Internet Explorer વિશે જાણવા જેવી રસપ્રદ જાણકારી

આજે આપણે એક એવા યાદગાર વેબ બ્રાઉઝર વિશે વાત કરીશું જેનાથી કેટલાય લોકોએ પોતાની ઇન્ટરનેટ ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી.

હા આજે આપણે માઇક્રોસોફ્ટના ઇન્ટરનેટ એક્સપ્લોરર વિશે વાત કરીશું જે પહેલા ઘણું લોકપ્રિય હતું પણ હવે તેની જગ્યાએ Microsoft Edge બ્રાઉઝર ચાલી રહ્યું છે.

ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝરની શરૂઆત 1995માં થઈ હતી અને આ માઇક્રોસોફ્ટ કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું.

હાલ અત્યારે આ બ્રાઉઝર હંમેશા માટે બંધ થવાનું છે તેને કારણે આપણે ઘણી રસપ્રદ અને જાણવા જેવી માહિતી Internet Explorer બ્રાઉઝર વિશે આજે આપણે જાણીશું.

ઇન્ટરનેટ એક્સ્પ્લોરર વિશે રસપ્રદ જાણકારી

ઇન્ટરનેટ એક્સ્પ્લોરર વિશે રસપ્રદ વાતો

  • ઇન્ટરનેટ એક્સપ્લોરર પહેલા માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સ્પ્લોરર (MSIE) તરીકે ઓળખાતું હતું.
  • ઇન્ટરનેટ એક્સ્પ્લોરર 1990ના દાયકામાં ખૂબ જ પ્રભાવશાળી બ્રાઉઝર હતું અને 2003માં તો ઇન્ટરનેટ એક્સ્પ્લોરરની બ્રાઉઝર માર્કેટમાં 95% ઉપયોગિતા હતી.
  • જ્યારે 2004માં ફાયરફોક્સ બ્રાઉઝર લોન્ચ થયું અને 2008માં ગૂગલ ક્રોમ લોન્ચ થયું ત્યારબાદ ઇન્ટરનેટ એક્સ્પ્લોરરની લોકપ્રિયતા ઘટવા માંડી હતી અને Android અને iOS માટે પણ તે ઉપલબ્ધ ન હતું.
  • 2015માં Windows 10 ડિવાઇસમાં માઇક્રોસોફ્ટએ ઇન્ટરનેટ એક્સ્પ્લોરરને ડિફોલ્ટ રાખવાની જગ્યાએ માઇક્રોસોફ્ટ એજ બ્રાઉઝરને ડિફોલ્ટ સેટ કર્યું હતું.
  • શરૂઆતમાં ઇન્ટરનેટ એક્સ્પ્લોરર માઇક્રોસોફ્ટ પ્લસનું એક ભાગ હતું જે Windows 95 માટે હતું.
  • 1996માં માઇક્રોસોફ્ટએ એપલના મેકિંતોશ ડિવાઇસ માટે ઇન્ટરનેટ એક્સ્પ્લોરરને ઉપલબ્ધ કરાવ્યુ હતું.
  • 1990ના દાયકાના અંતમાં નેટ્સકેપ નેવિગેટર બ્રાઉઝર ઇન્ટરનેટ એક્સ્પ્લોરર માટે ખૂબ મોટું સ્પર્ધક હતું.
  • અત્યારે આપણે વેબ બ્રાઉઝરને મફત ઉપયોગ કરી રહ્યા છે તેના માટે ઇન્ટરનેટ એક્સ્પ્લોરર બ્રાઉઝરનું ઘણું યોગદાન છે.
  • મિત્રો હવે 2022માં તો માઇક્રોસોફ્ટનું આ જૂનું બ્રાઉઝર બંધ થવાનું છે અને હવે તમારે માઇક્રોસોફ્ટ એજ બ્રાઉઝરનો ઉપયોગ કરવું પડશે.

આશા છે કે આ રસપ્રદ માહિતી તમને પસંદ આવી હશે, તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચજો:-