IEEE શું છે? IEEE વિશે માહિતી

મિત્રો આપણે કમ્પ્યુટરમાં ઘણી બધી ટેક્નોલૉજીનો ઉપયોગ કરતાં હોઈએ છીએ જેમ કે LAN, MAN, વાઈફાઈ વગેરે.. આ ટેક્નોલૉજીના જે પણ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે છે તે એક ખૂબ મોટી સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવે છે.

હવે આ સ્ટાન્ડર્ડ શું છે, આ IEEE શું છે તેના વિશે તમને આ પોસ્ટમાં જાણવા મળશે.

IEEE વિશે માહિતી..!!

IEEE એટલે શું? (What is IEEE?)

IEEE નું ફુલ ફોર્મ છે “Institute of Electrical and Electronics Engineers

IEEE ને ટૂંકમાં “ત્રિપલ આઈ” પણ કહેવાય છે. આ એક ટેકનિકલ સંસ્થા છે જે ટેક્નોલૉજીને આગળ વધારવા માટે ખૂબ મોટા પાયા પર કાર્ય કરે છે.

મોટા ભાગે ઈલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ પર આધારિત આ સંસ્થા છે જે એક બિન-નફાકારક સંસ્થા છે જે લોકો માટે કામ કરે છે.

IEEE નો મુખ્ય ધ્યેય ઇલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક એંજીન્યરિંગ, ટેલિકમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન અને ટેક્નોલૉજી, કમ્પ્યુટર એંજીન્યરિંગ જેવી ઘણી ફિલ્ડના શિક્ષણ અને તકનીકીના વિકાસ માટેનો છે.

આ સંસ્થા ખૂબ મોટી છે અને તેના કુલ સભ્યોની સંખ્યા 4,23,000 છે જે પૂરી દુનિયામાં 160 દેશોમાં છે.

IEEE ની શરૂઆત

IEEE ની શરૂઆત 1963માં થઈ હતી, જેમાં નીચે પ્રમાણેની બે જૂની સંસ્થાઓને મર્જ કરવામાં આવી હતી,

  • American Institute of Electrical Engineers (AIEE)
  • Institute of Radio Engineers (IRE)

AIEE ની શરૂઆત 1884 માં થઈ હતી અને IRE ની શરૂઆત 1912 માં થઈ હતી. 1963 માં આ બંને સંસ્થાઓને એક બીજા સાથે મર્જ કરીને IEEE ની શરૂઆત કરવામાં આવી.

IEEE ની ઓફિસ

IEEE ની કોર્પોરેટ ઓફિસ અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલી છે.

IEEE શું કરે છે?

IEEE એક ટેકનિકલ લેવલની સંસ્થા છે જે ટેક્નોલૉજીની ફિલ્ડમાં અલગ-અલગ સ્ટાન્ડર્ડ નક્કી કરવા માટે જાણીતી છે, આ સંસ્થા દ્વારા નવા-નવા રિસર્ચ પેપર પબ્લિશ કરવામાં આવે છે.

IEEE એ ઘણા બધા સ્ટાન્ડર્ડ આપ્યા છે જેમાં તમે ઘણા સ્ટાન્ડર્ડ જોયા હશે જેમ કે…

  • 801 – LAN/MAN
  • 802.1 – Media Access Control (MAC)
  • 802.2 – Logical Link Control (LLC)
  • 802.3 – Carrier Sense Multiple Access with Collision Detection (CSMA/CD)
  • 802.11 – Wireless Networking (WiFi)

આ સ્ટાન્ડર્ડ એક પ્રકારના પ્રોટોકોલ હોય છે, એક એવા નિયમ હોય છે જે પ્રમાણે કોઈ ટેક્નોલૉજી કામ કરે છે.

જેમ કે આપણે વાઈફાઈનો ઉપયોગ કરીએ છીએ તો તેનું એક સ્ટાન્ડર્ડ IEEE દ્વારા નક્કી કરેલું છે “802.11” આમાં ઘણા એવા નિયમો હોય છે જેને અનુસરીને આ વાઈફાઈ ટેક્નોલૉજી કામ કરતી હોય છે.

આવી ઘણી બધી શોધ અને રિસર્સ IEEE દ્વારા થતી હોય છે અને દુનિયા ટેક્નોલૉજીમાં ક્ષેત્રમાં આગળ વધતી જાય છે.

આ પોસ્ટ વાંચવા બદલ તમારો ખૂબ આભાર, તમે આ માહિતીને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

અમારી અન્ય પોસ્ટ:

આર્ટીકલ વર્ઝન – 1