Jiopages શું છે અને જાણો Jiopagesના ફીચર્સ

હમણાં માર્કેટમાં એક નવું બ્રાઉજર આવ્યું છે જેનું નામ Jiopages છે અને ઘણા લોકોને આ જીઓપેજ્સ વિશે કોઈ પણ માહિતી નથી ખબર. Jiopages ને આપણે જીઓબ્રાઉજર પણ કહી શકીએ. આજે આપણે જાણીશું કે Jiopages (જીઓબ્રાઉજર) શું છે અને જીઓબ્રાઉજરના ફીચર્સ  વિશે માહિતી મેળવીશું.

Jiopages શું છે અને જાણો Jiopagesના ફીચર્સ

ભારતના પ્રધાનમંત્રી શ્રી. નરેંદ્ર મોદી દેશને આત્મનિર્ભર બનાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે અને તેમણે ભારત દેશને ડિજિટલ દુનિયામાં પણ આત્મનિર્ભર બનાવવાનું જણાવ્યુ છે. ઇન્ટરનેટ પર ઘણી બધી એપ અને વેબસાઇટ છે જે આપણે ભારતીય ઉપયોગ કરી રહ્યા છે તે મોટા ભાગની વિદેશી કંપનીઓ છે જેમ કે યૂટ્યૂબ, ફેસબુક, ગૂગલ, ટ્વિટર, વ્હોટસેપ, ઇન્સ્ટાગ્રામ વગેરે.

આવી ઘણી બધી એપ છે જે વિદેશી છે અને ભારતની એવી કોઈ પણ એપ નથી એટલે ભારતના પ્રધાનમંત્રી જણાવે છે કે ભારતની પણ પોતાની એપ. સોફ્ટવેર, વેબસાઇટ હોય જેથી આપણાં દેશને પણ આપણે આગળ વધારી શકીએ.

તમે તમારા મોબાઇલમાં વિદેશી બ્રાઉજર વાપરતા હશો જેમ કે ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ, માઇક્રોસોફ્ટ એજ, ઓપેરા બ્રાઉજર વગેરે. આ બધા બ્રાઉજર બહારના દેશના છે અને હવે ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની જીઓએ હવે પોતાનું ભારતીય બ્રાઉજર લોન્ચ કર્યું છે.

 ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું?

Jiopages (જીઓબ્રાઉજર) શું છે?

Jiopages એક ભારતીય બ્રાઉજર છે જે રિલાયંસ જીઓ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આ બ્રાઉજરને આપણે જીઓબ્રાઉજર પણ કહી શકીએ છે. જીઓબ્રાઉજર એક ફાસ્ટ અને સિક્યોર મોબાઇલ બ્રાઉજર છે. આ બ્રાઉજર હમણાં માત્ર Android મોબાઇલ ફોન માટે જ ઉપલબ્ધ છે પણ Jio તેના આ બ્રાઉજરને Ios ફોન માટે પણ લાવવાનું વિચારી રહી છે.

ચાલો હવે આપણે જીઓ બ્રાઉજરના ફીચર્સ વિશે વાત કરીએ અને તમારે જીઓબ્રાઉજરના ફીચર જાણવા જોઈએ જેથી તમને આ બ્રાઉજર વાપરવામાં મજા આવે.

Jiopages (જીઓબ્રાઉજર) ના ફીચર્સ

તમે હમણાં જીઓબ્રાઉજર વિશે થોડી માહિતી મેળવી પણ હવે આપણે જીઓબ્રાઉજરના ફીચર્સ વિશે વાત કરીશું.

  • ભાષા

Jiopagesમાં તમને કુલ 8 ભાષાઓ જોવા મળે છે અને તેમાં મોટા ભાગની બધી જ ભારતની લોકલ ભાષાઓ છે જે ભારતના અલગ-અલગ રાજ્યોમાં ઉપયોગ થતી હોય છે.

આ 8 ભાષાઓ જેમાં ઇંગ્લિશ, ગુજરાતી, મરાઠી, તેલુગુ, તમિલ, મલયાલમ, બંગાળી, કન્નડ છે જેનો ઉપયોગ તમે જીઓબ્રાઉજરમાં કરી શકો છો.

  • સમાચાર અને વિડિયો

તમે ઉપર જે પણ 8  ભાષાઓ જોઈ તે પ્રમાણે તમે પોતાના એરિયાયાના લોકલ સમાચાર જોઈ શકશો અને તેમાં તમે વિડિયો પણ જોઈ શકશો.

આ સમાચારનું ફીચર મને બહુ ગમ્યું જેથી હું મારા ઇન્ટરેસ્ટ પ્રમાણે કોઈ પણ સમાચાર વાંચી પણ શકું અને તેમાં વિડિયો પણ જોઈ શકું.

  • ક્વિક લિન્ક

ક્વિક લિન્કમાં તમે પોતાની કોઈ પણ મનપસંદ વેબસાઇટ તમારા હોમપેજમાં સેટ કરી શકો છો અને તમે જ્યારે ફરી બ્રાઉજર ખોલો એટલે તમે માત્ર એક ક્લિકમાં તે તમારી મનપસંદ વેબસાઇટ સુધી પહોચી શકો છો.

જેમ જો તમને અમારી વેબસાઇટ ગમતી હોય તો તમે અમારી લિન્ક તમારા બ્રાઉજરના હોમપેજમાં સિલેક્ટ કરી શકો અને જ્યારે બ્રાઉજર ખોલો ત્યારે તમે અમારી વેબસાઇટ સુધી સરળતાથી પહોચી શકો.

જીમેલ આઈડીનો પાસવર્ડ કેવી રીતે બદલવો?

  • શેરિંગ બટન

તમે જો અમારી પોસ્ટ વાંચતાં હોય અને જો તમને અમારી પોસ્ટ ગમે અને તે તમે તમારા મિત્રને પણ બતાવવા માંગો છો તો તમને બ્રાઉજરમાં પણ શેરનું બટન મળી જશે જેથી તમે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર અમારી પોસ્ટ શેર કરી શકો છો.

  • પ્રાઇવેટ બ્રાઉજિંગ

જો તમને આ બ્રાઉજરમાં પ્રાઇવેટ બ્રાઉજિંગ કરવી હોય તે પણ તમે કરી શકો અને તમારે ખાલી આમાં Incongito Mode ને ચાલુ કરવો પડે અને તમે આ મોડમાં જઈને પ્રાઇવેટ બ્રાઉજિંગ કરી શકો અને તમારો કોઈ પણ ડેટા તમારા ફોનમાં સેવ નઈ થાય.

  • ડાઉનલોડિંગ

જો તમે કોઈ પણ વસ્તુ જીઓબ્રાઉજરમાં ડાઉનલોડ કરો તો તમે જેમ કે મ્યુજિક ડાઉનલોડ કર્યું તો તે મ્યુજિકના સેક્શનમાં તમને મ્યુજિક મળશે અને જો તમે કોઈ વિડિયો ડાઉનલોડ કર્યો તો તમને એ વિડિયો બ્રાઉજરના વિડિયોના સેક્શનમાં મળશે.
આ બ્રાઉજરમાં તમારી ડાઉનલોડિંગને અલગ-અલગ કેટેગરી પ્રમાણે વહેચવામાં આવશે.

  • ડેસ્કટોપ અનુભવ

તમે આ બ્રાઉજરમાં ડેસ્કટોપ મોડ પણ ચાલુ કરી શકો છો. જેમ તમે આ બ્રાઉજરમાં યૂટ્યૂબ ખોલ્યું અને તમારે કમ્પ્યુટરમાં જેવુ યૂટ્યૂબ વપરાય એવું મોબાઇલમાં વાપરવું છે તો તમે Desktop Mode ચાલુ કરીને વાપરી શકો છો.

આવા તમને આ જીઓબ્રાઉજરમાં ઘણા નાના-મોટા ફીચર મળે છે જે તમારે આ બ્રાઉજરમાં જરૂર ટ્રાય કરવું જોઈએ.
 
તમે આ બ્રાઉજરની તમારા Android મોબાઇલ માટે ગૂગલ પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. હાલ આઇફોન યુઝર માટે આ બ્રાઉજર ઉપલબ્ધ નથી પણ આવવા વાળા સમયમાં જરૂર આઇફોન યુઝર પણ આ બ્રાઉજરને વાપરી શકશે.
આજે તમે અહી જાણ્યું કે આ Jiopages શું છે અને Jiopages માં કયા-કયા ફીચર્સ મળે છે. હવે તમને કોઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવો જેથી અમે તમારી મદદ કરી શકીએ.