IBM કંપની વિશે રસપ્રદ જાણકારી

IBM એક કમ્પ્યુટર બનાવનારી કંપની છે અને અમેરિકાની એક મલ્ટી-નેશનલ ટેક્નોલોજી કંપની છે, આજની પોસ્ટમાં તમને IBM વિશે ઘણી જાણવા જેવી જાણકારી જાણવા મળશે.

IBM કંપની વિશે રસપ્રદ જાણકારી

IBM વિશે રસપ્રદ માહિતી 

  • શું તમે જાણો છો કે IBM ની શરૂઆત 100 વર્ષોથી પણ પહેલા થઇ હતી જે 1911માં કંપની શરુ થઇ હતી.
  • IBM નું પૂરું નામ “International Business Machines” છે.
  • શું તમને ખબર છે કે દુનિયાનો સૌથી પહેલો સ્માર્ટફોન IBM કંપનીએ 1992માં ડિઝાઇન કર્યો હતો અને તેની બનાવટ Mitsubishi Electric નામની કંપનીએ કરી હતી.
  • IBM પોતાના રિસર્ચ અને ઇનોવેશન માટે પણ ખુબ જાણીતી કંપની છે, શું તમે જાણો છો કે IBM પાસે વર્ષ 1920 થી અત્યાર સુધી 150,000 થી પણ વધારે અમેરિકન પેટેન્ટ છે.
  • IBM પાસે ખુબ વધારે કર્મચારીઓ છે જેમાં 3.5 લાખથી પણ વધારે સંખ્યા છે, 30% કર્મચારીઓ અમેરિકાના છે અને બીજા અલગ-અલગ દેશમાંથી છે. ગર્વની વાત એ છે કે IBM ના સૌથી વધારે કર્મચારીઓ ભારતમાં છે.
  • જયારે 1969માં ચંદ્ર પર સૌપ્રથમ વખત લેન્ડ કરવાનું હતું (Apollo 11 મિશન) ત્યારે IBMNASA સાથે કામ કર્યું હતું અને 4000 જેટલા IBM ના ટેક્નિશિયનએ NASA ની મદદ કરી હતી જેમાં સોફ્ટવેર, પ્રોગ્રામ, કમ્પ્યુટર વગેરે બનાવવાનું હતું.
  • આપણે ક્રેડિટ કાર્ડની પાછળ એક મેગ્નેટિક સ્ટ્રાઈપ જોઈએ છે કે તે એક પટ્ટી જેવું હોય છે જેમાં ક્રેડિટ કાર્ડના ડેટા સ્ટોર થાય છે, પણ શું તમને ખબર છે કે આ મેગ્નેટિક સ્ટ્રાઈપની શોધ IBM દ્વારા થઇ હતી.
  • IBM એ ઘણા સુપરકમ્પ્યુટર બનાવ્યા છે જેમાં તેમની પાસે એક “Watson” નામનું સુપરકમ્પ્યુટર છે જે દુનિયાની 3000 જેટલી કંપનીઓ ઉપયોગ કરે છે.
  • IBM કંપની પોતાના રિસર્ચ અને ડેવલોપમેન્ટમાં ખુબ વધારે મહેનત કરે છે, રિપોર્ટ પ્રમાણે IBM પોતાના વાર્ષિક કમાણીના 6% જેટલા પૈસા રિસર્ચ અને ડેવલોપમેન્ટમાં પૈસા ખર્ચે છે.
  • IBM પાસે 12 રિસર્ચ લેબ છે અને 3000 જેટલા રિસર્ચર પુરી દુનિયામાં છે જે નવા-નવા આઈડિયા અને ઇનોવેશન પર કામ કરે છે.

આ હતી IBM વિશે કંઈક નવી જાણકારી જેમાં તમને કંઈક નવું જાણવા મળ્યું હશે, તમારા મિત્રો સાથે પણ શેર કરજો આ માહિતી.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: