ઇન્સ્ટાગ્રામના સહ-સ્થાપક કેવિન સિસ્ટ્રોમએ હમણાં એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મએ જે દિશા પકડી એના ઉપર પોતાની નિરાશા વ્યક્ત કરી હતી.
કેવિન સિસ્ટ્રોમએ ચિંતા વ્યક્ત કરી હતી કે ઇન્સ્ટાગ્રામએ તેનો આત્મા ગુમાવી દીધો છે અને તે પૈસા કમાવવા માટે ઇન્ફલુએંસર અને બ્રાન્ડ માટે એક બજાર બની ગયું છે.
તેમણે જણાવ્યુ હતું કે ઇન્સ્ટાગ્રામ પોતાના યુઝરને તેના મિત્રો અને પરિવાર સાથે જોડાવા માટેના મૂળ હેતુથી ભટકી ગઈ છે.
તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે એપનું વ્યાપારીકરણ થઈ ગયું છે અને આ એપ હવે યુઝરને એક-બીજા સાથે સરખામણી અને એકદમ બધુ પરફેક્ટ જ હોય એવી સંસ્કૃતિ તરફ દોરી રહ્યું છે.
પણ ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગની વચ્ચે વધતી ચિંતાઓને કારણે કેવિન સિસ્ટ્રોમએ 2018માં ઇન્સ્ટાગ્રામ છોડી દીધું હતું.
હાલમાં કેવિન સિસ્ટ્રોમ Artifact ના સહ-સ્થાપક છે, જે 2023 માં શરૂ થઈ હતી અને AI દ્વારા સમાચારો આપે છે.