ઇન્ટરનેટ (Internet) દ્વારા આપણે એક બીજા સાથે જોડાઈ શકીએ છીએ અને સારી રીતે એક બીજા સાથે કમ્યુનિકેશન કરી શકીએ છીએ. ઇન્ટરનેટ દ્વારા આપણે કોઈ પણ માહિતી અથવા જાણકારી મફત મેળવી શકીએ છીએ અને તેનું આદાન-પ્રદાન પણ ઝડપી (Fast) કરી શકીએ છીએ.
શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે આ ઇન્ટરનેટ શું છે? ઇન્ટરનેટ કેવી રીતે કામ કરે છે? ઇન્ટરનેટનો માલિક કોણ છે જેવા વગેરે સવાલ તમારા મગજમાં આવ્યા હશે તો આજે આપણે ઇન્ટરનેટ વિશે જાણકારી જાણીશું જેમાં તમને ઘણું શીખવા મળશે અને તમારા સવાલોના જવાબ પણ મળશે.
ઇન્ટરનેટ એટલે શું? – What is the Internet in Gujarati?
- ઇન્ટરનેટ એટલે ઘણા બધા કમ્પ્યુટર એક સાથે જોડાયેલા હોય તો તેનું એક નેટવર્ક બને છે અને તે નેટવર્કના પણ નેટવર્ક એક સાથે જોડાયેલા હોય તો તેને ઇન્ટરનેટ (Internet) કહેવાય છે.
- ઉદાહરણ તરીકે તમારા ઘરમાં 4 કમ્પ્યુટર છે અને તે 4 કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા છે તો તે 4 કમ્પ્યુટર એકબીજા સાથે જોડાશે તો તે એક નેટવર્ક બનશે અને તેને LAN (Local Area Network) કહેવાય છે.
- તો આવી રીતે કમ્પ્યુટરના સમૂહ ઘણી બધી જગ્યાએ એકબીજા સાથે જોડાયેલા હોય છે જેમ કે તમારા કોલેજ યુનિવર્સિટીમાં, સ્કૂલમાં, તમારા ઓફિસમાં, તમારા ઘર જેવી વગેરે જગ્યાએ તો આવી રીતે આ કમ્પ્યુટરના સમૂહ એકબીજા સાથે પૂરી દુનિયામાં જોડાયેલા હોય છે તો તેને જ ઇન્ટરનેટ કહેવાય છે.
- તો આવી રીતે પૂરી દુનિયામાં અલગ-અલગ ડિવાઇસ જેમાં સર્વર, કમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ કે ટેબલેટ જેવા વગેરે ડિવાઇસ એકબીજા સાથે જોડાયેલા હોય છે તો ત્યારે ઇન્ટરનેટ બને છે.
📢 ઇન્ટરનેટનો ઇતિહાસ | કમ્પ્યુટરની શરૂઆત કઈ રીતે થઈ?
ઇન્ટરનેટ સર્ફિંગનો અર્થ – Meaning of Internet Surfing
- ઇન્ટરનેટ સર્ફિંગ એટલે તમે ઇન્ટરનેટ દ્વારા પોતાના બ્રાઉઝરમાં અલગ-અલગ વેબસાઇટમાં જાવો છો અને એક વેબપેજમાંથી બીજા વેબપેજમાં જઈને અલગ-અલગ જાણકારીને મેળવો છો.
- તમે અલગ-અલગ હાઇપરલિન્ક ઉપર ક્લિક કરો છો અને આ પૂરી પ્રોસેસને ઇન્ટરનેટ સર્ફિંગ કહેવાય છે.
ઇન્ટરનેટ કેવી રીતે કામ કરે છે? – How Internet Works?
- તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે ઇન્ટરનેટ કેવી રીતે કામ કરે છે.
- મિત્રો ઘણા લોકો એવું વિચારતા હોય છે કે ઇન્ટરનેટ સેટેલાઇટ દ્વારા ચાલે છે પણ હું તમને જણાવી દઉં કે ઇન્ટરનેટ સમુદ્રમાં પાથરેલા ઓપ્ટિકલ ફાઈબર કેબલ દ્વારા ચાલે છે.
![]() |
(Image Source: www.submarinecablemap.com)
- તમે ⬆️ ઉપર નકશામાં જોઈ શકો છો કે પૂરી દુનિયામાં ખૂબ જ મજબૂત અને સુરક્ષિત કેબલ સમુદ્રની અંદર પાથરેલા હોય છે જેમાં લાઇટની સ્પીડથી ડેટા ટ્રાન્સફર થાય છે. સમુદ્રમાં આ કેબલ અલગ-અલગ દેશના સર્વર અને ISPs સાથે જોડાયેલા હોય છે જેના દ્વારા આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ.
- આપણે જે ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરીએ છીએ તે આપણને ISPs દ્વારા પૂરું પાડવામાં આવે છે જેનું પૂરું નામ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (Internet Service Providers) છે.
- ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે જેમાં ટિયર 1 (Tier 1), ટિયર 2 (Tier 2) અને ટિયર 3 (Tier 3) ISP કંપની.
- ટિયર 1 ISP કંપનીઓ સમુદ્રમાં કેબલ પાથરવાનું કામ કરે છે અને તે કેબલને અલગ-અલગ દેશ સુધી પહોચાડી દેવામાં આવે છે.
- હવે તે કેબલ આપણાં દેશમાં એક જગ્યાએ આવી ગયો, જેમ કે તે કેબલ મુંબઈ આવી ગયો તો મુંબઈથી પૂરા દેશના અલગ-અલગ રાજ્યો સુધી તે કેબલને જમીનની નીચેથી પહોચાડવાનું કામ ટિયર 2 કંપની કરે છે.
- હવે આપણાં ગુજરાત રાજ્ય કે ગુજરાતના કોઈ શહેર સુધી ટિયર 2 કંપનીએ તે કેબલ પહોચાડી દીધો, હવે મોબાઇલ ટાવર સાથે તે કેબલને જોડવામાં આવે છે અને મોબાઇલ ટાવરથી ઇન્ટરનેટ ડેટા આપણાં મોબાઇલમાં તરંગો દ્વારા આવે છે અને આ કામ ટિયર 3 ISP કંપની કરે છે.
- ISPમાં જીઓ અને એરટેલ અને તેના જેવી ઘણી ઇન્ટરનેટ ડેટાની સર્વિસને પ્રદાન કરતી કંપનીઓ હોય છે.
- ઘણા લોકોના ઘરે બ્રોડબેન્ડ સેવા પણ હોય છે અને તે ડાઇરેક્ટ કેબલ દ્વારા આવે છે પણ પછી તેમના ઘરમાં રાઉટર હોય છે તો તે લોકો રાઉટર દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.
- આવી રીતે આપણાં મોબાઇલ, કમ્પ્યુટર અને તેના જેવા વગેરે ડિવાઇસ ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોય છે અથવા તેને જોડવામાં આવે છે અને આપણો મોબાઇલ કે કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાઈ જાય છે.
- હવે સર્વર એટલે એક પ્રકારનું કમ્પ્યુટર જ્યાં ડેટા સ્ટોર કરવામાં આવે છે જેમ કે આ તમે જે આર્ટીકલ કે પોસ્ટ વાંચી રહ્યા છો તેમાં રહેલું લખાણ અને તેમાંના ફોટા કોઈ સર્વરમાં સ્ટોર હોય છે અને તે સમુદ્રમાં રહેલા કેબલ દ્વારા આપણાં દેશ સુધી પહોચે છે.
- હવે આપણાં દેશથી આપણાં મોબાઇલના ટાવર દ્વારા તે આર્ટીકલ કે પોસ્ટ, ફોટા કે વિડિયો જેવી વગેરે સામગ્રી તમારા મોબાઇલમાં લોડ થાય છે.
તો આવી રીતે ઇન્ટરનેટ કામ કરે છે.
ઇન્ટરનેટને લગતા અમુક શબ્દોના અર્થ
ઇન્ટરનેટની સાથે-સાથે ઘણા એવા શબ્દો હોય છે જેનો અર્થ તમને ખબર હોવી જોઈએ અને હમણાં આપણે ઇન્ટરનેટની સાથે વપરાતા અમુક શબ્દો વિશે જાણીશું.
- WWW: વર્લ્ડ વાઈડ વેબ (WWW) ને સિમ્પલ ભાષામાં “વેબ” પણ કહેવાય છે. આ એક એવું ઈન્ફર્મેશન સિસ્ટમ હોય છે જેમાં અલગ-અલગ પ્રકારની ફાઇલ અને ડોકયુમેંટ સ્ટોર હોય છે. જેમ કે આ આર્ટીકલ, ફોટા, વિડિયો, ડોકયુમેંટ વગેરે કોઈ એક સર્વરમાં સ્ટોર છે.
- http: http એટલે “Hypertext Transfer Protocol” જેના દ્વારા તમે તમારા ડિવાઇસમાં વેબમાથી અલગ-અલગ પ્રકારની સામગ્રી જેમાં ઓડિઓ, વિડિયો, ફોટા કે લખાણને એક્સેસ કરો છો.
- https: httpsનું પૂરું નામ “Hypertext Transfer Protocol Secure” છે. આ http જેવુ જ કામ કરે છે પણ https વધારે સુરક્ષિત હોય છે. જ્યારે તમે કોઈ http વેબસાઇટમાં ફોર્મ ભરો છો જેમાં તમારા બેંકિંગને લગતી માહિતી હોય તો તે ડેટાને કોઈ પણ હેકર ચોરી કરી શકે છે પણ https સુરક્ષિત હોય છે અને તેને કારણે http વાળી વેબસાઇટમાં કોઈ પણ ડેટા ન દાખલ કરવા જોઈએ.
- http અને https માં જે પ્રોટોકોલ (Protocol) હોય છે, પ્રોટોકોલ એટલે તે એક એવો નિયમ હોય છે જેના દ્વારા ફાઇલ તમારા ડિવાઇસમાં વેબમાથી ટ્રાન્સફર કેવી રીતે થાય છે તે નક્કી હોય છે અને તમે તેને આરામથી તમે એક્સેસ કરી શકો છો.
- URL: URLનું પૂરું નામ “Uniform Resource Locator” છે. આ એક લિન્ક અથવા એડ્રેસ હોય છે જેને પોતાના બ્રાઉઝરના એડ્રેસ બારમાં લખીને ખોલવાથી તમે વેબ પરથી ડેટાને એક્સેસ કરી શકો છો જેમાં ઓડિઓ, વિડિયો, ફોટા કે લખાણ વગેરે હોય છે. (આ કારણે દરેક ફોટા, વિડિયો, આર્ટીકલની એક URL લિન્ક હોય છે જેના દ્વારા તે વિડિયો, ઓડિઓ, ફોટો કે આર્ટીકલ સુધી બ્રાઉઝર દ્વારા પહોચી શકાય છે.)
- Server: સર્વર એક પ્રકારનું કમ્પ્યુટર હોય છે જેમાં ઓડિઓ, વિડિયો, ફોટા કે લખાણ વગેરે સ્ટોર હોય છે.
- Client: ક્લાઈન્ટ એટલે આપણાં જેવા યુઝર. ક્લાઈન્ટ તમારું વેબ બ્રાઉઝર હોય છે અને વેબ બ્રાઉઝરને તમે ચલાવો છો એટલે તમે ક્લાઈન્ટ છો. જ્યારે તમે કોઈ વેબસાઇટ ખોલો તો તમારું બ્રાઉઝર ડેટાને લોડ કરવાની માંગણી કરે છે અને ત્યારે સર્વર પરથી ડેટા તમારા ડિવાઇસમાં લોડ થાય છે.
- IP Address: આઇપી એડ્રેસ અલગ-અલગ નંબરના આકડા હોય છે જે ઇન્ટરનેટ સાથે જોડાઈ શકે તેવા ડિવાઇસને આપવામાં આવે છે જેમાં તમારા મોબાઇલ, કમ્પ્યુટર વગેરે પાસે એક અલગ-અલગ આઇપી એડ્રેસ હોય છે અને વેબસાઇટના ડોમેન નેમને પણ એક આઇપી એડ્રેસ હોય છે.
- Website & Apps: વેબસાઇટ અને એપ્લિકેશન એક પ્રકારની ફાઇલ્સ અથવા કોડિંગનું બનેલું પ્લૅટફૉર્મ હોય છે જેને અલગ – અલગ કારણો અથવા કામ પૂરા કરવા માટે બનાવવામાં આવે છે અને પોતાના કમ્પ્યુટર કે મોબાઇલમાં ઉપયોગ કરવામાં આવે છે. (ઉદાહરણ તરીકે ફેસબુક, યૂટ્યૂબ, ગૂગલ, ઇન્સ્ટાગ્રામ વગેરેની વેબસાઇટ અને મોબાઇલ એપ્સ.)
ઇન્ટરનેટનો માલિક કોણ છે? – Who is the Owner of Internet?
ઇન્ટરનેટનો માલિક કોઈ નથી કારણ કે ઇન્ટરનેટને ચલાવવા અને તેની સેવા આપવામાં બધી જ કંપનીઓનું યોગદાન છે. તેને કારણે ઇન્ટરનેટ બધા માટે સ્વતંત્ર હોય છે. ઇન્ટરનેટ પૂરું મફત હોય છે પણ તે સર્વિસને રીપેર અને સુધારવા માટે ખર્ચો લાગે છે જે આપણાં પાસેથી રિચાર્જના રૂપે લેવામાં આવે છે અને આવી રીતે ઇન્ટરનેટ ચાલુ રહે છે.
આજે ખૂબ મોટી સંખ્યામાં સમુદ્રમાં કેબલ પાથરી દેવામાં આવ્યા છે તેને લીધે એક કેબલને પણ નુકસાન થાય તો બીજા કેબલને લીધે ઇન્ટરનેટ પર કોઈ અસર નથી પડતો.
ઇન્ટરનેટના ઉપયોગ – Use of Internet
- તમે ઓનલાઇન ઇન્ટરનેટ પરથી સમાન ખરીદીને મંગાવી શકો છો.
- સરળતાથી પૈસા એક-બીજા વ્યક્તિને મોકલી શકો છો.
- નવું કૌશલ્ય અને નવી માહિતી મેળવવા માટે.
- ઓનલાઇન બેંકિંગ અને સ્ટોક માર્કેટને લગતા કામો માટે.
- અલગ-અલગ વિષયો પર રિસર્ચ કરવા માટે.
- ઈમેલ સુવિધાનો ઉપયોગ કરીને સંદેશાઓની આપ-લે અને દસ્તાવેજો મોકલવા.
- નવી રોજગારીઓ શોધવા માટે.
- સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરી શકાય છે.
- ઇન્ટરનેટ પર ઓનલાઇન મિટિંગ પણ કરી શકાય છે.
- ફિલ્મો અને સંગીત દ્વારા મનોરંજન કરી શકાય છે.
- અલગ-અલગ ફાઈલો બીજા ડિવાઇસમાં મોકલી શકાય છે.
- એક જગ્યા પરથી બીજી જગ્યાએ સરળતાથી જવું હોય તો તેનો નક્શો પણ જોઈ શકાય છે.
- પોતાનો નવો ધંધો ઇન્ટરનેટ પર ખોલી શકાય છે.
- નવી-નવી કમાણીની તક ઇન્ટરનેટ દ્વારા મળે છે.
- પૂરી દુનિયામાં શું ચાલી રહ્યું છે તેના સમાચાર મેળવી શકાય છે.
- સસ્તા દરે ઇન્ટરનેટ પર જાહેરાતો ચલાવી શકાય છે.
- ઇન્ટરનેટ પરથી અલગ-અલગ ફાઇલ્સ ડાઉનલોડ કરી શકાય છે.
- નવા-નવા લોકો સાથે મળી શકાય છે અને દોસ્તી કરી શકાય છે.
- ઇન્ટરનેટ પરથી પોતાનો જીવનસાથી પણ શોધી શકાય છે.
📢 જાણો shaadi.com વિશે રોચક જાણકારી
ઇન્ટરનેટના લાભ અને ગેરલાભ – Advantages & Disadvantages of Internet
ઇન્ટરનેટના ઘણા બધા લાભ અને ગેરલાભ છે જેને આપણે જાણવા જોઈએ કારણ કે તમે પણ દરરોજ ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો.
લાભ:
- ઇન્ટરનેટને કારણે માહિતી મેળવવી સરળ બની છે.
- ઇન્ટરનેટને કારણે નવું કૌશલ્ય શીખવું સરળ બન્યું છે.
- ઇન્ટરનેટના કારણે નવા લોકો સાથે સંપર્ક સાંધવા પણ સરળ બન્યા છે.
- ઇન્ટરનેટને કારણે મનોરંજન પણ સસ્તું અને ઝડપી થયું છે.
- પૈસા કમાવવું પણ સરળ બન્યું છે.
- નકશા દ્વારા કોઈ પણ એડ્રેસ સરળ શોધી શકાય છે.
- દાનને એકત્ર કરવું પણ સરળ થયું છે.
- ઘરેથી નોકરી કરવું શક્ય બન્યું છે.
- ઇન્ટરનેટ દ્વારા બેંકિંગ, શોપિંગ અને બિલ ભરવું વગેરે ઝડપી થયું છે.
ગેરલાભ:
- ઇન્ટરનેટને કારણે માલવેર જેવા વાઇરસનો ખતરો વધારે હોય છે.
- ઇન્ટરનેટનો વધારે પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે નુક્સાનકારક છે.
- ઇન્ટરનેટને કારણે લોકો વધારે તેનાથી આકર્ષિત થાય છે અને પોતાનો સમય પણ બગાડે છે.
- ઇન્ટરનેટને કારણે ખોટી જાહેરાતો પણ વધારે થતી હોય છે.
- ઇન્ટરનેટને કારણે સાઇબરહુમલા પણ વધે છે.
- ખોટી જાણકારી ઝડપથી ફેલાય છે.
ઇન્ટરનેટ શું છે?
ઇન્ટરનેટ એટલે પૂરી દુનિયામાં કમ્પ્યુટર નેટવર્કનું એક બીજા સાથે જોડાણ.
શું ઇન્ટરનેટ સેટેલાઈટ દ્વારા કામ કરે છે?
ના, ઇન્ટરનેટ સમુદ્રમાં પાથરેલા ઓપ્ટિકલ ફાઇબર કેબલ દ્વારા કામ કરે છે.
તો મિત્રો આશા છે કે આજની પોસ્ટ તમને પસંદ આવી હશે. આજે આપણે ઇન્ટરનેટ વિશે જાણ્યું જેમાં તમને ઘણું શીખવા મળ્યું હશે. તમારા મિત્રોને પણ આ પોસ્ટ શેર કરો જેથી તેમને પણ ઇન્ટરનેટ વિશે નવું જાણવા મળે.
અમારી અન્ય પોસ્ટ:
Very good blog brother! I found article on this subject in a Gujarati for a first time! It makes me easy, keep it up!
Thank you dear Eshant!
Your comment is very useful for us to improve our content quality!