપયોગ બીજા કોઈ વેબ પેજની લિંક ઉમેરવા માટે થાય છે.

જ્યારે તમે કોઈ લિંક ઉપર ક્લિક કરો છો ત્યારે તમારું બ્રાઉઝર તમને “href” એટ્રિબ્યુટમાં ઉમેરેલા લિંક ઉપર લઈ જાય છે.

લિંક માટેનો HTML કોડ આવો દેખાશે:

<a href="https://www.example.com">Click here to Visit link Example.com</a>

આ ઉદાહરણમાં, “href” એટ્રિબ્યુટનું વેલ્યુ “https://www.example.com” છે, જે એક વેબ પેજની URL લિંક છે જેના ઉપર ક્લિક કરવાથી તમારું બ્રાઉઝર તમને આ લિંક ઉપર લઇ જશે.

HTML એટ્રિબ્યુટો લગભગ દરેક HTML એલિમેન્ટ સાથે ઉપયોગ કરી શકાય છે.

જાણો ઉદાહરણો:

“alt” એટ્રિબ્યુટ: આ એટ્રિબ્યુટ “img” ટૅગ સાથે વપરાય છે. જયારે કોઈ ઇમેજ વેબપેજમાં લોડ ન થાય ત્યારે આ “alt” એટ્રિબ્યુટમાં લખેલો ટેક્સ્ટ યુઝરને જોવા મળે છે.

“class ” એટ્રિબ્યુટ: આ એટ્રિબ્યુટનો ઉપયોગ CSS દ્વારા સ્ટાઇલિંગ કરતી વખતે એલિમેન્ટને સિલેક્ટ કરવા માટે થાય છે.

“id” એટ્રિબ્યુટ: આ એટ્રિબ્યુટનો ઉપયોગ કોઈ એલિમેન્ટને એક અલગ ઓળખ આપવા માટે થાય છે અને આ અલગ ઓળખનો ઉપયોગ કરીને તે એલિમેન્ટને CSS અને જાવાસ્ક્રિપ્ટ દ્વારા સિલેક્ટ કરી શકાય છે.

“disabled” એટ્રિબ્યુટ: જયારે આપણે HTML  ફોર્મમાં અમુક બટનો અથવા ઇનપુટ ફીલ્ડ્ જેવા એલિમેન્ટો કામ ન કરી શકે અથવા યુઝર ક્લિક ના કરી શકે એવું બનાવવું હોય તો આ એટ્રિબ્યુટનો ઉપયોગ થાય છે.

“title” એટ્રિબ્યુટ: કોઈ HTML એલિમેન્ટ વિશે વધારાની માહિતી પ્રદાન કરવા માટે આ એટ્રિબ્યુટ વપરાય છે. જયારે યુઝર તે એલિમેન્ટ ઉપર હોવર કરશે ત્યારે આ એટ્રિબ્યુટમાં લખેલો ટેક્સ્ટ દેખાશે.

નિષ્કર્ષ

HTML એટ્રિબ્યુટો એ તમારા વેબ પેજમાં એલિમેન્ટ દ્વારા વધારાની માહિતી અને વધારે ફંક્શન ઉમેરવા માટે થાય છે.

એટ્રિબ્યુટ દ્વારા તમે તમારી સામગ્રીને તમારા યુઝર માટે વધુ અર્થપૂર્ણ અને સુલભ બનાવી શકો છો.

એટ્રિબ્યુટનો અસરકારક રીતે ઉપયોગ કરીને તમે એવા વેબ પેજ બનાવી શકો છો જે માત્ર જોવા માટે જ આકર્ષક નથી પણ એક શ્રેષ્ઠ અનુભવ યુઝરને આપે છે.

આશા છે કે આ પોસ્ટ તમને ઉપયોગી થશે. તમારો ખુબ આભાર.