સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ Koo માં હવે આવશે ChatGPT નું ફીચર!

Koo

Koo એક ભારતીય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ છે જેમાં તમે અલગ-અલગ કન્ટેન્ટ પબ્લિશ કરી શકો છો અને આ Twitter ની જેમ જ કામ કરે છે.

Koo હવે તેમના પ્લૅટફૉર્મમાં યુઝર વધારે પોસ્ટ બનાવી શકે એ માટે OpenAI નું ChatGPT નું ઇન્ટિગ્રેશન કરવા જઈ રહ્યું છે.

Koo માં ChatGPT ની સુવિધા આવવાથી યુઝર સરળતાથી વર્તમાનની ઘટનાઓ, રાજકારણ અથવા પોપ કલ્ચર વગેરે જેવા વિષયોને સર્ચ કરીને પોસ્ટ બનાવી શકશે.

આનાથી વધારે લોકો Koo માં કન્ટેન્ટ પોસ્ટ કરશે અને જેનાથી પ્લૅટફૉર્મમાં પણ કન્ટેન્ટ વધારે જોવા મળશે.

આ ફીચર ઉમેરવાવાળું Koo એવું પ્રથમ પ્લૅટફૉર્મ બનશે.

આ ફીચર પહેલા વેરિફાઈડ એકાઉન્ટ્સ માટે આવશે અને પછી બીજા યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.

કઈ પોસ્ટ ChatGPT થી બની છે એ તપાસવા માટે Koo તે પોસ્ટમાં લેબલ પણ લગાવશે.