જ્યારે આપણે સૌથી મોંઘા અને પ્રીમિયમ કેટેગરીના સ્માર્ટફોનની વાત કરીએ તો તેમાં આઇફોનનું નામ ખૂબ આગળ આવે છે કારણ કે એક આઇફોનની કિંમત ઘણી મોંઘી હોય છે.
એક આઇફોનની કિંમત 1 લાખ કે તેની આસપાસ હોય છે, આઇફોનમાં તેનું મુખ્ય સોફ્ટવેર iOS છે જે એક સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમ છે.
આજની પોસ્ટમાં આજે આપણે iOS વિશે જાણીશું અને ઘણી રસપ્રદ માહિતી મેળવીશું.
iOS શું છે? – iOS in Gujarati
iOS એક મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે જેનો ઉપયોગ એપલના ડિવાઇસ જેમ કે iPhone, iPad, iPod અને iPod Touch વગેરેમાં થાય છે. જેવી રીતે Android અને Windows ઓપરેટિંગ સિસ્ટમ છે તેવી જ રીતે એપલ કંપનીના સ્માર્ટફોનમાં તમને iOS જોવા મળે છે.
ઓપરેટિંગ સિસ્ટમ એક સિસ્ટમ સોફ્ટવેર હોય છે જે એક કમ્પ્યુટરને ચલાવવા જરૂરી હોય છે અને તેવી જ રીતે આઈફોનમાં iOS હોય છે.
iOS ખૂબ સિમ્પલ અને સરળ OS છે અને તે એપલના હાર્ડવેર સાથે ખૂબ સારી રીતે ઓપ્ટિમાઇઝેશન કરવામાં આવ્યું હોય છે. આ ઓપરેટિંગ સિસ્ટમની માલિકી પણ Apple Inc. પાસે છે. iOS ની શરૂઆત 2007માં થઈ હતી.
આઇફોનમાં તમને એપલ કંપનીનું જ સોફ્ટવેર અને હાર્ડવેર જોવા મળે છે અને તેના કારણે iOS ઓછી રેમમાં પણ વધારે સારી ઝડપ આપતું હોય છે.
એપલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સએ તો 2005થી આઇફોનનું પ્લાનિંગ શરૂ કરી દીધું હતું અને ત્યારે તેઓ વિચારતા હતા કે Mac ને નાનું કરવું અથવા iPod ને મોટું કરવું પણ પછી iPhone OS ને રજૂ કરવામાં આવ્યું.
“iPhone Operating System” જે આગળ જઈને “iOS” બન્યું અને અત્યાર સુધી iOS ના ટોટલ 15 જેટલા વર્ઝન છે.
મુખ્ય રીતે ટોટલ 15 જેટલા iOS વર્ઝન છે, હાલ લેટેસ્ટમાં iOS 15 ચાલી રહ્યું છે જે સપ્ટેમ્બર 2021માં જ પબ્લિક માટે ઉપલબ્ધ થયું છે. (દર વર્ઝનની અંદર પણ નાના અન્ય વર્ઝન હોય છે.)
iOS માં તમને અલગ-અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે એપસ્ટોર જોવા મળે છે, જેવી રીતે તમને Android ફોનમાં Play Store જોવા મળે છે તેવી જ રીતે iOS માં App store જોવા મળે છે.
iOS ના એપસ્ટોરમાં તમને 20 લાખથી (2 Million+) પણ વધારે મોબાઇલ એપ્સ જોવા મળે છે.
iOS પૂરી દુનિયામાં Android પછી બીજા નંબરનું સૌથી વધારે લોકપ્રિય મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે.
iOS ને C, C++, Objective – C, Swift અને Assembly language જેવી કમ્પ્યુટર ભાષાઓમાં વિકસિત કરવામાં આવ્યું છે.
iOS એપ ડેવલોપમેન્ટ એટલે શું?
iOS એપ ડેવલોપમેન્ટ એક પ્રોસેસ છે જેના દ્વારા તમે એપલ હાર્ડવેર માટે જેમાં આઈફોન, આઇપેડ, આઇપેડ ટચ વગેરે માટે મોબાઈલ એપ્લિકેશન બનાવી શકો છો.
iOS માટે એપને Swift પ્રોગ્રામિંગ ભાષા અને Objective – C માં કોડ લખવામાં આવે છે અને ત્યારબાદ તેને એપસ્ટોરમાં પબ્લિશ કરવામાં આવે છે જેથી યુઝર તે એપને ડાઉનલોડ કરી શકે.
એપલના મોબાઈલ ડિવાઇસ માટે ડેવલોપરને એપલની સોફ્ટવેર ડેવલોપમેન્ટ કીટનો (SDK) ઉપયોગ કરવો પડે છે જેથી તેમને iOS માટે એપ બનાવવાનું એક સારું વાતાવરણ મળી શકે.
આશા છે કે આજે તમને iOS વિશે કઈક નવું જાણવા મળ્યું હશે, તમારા મિત્રો સાથે જરૂર પોસ્ટ શેર કરજો.
અમારી અન્ય પોસ્ટ પણ જરૂર વાંચો :