મિત્રો આજે આપણે HTML ભાષા વિશે માહિતી જાણીશું, આ HTML ભાષાનો ઉપયોગ વેબપેજ બનાવવા માટે થાય છે તો ચાલો આપણે જાણીએ.

HTML શું છે? – What is HTML in Gujarati?
- HTML એક એવી કમ્પ્યુટર અથવા માર્કઅપ ભાષા છે જેનો ઉપયોગ ઇન્ટરનેટ પર વેબપેજ અથવા વેબસાઇટ બનાવવા માટે થાય છે.
- HTML દ્વારા તમે કોઈ પણ વેબસાઇટમાં શું સામગ્રી મૂકવી છે એ તમે નક્કી કરી શકો છો, એટલે કે HTML દ્વારા તમે કોઈ વેબસાઇટમાં “ટેક્સ્ટ, ફોટો, વિડિયો, GIF, ઓડિઓ, ફકરો” વગેરે લગાવી શકો છો.
- HTML ભાષામાં તમારે ટેગની (“<>”) મદદથી કોડિંગ કરવાનું હોય છે, જે ઘણું સહેલું પણ છે.
- HTML ભાષાની મદદથી તમે વેબપેજમાં લિન્ક લગાવી શકો છો જેથી યુઝર જો તે લિન્ક પર ક્લિક કરે તો તે બીજી વેબસાઇટ પર પહોચે છે.
- HTML ની મદદથી તમે લખાણને બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, લિસ્ટમાં, નંબર દ્વારા જેવી વગેરે ફોર્મેટિંગ કરી શકો છો.
HTML નું પૂરું નામ શું છે? – Full Form of HTML in Gujarati
HTML નું પૂરું નામ “હાઇપર ટેક્સ્ટ માર્કપ લેન્ગ્વેજ (Hypertext Markup Language)” છે.HTML માં “હાઇપર ટેક્સ્ટ” નો અર્થ શું છે? – Meaning of Hypertext in HTML
HTML ભાષામાં હાઇપર ટેક્સ્ટ એટલે “લિન્ક”, લિન્કની મદદથી એક કે તેનાથી વધારે પોતાની વેબસાઇટ અથવા બીજાની વેબસાઇટને કનેક્ટ કરી શકાય છે. યુઝર આ “લિન્ક” પર ક્લિક કરીને એક વેબસાઇટના બીજા વેબપેજમાં અથવા બીજી વેબસાઇટના વેબપેજ પર પહોચી શકે છે.માર્કઅપ ભાષા શું છે? – What is Markup Language in HTML?
- માર્કપ ભાષા એટલે એવી કમ્પ્યુટર ભાષા જેમાં ટેગ અથવા સિમ્બોલનો ઉપયોગ કરીને કયો ટેક્સ્ટ અથવા અન્ય કન્ટેન્ટને ક્યાં કેવી રીતે બતાવવાનું છે એ નક્કી કરી શકાય.
- માર્કપ ભાષામાં અલગ – અલગ ટેગનો ઉપયોગ થાય છે જેમ કે <body>, <titile> વગેરે…
- આ ટેગની વચ્ચે તમે લખાણ મુકશો તો જે ટેગ જે કામ માટે વપરાય છે એ પ્રમાણે તે વચ્ચે મૂકેલું લખાણ વેબસાઇટ અથવા વેબપેજમાં દેખાશે.
- ઉદાહરણ તરીકે <b> Hello </b> આવી રીતે તમે HTML માં કોડ લખશો તો <b> ટેગનો અર્થ બોલ્ડ થાય છે, એટલે આ ટેગની વચ્ચે લખાણ મૂકીએ તો તે લખાણ ઘાટું થઈ જાય છે.
- માર્કપ ભાષામાં ઘણી જાણીતી ભાષાઓના નામ આવે છે જેમ કે “HTML, XML, XHTML,”
HTML ના ફાઇલ એક્સટેન્શનનું નામ શું છે? – What is the Extension of HTML File?
HTML ના ફાઇલ એક્સટેન્શનનું નામ “.html” છે.
વેબ પેજ એટલે શું? – What is Webpage?
- વેબ પેજ એટલે કોઈ વેબસાઇટનું એક પેજ, વેબ પેજ એક વેબસાઇટનો જ ભાગ હોય છે, આ વેબ પેજનું એક અલગ URL એડ્રેસ હોય છે.
- ઉદાહરણ તરીકે “Techzword” એક વેબસાઇટ છે જેનું મુખ્ય URL એડ્રેસ “www.techzword.com” છે, હવે તમે આ વેબસાઇટની કોઈ પોસ્ટ વાંચતાં હોવ જેમ કે “કમ્પ્યુટરની માહિતી આપતી પોસ્ટ” તો આ એક “વેબ પેજ” કહેવાય છે.
- એક વેબ પેજમાં તમને લખાણ, મથાડું, ફકરો, ફોટો, વિડિયો, ઓડિઓ, લિન્ક વગેરે જોવા મળે છે.
- જો તમને બીજું સરળ ઉદાહરણ આપું તો એક પુસ્તક (Book) છે, એ પુસ્તક આખી વેબસાઇટ છે અને તે પુસ્તકના જે પાનાં (Page) છે એ વેબસાઇટના વેબ પેજ છે.
HTML અને વેબ બ્રાઉઝરનો સબંધ – Difference between HTML and Web Browsers in Gujarati
- આપણે HTML ભાષામાં જે પણ કોડ લખીએ છીએ તો તે કોડને એક વખત HTML ફાઇલમાં સેવ કર્યા બાદ, તે HTML ફાઇલ વેબ બ્રાઉઝરમાં ખૂલે છે,
- કારણ કે HTML ભાષા વેબસાઇટ ડેવલોપ કરવા માટે ઉપયોગી થાય છે, HTML ભાષામાં જે કોડ લખાય છે તો તે કોડ પર પ્રોસેસ (Render) કરીને વેબ બ્રાઉઝર તે HTML ફાઇલને યુઝરને બતાવે છે.
- HTML ભાષામાં વપરાયેલા ટેગ છોડીને તેમાં જે કન્ટેન્ટ છે એટલે કે લખાણ, ફોટો, વિડિયો વગેરે, તે વેબ બ્રાઉઝર HTML કોડ જોઈને યુઝરને બતાવે છે.
- HTML માં આપણે કોડ લખીએ છીએ અને તે કોડ વેબ બ્રાઉઝર જોવે છે અને તે યુઝરને આઉટપુટના સ્વરૂપમાં બતાવે છે.
HTML ભાષાનો ઇતિહાસ – History of HTML in Gujarati
HTML ને “ટિમ બર્નસ-લી (Tim Berners-Lee)” દ્વારા બનાવવામાં આવ્યું છે. ટિમ બર્નસ-લીને HTML ભાષાના પિતા કહેવામાં આવે છે. ટિમ બર્નસ-લીએ HTML ભાષાનું પ્રથમ વર્ઝન લખ્યું હતું. ટિમ બર્નસ-લી એક બ્રિટિશ કમ્પ્યુટર વૈજ્ઞાનિક છે જેમને વર્લ્ડ વાઈડ વેબ પણ બનાવ્યું હતું. તેમનો જન્મ 8 જૂન, 1995માં થયો હતો. ઇન્ટરનેટના ક્ષેત્રમાં સર ટિમ બર્નસ-લીનું ખૂબ મોટું યોગદાન છે.- 1989માં સર ટિમ બર્નસ-લીએ વર્લ્ડ વાઈડ વેબ (WWW) ને બનાવ્યું હતું.
- 1991માં સર ટિમ બર્નસ-લીએ HTML ને બનાવ્યું.
- 1995માં HTML નું નવું વર્ઝન HTML 2.0 આવ્યું.
- 1997માં HTML 2.0 નું નવું વર્ઝન HTML 3.2 આવ્યું.
- 1999માં HTML 3.2 નું નવું વર્ઝન HTML 4.01 આવ્યું.
- 2014માં HTML નું લેટેસ્ટ HTML 5 વર્ઝન આવ્યું.
HTML ડોકયુમેંટની સમજણ – Structure of HTML document in Gujarati
ચાલો આપણે એક સરળ HTML ડોકયુમેંટને સમજીએ.
- <!DOCTYPE> ડોકયુમેંટના પ્રકારને દર્શાવે છે અને તે ડોકયુમેંટ કયા HTML વર્ઝનનું છે એ બ્રાઉઝરને દર્શાવે છે.
- <html> ની અંદર જ બધા ટેગ આવે છે જે એક વેબ પેજમાં ઉપયોગી હોય.
- <head> આમાં તમને HTML ડોકયુમેંટનો મેટાડેટા (Metadata) જોવા મળે છે. મેટાડેટા એટલે તે ડોકયુમેંટ વિશે જાણકારી જેમ કે તે ડોકયુમેંટ ક્યારે પબ્લિશ થયું, કોણે પબ્લિશ કર્યું, ક્યારે અપડેટ થયું વગેરે.
- <title> ની અંદર તે HTML ડોકયુમેંટનું ટાઇટલ લખવામાં આવે છે જેના દ્વારા યુઝરને તેના બ્રાઉઝરમાં ઉપર તે ટાઇટલ જોવા મળે છે.
- <body> ની અંદર યુઝરને જે પણ વસ્તુ બતાવવાની હોય છે તેની સામગ્રી હોય છે જેમ કે મથાડું, ફકરો, વિડિયો, ઓડિઓ, હાઇપરલિન્ક વગેરે.
- <h1> ની અંદર લખેલું લખાણ સૌથી મોટું મથાડું હોય છે.
- <p> ની અંદર લખેલું લખાણ ફકરો ગણાય છે.
HTML નું ફુલ ફોર્મ શું છે?
HTML નું ફુલ ફોર્મ “હાઇપર ટેક્સ્ટ માર્કપ લેંગવેજ (Hypertext Markup Language)” છે.
HTML ના ફાઇલ એક્સટેન્શનનું નામ શું છે?
HTML ના ફાઇલ એક્સટેન્શનનું નામ “.html” છે..