IBM એક કમ્પ્યુટર બનાવનારી કંપની છે અને અમેરિકાની એક મલ્ટી-નેશનલ ટેક્નોલોજી કંપની છે, આજની પોસ્ટમાં તમને IBM વિશે ઘણી જાણવા જેવી જાણકારી જાણવા મળશે.
IBM વિશે રસપ્રદ માહિતી
- શું તમે જાણો છો કે IBM ની શરૂઆત 100 વર્ષોથી પણ પહેલા થઇ હતી જે 1911માં કંપની શરુ થઇ હતી.
- IBM નું પૂરું નામ “International Business Machines” છે.
- શું તમને ખબર છે કે દુનિયાનો સૌથી પહેલો સ્માર્ટફોન IBM કંપનીએ 1992માં ડિઝાઇન કર્યો હતો અને તેની બનાવટ Mitsubishi Electric નામની કંપનીએ કરી હતી.
- IBM પોતાના રિસર્ચ અને ઇનોવેશન માટે પણ ખુબ જાણીતી કંપની છે, શું તમે જાણો છો કે IBM પાસે વર્ષ 1920 થી અત્યાર સુધી 150,000 થી પણ વધારે અમેરિકન પેટેન્ટ છે.
- IBM પાસે ખુબ વધારે કર્મચારીઓ છે જેમાં 3.5 લાખથી પણ વધારે સંખ્યા છે, 30% કર્મચારીઓ અમેરિકાના છે અને બીજા અલગ-અલગ દેશમાંથી છે. ગર્વની વાત એ છે કે IBM ના સૌથી વધારે કર્મચારીઓ ભારતમાં છે.
- જયારે 1969માં ચંદ્ર પર સૌપ્રથમ વખત લેન્ડ કરવાનું હતું (Apollo 11 મિશન) ત્યારે IBM એ NASA સાથે કામ કર્યું હતું અને 4000 જેટલા IBM ના ટેક્નિશિયનએ NASA ની મદદ કરી હતી જેમાં સોફ્ટવેર, પ્રોગ્રામ, કમ્પ્યુટર વગેરે બનાવવાનું હતું.
- આપણે ક્રેડિટ કાર્ડની પાછળ એક મેગ્નેટિક સ્ટ્રાઈપ જોઈએ છે કે તે એક પટ્ટી જેવું હોય છે જેમાં ક્રેડિટ કાર્ડના ડેટા સ્ટોર થાય છે, પણ શું તમને ખબર છે કે આ મેગ્નેટિક સ્ટ્રાઈપની શોધ IBM દ્વારા થઇ હતી.
- IBM એ ઘણા સુપરકમ્પ્યુટર બનાવ્યા છે જેમાં તેમની પાસે એક “Watson” નામનું સુપરકમ્પ્યુટર છે જે દુનિયાની 3000 જેટલી કંપનીઓ ઉપયોગ કરે છે.
- IBM કંપની પોતાના રિસર્ચ અને ડેવલોપમેન્ટમાં ખુબ વધારે મહેનત કરે છે, રિપોર્ટ પ્રમાણે IBM પોતાના વાર્ષિક કમાણીના 6% જેટલા પૈસા રિસર્ચ અને ડેવલોપમેન્ટમાં પૈસા ખર્ચે છે.
- IBM પાસે 12 રિસર્ચ લેબ છે અને 3000 જેટલા રિસર્ચર પુરી દુનિયામાં છે જે નવા-નવા આઈડિયા અને ઇનોવેશન પર કામ કરે છે.
આ હતી IBM વિશે કંઈક નવી જાણકારી જેમાં તમને કંઈક નવું જાણવા મળ્યું હશે, તમારા મિત્રો સાથે પણ શેર કરજો આ માહિતી.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: