
HTTPS નું પૂરું નામ “હાયપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર (Hypertext Transfer Protocol Secure)” છે.
HTTPS વિશે માહિતી
- જ્યારે તમે પોતાના બ્રાઉઝરમાં કોઈ વેબસાઇટ ખોલો છો ત્યારે તમને HTTPS શબ્દ તે વેબસાઇટના URL માં જોવા મળે છે.
- HTTPS દર્શાવે છે કે તમે એટલે તમારું વેબ બ્રાઉઝર અને સામે તે વેબસાઇટ વચ્ચે જે ડેટા ટ્રાન્સફર થાય છે તે સુરક્ષિત રીતે થાય છે.
- HTTPS એક HTTP નું જ નામ છે પણ કોઈ વેબસાઇટના URLમાં HTTP ધરાવતી વેબસાઇટ સુરક્ષિત નથી હોતી અને HTTPS ધરાવતી વેબસાઇટ સુરક્ષિત હોય છે.
- આપણે ઇન્ટરનેટ દ્વારા જે ડેટા ટ્રાન્સફર થાય છે તે ટુકડાઓમાં ટ્રાન્સફર થાય છે અને જ્યારે આ ડેટા HTTP માં ટ્રાન્સફર થાય ત્યારે તે સામાન્ય રીતે જ ટ્રાન્સફર થાય છે, મતલબ કોઈ હેકર વચ્ચેથી તમારો ડેટા પકડીને જોવે તો તે હેકર જોઈ શકે કે તમારા ડેટામાં શું છે,
- પણ HTTPS માં જ્યારે ડેટા ટ્રાન્સફર થાય ત્યારે તે Encrypt થઈ જાય છે, મતલબ જો તમારો ડેટા તમારા વેબ બ્રાઉઝરથી તે વેબસાઇટ સુધી HTTPS માં ટ્રાન્સફર થાય ત્યારે ડેટા મોકલતી વખતે તેના અક્ષરો કે નંબર બધુ બદલાઈ જાય છે (ઉ.દા. 212!@Sfsfj02##@#545sdsd) અને હેકર જો આ ડેટા વચ્ચેથી પકડે તો તેને ઓળખવું મુશ્કેલ થઈ જાય કે આ ડેટામાં શું છે.
- આ કારણે જો તમે પોતાના બ્રાઉઝર દ્વારા કોઈ વેબસાઇટમાં ફોર્મ ભરો તો તમારે HTTPS વાળી જ વેબસાઇટમાં ફોર્મ ભરવું જેથી ફોર્મ ભરેલા ડેટા તે વેબસાઇટના સર્વરમાં પહોચતી વખતે કોઈ તમારો ડેટા પકડે તો તેને ખબર જ ન પડે કે તે તમારા Data માં શું છે કારણ કે HTTPS ને કારણે તમારો ડેટા Encrypt હોય છે.
આશા છે કે HTTPS ની આ સામાન્ય માહિતી તમને ઉપયોગી થશે અને તમને સમજાયું હશે કે કેમ હમેશા HTTPS ધરાવતી વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ.
અમારી અન્ય પોસ્ટ: