Jio 5G શું છે? | Jio 5G વિશે માહિતી

Jio 5G શું છે?

Jio 5G શું છે?

Jio 5G એક જીઓ કંપનીનું પાંચમી પેઢીનું મોબાઇલ નેટવર્ક (5th Generation Mobile Network) છે જે સ્ટેન્ડ-અલોન નેટવર્ક પર કામ કરે છે જેનો મતલબ કે જીઓના 5G નેટવર્કને એરટેલ જેવી બીજી ટેલિકોમ કંપનોઓની જેમ પોતાના 4G નેટવર્ક ઉપર નિર્ભર નથી રહેવું પડતું.

જીઓ 5G મોબાઇલમાં ખૂબ જ ઝડપી ઇન્ટરનેટ ડેટા પ્રદાન કરે છે જેની લેટેન્સી (Latency) ખૂબ જ ઓછી હોય છે. 

લેટેન્સીનો અર્થ એ છે કે ડેટા એક નેટવર્કમાં એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી કેટલું ઝડપી ટ્રાન્સફર થાય છે.

જીઓ પાસે પોતાનું 5G ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જેના દ્વારા તેઓ યુઝરના મોબાઇલ સુધી ખૂબ જ ઝડપી ઇન્ટરનેટ સુવિધા પહોચાડી શકે છે.

શું Jio 5G નો ઉપયોગ કરવા માટે એક નવું સિમ કાર્ડ ખરીદવું પડશે?

ના, તમારે Jio 5G સર્વિસનો ઉપયોગ કરવા માટે નવા સિમ કાર્ડ ખરીદવાની જરૂર નથી, જૂના જીઓના 4G સિમ કાર્ડમાં જ 5G સપોર્ટ થઈ જશે. તમારી પાસે માત્ર 5G સ્માર્ટફોન હોવો જોઈએ.

Jio વેલકમ ઓફર શું છે?

Jio વેલકમ ઓફરમાં અમુક જીઓ યુઝર જેમની પાસે 239 રૂપિયાનો પ્લાન કે તેનાથી વધારે રૂપિયાનો રિચાર્જ પ્લાન છે તેમને Jio 5G ના ફ્રી ઇન્ટરનેટ ડેટાને 1 gbps ઇન્ટરનેટ સ્પીડ સુધી ઉપયોગ કરવા માટે આમંત્રિત (Invite) કરવામાં આવે છે.

તમે Jio 5G નો ઉપયોગ કેવી રીતે કરી શકશો?

  1. તમારી પાસે એક 5G સ્માર્ટફોન હોવો જોઈએ.
  2. તમારી પોસ્ટપેડ અથવા પ્રીપેડમાં જીઓ સિમ કાર્ડમાં 239 અથવા તેનાથી વધારે રૂપિયાનો રિચાર્જ પ્લાન હોવો જોઈએ.
  3. તમે જ્યાં રહો છો ત્યાં જીઓ 5G નેટવર્ક ઉપલબ્ધ હોવું જોઈએ અને તેનું કવરેજ મળવું જોઈએ.

આ ઉપરની જરૂરિયાતો પૂરી થશે ત્યારબાદ અમુક જ યુઝરને જીઓ દ્વારા Jio 5G ઉપયોગ કરવામાં માટે પસંદ કરવામાં આવશે. હજુ આ Jio 5G સર્વિસ બધા લોકો માટે ઉપલબ્ધ નથી થઈ.

તમે Jio 5G માટે આમંત્રિત છો કે નહીં એ કેવી રીતે જાણવું?

તમારે પોતાના સ્માર્ટફોનમાં MyJio એપ ડાઉનલોડ કરીને રાખવાની છે. તમને નોટિફિકેશન દ્વારા જાણ કરવામાં આવશે કે તમે Jio 5G ઉપયોગ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છો. તમે પોતાની MyJio એપમાં પણ ચેક કરી શકો છો કે તમે Jio 5G માટે આમંત્રિત છો કે નહીં.

Jio 5G ક્યાં-ક્યાં ઉપલબ્ધ છે?

જીઓ 5G વેલકમ ઓફર સાથે નીચેના શહેરોમાં હાલ ઉપલબ્ધ છે.

  • દિલ્લી-NCR
  • મુંબઈ
  • કોલકાતા
  • વારાણસી
  • ચેન્નઈ
  • બેંગલોર
  • હૈદરાબાદ
  • પુણે
  • નાથદ્વારા
  • ગુડગાંવ
  • નોઇડા
  • ગાઝિયાબાદ
  • ફરીદાબાદ
  • ગુજરાતના બધા જ 33 જિલ્લાના મુખ્યમથક

ડિસેમ્બર 2023 સુધી જીઓએ પૂરા ભારત સુધી 5G નેટવર્ક પહોચાડવાની યોજના બનાવી છે.

મિત્રો આશા છે કે Jio 5G વિશે આ જાણકારી તમને ઉપયોગી થઈ હશે. તમારા મિત્રો સુધી પણ આ માહિતી શેર કરો જેથી તેમના મનમાં પણ Jio 5G વિશેની બધી મૂંઝવણ દૂર થાય.

અમારી અન્ય પોસ્ટ: