IMEIનું ફુલ ફોર્મ “ઈન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી (International Mobile Equipment Identity)” અથવા “આંતરરાષ્ટ્રીય મોબાઈલ ઉપકરણ પહેચાન” થાય છે. સરળ ભાષામાં કહીએ તો જેમ તમારા નામની પહેચાન હોય છે તેમ મોબાઈલ જેવા ઉપકરણમાં આ નંબર દ્વારા તેની પહેચાન કરવામાં આવે છે.
IMEI વિશે બેઝિક જાણકારી
◆ જ્યારે તમે નવો મોબાઈલ ખરીદશો એટલે તમને તેના બોક્સ ઉપર એક નંબર લખેલો જોવા મળશે. આ નંબર બધા મોબાઈલના મોડેલ પ્રમાણે અલગ અલગ હોય છે.
[આઈ.એમ.ઇ.આય.] નંબર 14 ડિજિટમાં હોય છે. જે નવા મોબાઈલ અત્યારે આવે છે તેમા સોફ્ટવેર વર્ઝનના 2 ડિજિટ અલગથી જોડવામાં આવે છે એટલે ટોટલ 16 ડિજિટમાં થાય છે. IMEI નંબરનો ઉપયોગ સામાન્ય રીતે લોકેશન જાણવા માટે થાય છે.
◆ IMEI નંબરને મોબાઈલના હાર્ડવેર સાથે એવી રીતે ફિક્સ કરવામાં આવે છે કે કોઈને પણ જો આ નંબર દૂર કરવો હોય તો મોબાઈલને ખરાબ કર્યા સિવાય કદાચ જ ના કરી શકે તે.
◆ IMEI નંબરનું મુખ્ય કામ મોબાઈલને આઈડેન્ટિફાય કરવાનું છે પણ તેમ છતાં આ નંબર ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે જ્યારે તમારો ફોન ચોરી થઈ ગયો હોય. આ નંબર એક વાર ફોન સાથે ફિક્સ થઈ જાય પછી તેને બદલી નથી શકાતો. આ નંબરથી મોબાઈલ ટ્રેક થઈ જાય છે.
➤ IMEI નંબર પોતાનો ચેક કેવી રીતે કરવો?
જુના મોબાઈલ માટેની રીત
તમારે મોબાઈલની અંદર આ કોડ ‘ *#06# ‘ ડાયલ પેડમાં એન્ટર કરવાનો રહેશે. પછી તમારે કોલ કરવાનું બટન દબાવાનું રહેશે. થોડીક વાર પ્રોસેસ થઈને તમને તમારો IMEI નંબર મળી જશે.
નવા મોબાઈલ માટેની રીત
- એન્ડ્રોઇડ મોબાઈલ :સૌથી પહેલા મોબાઈલના સેટિંગની અંદર જવાનું.
- પછી તેમાં સૌથી રહેલું ઓપ્શન About phone માં જવાનું.
- પછી તેમાં નીચે થોડાક જશો એટલે All Spec માં જવાનું.
- ત્યારબાદ સૌથી નીચે લખેલું હશે સ્ટેટસ, તો Statusમાં જવાનું.
- પછી નીચે ખસેડશો એટલે IMEI નંબર લખેલું હશે તેમાં જશો એટલે તમને નંબર દેખાશે.
- જો તમારા 2 સીમકાર્ડ સ્લોટ હશે તો બનેના અલગ અલગ IMEI નંબર દેખાશે.
(ઉપર જણાવેલા સ્ટેપ અલગ-અલગ સ્માર્ટફોનમાં અલગ હોય શકે છે, તમે ડાયલ પેડમાં ” *#06# ” નંબર લગાવીને જોઈ શકો છો કે તમારો IMEI શું છે.)
➤ તમારા મોબાઈલનો IMEI નંબર વેલીડ છે કે નહીં આ રીતે ચેક કરો.
સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જઈને KYM સર્ચ કરવાનું રહેશે. જેનો સ્ક્રીનશોટ તમે ઉપરના ફોટોમાં જોઈ શકો છો. ત્યારબાદ તેને તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની રહેશે.
હવે ઉપર ફોટોમાં જોશો તો એમાં તમને એન્ટર IMEI નંબર નાખવાનું કહ્યું છે તમે તમારો IMEI નંબર એન્ટર કરી દો. પછી વેરીફાય બટન પર ક્લિક કરો.
વેરીફાય બટન પર ક્લિક કરીયા પછી આ ઉપર ફોટો પ્રમાણે એક બોક્સ ખુલી જશે તેમાં તમારા મોબાઈલ ની બ્રાન્ડ નામ અને મોડેલ નામ ચેક કરવા નું રહેશે.
જો તમારા મોબાઇલની બ્રાન્ડનું નામ Redmi હોય અને અહી Samsung કે અન્ય બ્રાન્ડ બતાવતા હોય તો સમજી જવું કે IMEI વેલીડ નથી, તેવી જ રીતે જો Model નામ તમારું બીજું હોય અને આમાં અલગ બતાવતા હોય તો પણ સમજી જવું કે IMEI વેલીડ નથી.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
🔗 SIMનું ફુલ ફોર્મ અને તેનો અર્થ
🔗 DPનું ફુલ ફોર્મ અને તેનો અર્થ