JPEG નું ફુલ ફોર્મ શું છે?

JPEG નું ફુલ ફોર્મ શું છે?

JPEG નું ફુલ ફોર્મ શું છે?

JPEG નું પૂરું નામ “જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ (Joint Photographic Experts Group)” છે.

JPEG Infographics in Gujarati

JPEG વિશે માહિતી

  • JPEG એક ફોટા માટેનું ફોર્મેટ છે જે ફોટાને કપ્રેસ કરવા માટે ઉપયોગી થાય છે. JPG અને JPEG બંને સરખા જ ફોર્મેટ છે. આ પ્રકારના ફોટાનું એક્સટેન્શન “.jpg” અથવા “.jpeg” હોય છે.
  • JPEG ને Joint Photographic Experts Group દ્વારા બનાવવામાં આવ્યું છે. આ એક કમિટી છે જે ડિજિટલ ઇમેજ સ્ટાન્ડર્ડ પર કામ કરે છે જેની શરૂઆત 1986માં થઈ હતી.
  • આ ફોર્મેટને અલગ-અલગ અન્ય ફોર્મેટમાં પણ કન્વર્ટ કરી શકાય છે.
  • JPG અને JPEG ફોર્મેટનો ઉપયોગ ડિજિટલ ઇમેજને કંપ્રેસ કરવા માટે થાય છે. ડિજિટલ ફોટાને કંપ્રેસ કરવાની આ એક સ્ટાન્ડર્ડ રીત છે.
  • આ ફોર્મેટના ઇમેજની વધારેમાં વધારે સાઇઝ 65,535×65,535 પિકસેલ્સ છે.
  • આ JPEG ઈમેજ ફોર્મેટ વર્ડ વાઈડ વેબમાં “.jpg” ફાઇલ નામ તરીકે સપોર્ટ કરે છે.
  • JPEG ફોર્મેટ 160 લાખ જેટલા કલરને સપોર્ટ કરે છે જેના લીધે તમે સારી ગુણવતા સાથે ફોટો બનાવી શકો છો.
  • JPEG ફાઇલ ફોર્મેટનું સ્પષ્ટિકરણ ISO સ્ટાન્ડર્ડ 10918 માં થયેલું છે.
  • JPEG ફોર્મેટના બીજા અલગ અલગ પ્રકારના ફોર્મેટ પણ બનાવવામાં આવ્યા છે જેમ કે .jpeg, .jpg, .jif, .jfif વગેરે.
  • આ ફોર્મેટના ફોટો વધારે એટલા માટે લોકો પસંદ કરે છે કારણ કે આ ફોર્મેટની સાઈઝ ઘણી બધી ઓછી હોય છે.

મિત્રો આશા છે કે તમને આજે JPEG નું ફુલ ફોર્મ અને તેના વિશે વધારાની જાણકારી ઉપયોગી થઈ હશે.

તમારો ખૂબ આભાર.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: