સ્માર્ટફોનમાં હવે યુઝર વધારે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે કારણ કે મોબાઇલ એપ્લિકેશનમાં યુઝરને ખૂબ સારો અનુભવ મળે છે. આ કારણે હવે એપ ડેવલોપર વધારે મોબાઇલ એપ બનાવતા હોય છે.
એપ્રિલ 2022, statista.com અનુસાર એન્ડ્રોઇડ પ્લૅટફૉર્મ માટે પ્લેસ્ટોર પર 3.48 મિલ્યન જેટલી એપ્લિકેશન ઉપલબ્ધ છે અને iOS માટે એપસ્ટોર પર 2.22 મિલ્યન જેટલી એપ ઉપલબ્ધ છે.
આ ડેટા પરથી તમે જોઈ શકો છો કે વધારે મોબાઇલ એપ એન્ડ્રોઇડ પ્લૅટફૉર્મ માટે છે, એક એન્ડ્રોઇડ એપ ડેવલોપર એન્ડ્રોઇડ સ્ટુડિયો જેવા IDE દ્વારા Kotlin અને Java જેવી પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરીને એન્ડ્રોઇડ એપ બનાવે છે.
પણ જો તમને પ્રોગ્રામિંગ ભાષા ન આવડતી હોય અને તમારે એક એન્ડ્રોઇડ એપ બનાવવી હોય તો શું કરવું? આ સમસ્યાને દૂર કરવા અમે તમારા માટે એક સરસ પ્લૅટફૉર્મ “Kodular (કોડ્યુલર)” વિશે જાણકારી લઈને આવ્યા છે.
કોડ્યુલર શું છે? – What is Kodular in Gujarati?
Kodular એક એન્ડ્રોઇડ એપ બનાવવા માટેનું મફત પ્લૅટફૉર્મ છે જેમાં તમે કોઈ પણ પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કર્યા વગર એન્ડ્રોઇડ એપ બનાવી શકો છો. Kodular એક ક્લાઉડ આધારિત પ્લૅટફૉર્મ છે.
Kodular પ્લૅટફૉર્મમાં તમને એક ડ્રેગ – ડ્રોપ અને બ્લોક સિસ્ટમનું વાતાવરણ આપવામાં આવે છે, તમે પોતાની એપમાં કોઈ પણ ફીચરને બસ માઉસ દ્વારા ખસેડીને એપમાં ઉમેરી શકો છો,
હવે તે ફીચર કેવી રીતે કામ કરશે એના માટે તમારે બ્લોક ઉમેરવા પડશે જેમ કે પહેલા બ્લોકમાં એપની સ્ક્રીન ખુલશે, પછી સ્ક્રીન ખૂલ્યા બાદ શું થશે એનો તમારે બ્લોક જોડવાનો, પછી જો યુઝર આ ફીચર ન ઉપયોગ કરે તો એને શું બતાવવામાં આવશે તો એનો બ્લોક જોડવાનો,
આવી રીતે તમારે પોતાના દિમાગનો ઉપયોગ કરીને એપમાં તે ફીચર કામ કઈ રીતે કરશે તો તેના બ્લોક જોડવાના રહેશે.
કોડયુલરમાં એપ બનાવવા માટેના બે ભાગ
કોડયુલરમાં એપ બનાવવા માટેના બે ભાગ છે, 1. ડિઝાઇન અને 2. બ્લોક
- ડિઝાઇન: આ ભાગમાં તમારી એપ કેવી દેખાશે, યુઝરને કેવો અનુભવ મળશે, યુઝર ઇન્ટરફેસ કેવું હશે તેવું વગેરે એપમાં બનાવવાનું હશે, બસ તમને આજબાજુમાં જ બધા ઓપ્શન આપવામાં આવ્યા હશે, એ પ્રમાણે તમારે ડિઝાઇન સેટ કરવાની રહેશે.
- બ્લોક: આ ભાગમાં તમે જે ડિઝાઇનમાં ફીચર્સ ઉમેર્યા હશે તે કઈ રીતે કામ કરશે એ બ્લોક દ્વારા એકની પાછળ એક બ્લોક જોડીને તે ફીચર્સનું ફંક્શન નક્કી કરવાનું હશે.
આ બે ભાગને તમે સમજીને અને શીખીને સરળતાથી એક એન્ડ્રોઇડ એપ બનાવી શકો છો.
કોડયુલરનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? – Why is kodular used?
કારણ કે કોડયુલર એક ફ્રી પ્લૅટફૉર્મ છે જેમાં તમે મફત કોઈ પણ પ્રોગ્રામિંગ ભાષાની આવડત વગર સરળતાથી એન્ડ્રોઇડ એપ્લિકેશનને ડેવલોપ કરી શકો છો.
કોડયુલરમાં એપ બનાવવા માટે કોઈ ખર્ચો આવતો નથી, જ્યારે કોડયુલરમાં કોઈ એપ બનાવીને જો તેમાં જાહેરાતો ચલાવીને પૈસા કમાવવામાં આવે છે ત્યારે જ કોડયુલર તેમાથી થોડું કમિશનના પૈસા લે છે અને બીજા પૈસા એપ ડેવલોપરને મળે છે.
કોડયુલરના ફીચર્સ – Features of Kodular in Gujarati
- તમે પોતાની એપમાં યુઝર ઇન્ટરફેસ ફીચર્સને ઉમેરી શકો છો જેમ કે નોટિફાયર બટન, રેડિયો બટન, સ્લાઇડર, સ્પિનર, સ્પોટલાઇટ, સ્વિચ, ટેક્સ્ટ બોક્સ, ટાઈમ પિકર, લોડીંગ બાર, ફોટો, ચેક બોક્સ, બટન વગેરે.
- તમે અલગ – અલગ સ્ક્રીન લેઆઉટ ઉમેરી શકો છો જેમ કે કાર્ડ વ્યૂ, ગ્રીડ વ્યૂ જેવા વગેરે લેઆઉટ.
- તમે કેમકોર્ડર, કેમેરા, ઇમેજ પિકર, OCR, QR કોડ, સાઉન્ડ રિકોર્ડર, વિડિયો પિકર, Yandex ટ્રાન્સલેટ, વિડિયો પ્લેયર વગેરે ઉમેરી શકો છો.
- મેપ, એનિમેશન ફીચર્સ, અલગ – અલગ સેન્સર જેમ કે એક્સેલેરોમીટર, બારકોડ, ક્લોક, ફિંગરપ્રિન્ટ, ગ્રેવિટી જેવા વગેરે સેન્સર.
- તમે કોંટેક્ટ પિકર, ઈમેલ પિકર, ફોન કોલ, ફોન નંબર પિકર, પુશ નોટિફિકેશન, શેરિંગ, ટેકસ્ટિંગ, ટ્વિટર પણ ઉમેરી શકો છો.
- તમે સ્ટોરેજ માટે Cloudinary, File, Spreadsheet, SQLite, Tiny DB અને Tiny Web DB વગેરે ઉમેરી શકો છો.
- તમે અલગ – અલગ ડાઈનેમિક કમ્પોનેંટ, Arduino, Bluetooth, WiFi, Network, Web વગેરેના ફીચર્સ લાવી શકો છો.
- તમે ગૂગલની સર્વિસ ઉમેરી શકો છો જેમ કે Firebase Authentication, Firebase Database, Google Account Picker, Google Maps, Google Play Games, Google reCaptcha, Youtube Player વગેરે.
- તમે પોતાની એપમાં મોનેટાઇઝેશન પણ ચાલુ કરી શકો છો અને જાહેરાત લગાવીને કમાણી પણ કરી શકો છો, તમે એપ બિલિંગ પણ ઉપયોગ કરી શકો છો.
આવા તમને ઘણા બધા ફીચર્સ અથવા તેનાથી ઘણા વધારે ફીચર્સ Kodular પ્લૅટફૉર્મમાં જોવા મળે છે.
શું Kodular એક મફત પ્લૅટફૉર્મ છે? – Kodular is a free platform?
હા, જ્યાં સુધી તમે પોતાની એપમાં જાહેરાતો નથી લગાવતા ત્યાં સુધી આ Kodular મફત રહેશે, જ્યારે એપમાં જાહેરાતો લગાવશો તો તેમાથી થોડા ટકા પૈસા Kodular લેશે.
એટલે જ્યાં સુધી તમારે મફત એપ બનાવવી છે તો તમારું કામ આ પ્લૅટફૉર્મ પર સરળતાથી થઈ જશે, જો જાહેરાત લગાવશો તો Kodular તમારી કમાણીમાંથી પૈસા થોડા લેશે.
એપને ઉપયોગ અથવા પબ્લિશ કેવી રીતે કરવું?
જો તમારે પોતાની બનાવેલી એપને ઉપયોગ કરવું હોય તો તમારે ઉપર Export પર ક્લિક કરીને “Android App (.apk)” ફોર્મેટમાં ડાઉનલોડ કરવું પડશે અને તમે તે એપને પોતાના એન્ડ્રોઇડ ફોનમાં ઇન્સ્ટોલ કરીને ઉપયોગ કરી શકો છો.
જો તમારે આ એપને પ્લેસ્ટોરમાં પબ્લિશ કરવું છે તો તમે આ એપને Export પર ક્લિક કરીને “Android App Bundle (.aab)” પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો અને આ ફાઇલને તમે પ્લેસ્ટોર પર પબ્લિશ કરી શકો છો.
તમારે ગૂગલ પ્લેસ્ટોર પર ડેવલોપર એકાઉન્ટ બનાવવા માટે 25$ ખર્ચ કરવા પડે છે, પછી તમે પોતાની એપ પબ્લિશ કરી શકો છો. આ 25 ડોલર તમારે બસ એક વખત ખર્ચ કરવાના હોય છે પછી તમે જેટલી ઈચ્છો એટલી એપ પબ્લિશ કરી શકો છો.
મિત્રો તમારી પાસે Kodular પ્લૅટફૉર્મને લગતા જેટલા પણ સવાલ હોય તે તમે 7600940342 વોટ્સએપ નંબર પર અમને મોકલી શકો છો, તમને આ વોટ્સએપ નંબર દ્વારા તરત જવાબ નહીં મળે પણ અમે તેના પર આર્ટીકલ અથવા વિડિયો બનાવી દઇશું.
તમારો ખૂબ આભાર, અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:
- ગૂગલ સાઇટ્સ એટલે શું? | Google Sites વિશે માહિતી
- ગૂગલ પ્લે પ્રોટેક્ટ શું છે? જાણો Play Protect વિશે માહિતી…!!
- Move to iOS એપ શું છે? | એન્ડ્રોઇડથી આઈફોનમાં હવે સરળ
- ગૂગલ ક્રોમકાસ્ટ એટલે શું? ગૂગલ ક્રોમકાસ્ટનો ઉપયોગ કેવી રીતે કરવો?
- મોબાઈલ રેડીએશન શું છે? કેવી રીતે આ આપણાં માટે હાનિકારક છે? જાણો
- શું 24 કલાક મોબાઇલમાં ઇન્ટરનેટ ચાલુ રાખવાથી મોબાઇલને કોઈ અસર થશે?