LinkedIn વિશે રસપ્રદ માહિતી | LinkedIn Facts in Gujarati

સોશિયલ મીડિયા એપ કે વેબસાઇટના નામ પર તમે અત્યાર સુધી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપનું નામ સાંભળ્યુ હશે અને આ પ્લેટફોર્મને બધા જ લોકો ઉપયોગ કરે છે પણ શું તમને ખબર છે કે ઇન્ટરનેટ પર એવું પણ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જે દુનિયાની સૌથી મોટી પ્રોફેશનલ કમ્યુનિટી છે.

આ પ્લેટફોર્મનું નામ લિન્કડિન (Linkedin) છે અને આ પ્લેટફોર્મને એવા લોકો વાપરે છે જેમને જીવનમાં આગળ વધવું છે, સારા લોકો સાથે જોડાવું છે, પ્રોફેશનલ લોકો પાસેથી કઈક શીખવું છે, લિન્કડિન દુનિયાની સૌથી મોટી પ્રોફેશનલ લોકોની કમ્યુનિટી છે.

આજે આપણે લિન્કડિન વિશે ઘણી જાણવા જેવી વાતો જાણીશું જે તમે જાણશો તો જરૂર આશ્ચર્યચકિત થશો.

Biggest professional Community Linkedin in Gujarati

લિન્કડિન વિશે જાણવા જેવી વાતો

  • લિન્કડિનની શોધ 5 મે 2003માં થઈ હતી અને અત્યારે લિન્કડિન દુનિયાની સૌથી મોટી પ્રોફેશનલ નેટવર્કિંગ વેબસાઇટ છે.
  • લિન્કડિનમાં 200 દેશમાંથી 756 મિલ્યન જેટલા રજીસ્ટર થયેલા મેમ્બર્સ છે અને આ આકડો જૂન 2021નો છે.
  • લિન્કડિનની શોધ માઉન્ટેન વ્યૂ, કેલિફોર્નિયામાં થઈ હતી અને અત્યારે તેનું હેડક્વોર્ટર સનીવેલ, કેલિફોર્નિયામાં છે અને કેલીફોર્નિયા અમેરીકામાં આવેલું છે.
  • લિન્કડિનમાં અત્યારે જૂન 2021 સુધી 20,800 જેટલા કર્મચારી કામ કરે છે.
  • ઓગસ્ટ 2004માં લિન્કડિનએ 1 મિલ્યન યુઝરનો આકડો પાર કર્યો હતો અને એપ્રિલ 2007માં લિન્કડિન 10 મિલ્યન યુઝરના માઈલસ્ટોન સુધી પહોચી ગઈ હતી.
  • ફેબ્રુઆરી 2008માં લિન્કડિનએ પોતાની વેબસાઇટનું મોબાઇલ વર્ઝન લોન્ચ કર્યું હતું.
  • જાન્યુઆરી 2011માં લિન્કડિનએ પોતાનો IPO (Initial Public Offering) લોન્ચ કર્યો હતો.
  • 2011માં લિન્કડિન સોશિયલ મીડિયાની દુનિયામાં સફળતા મેળવી રહી હતી અને તે વખતે તેમના 2100 ફુલટાઈમ કર્મચારી થઈ ગયા હતા અને 2010માં માત્ર 500 કર્મચારી હતા.
  • 2016માં માઇક્રોસોફ્ટ કંપનીએ લિન્કડિનને 26.2 બિલ્યન ડોલર્સમાં ખરીદી લીધું હતું.
  • 2015માં લિન્કડિન પાસે 400 મિલ્યન જેટલા મેમ્બર્સ હતા અને 2020માં 690 મિલ્યન જેટલા મેમ્બર્સ હતા અને અત્યારે જૂન 2021માં 756 મિલ્યન મેમ્બર્સ છે.
  • લિન્કડિનમાં કોઈ પણ યુઝર પોતાની પ્રોફાઇલ બનાવી શકે છે અને તેમાં પોતાનું કામ, અનુભવ, શિક્ષણ, સ્કિલ વગેરે દર્શાવી શકે છે અને તેના હિસાબે નૌકરી પણ શોધી શકે છે.
  • લિન્કડિન પર યુઝર એકબીજાને ફોલો પણ કરી શકે છે અને કનેક્શન પણ બનાવી શકે છે, કનેક્શન એટલે પ્રોફેશનલ રિલેશનશીપ જે લિન્કડિન પર યુઝર એકબીજા સાથે બનાવી શકે છે.
  • લિન્કડિન પર અલગ-અલગ કંપનીઓ ફેસબુકની જેમ પેજ પણ બનાવી શકે છે.
  • લિન્કડિન તમને પોતાનું “CV, પોસ્ટ, બ્લોગ પોસ્ટ, ફોટા અને વિડિયો” વગેરે પબ્લીશ કરવાની સુવિધા આપે છે.
  • લિન્કડિન પર તમે નોકરી શોધી શકો છો અને જો તમારે કોઈને નૌકરી પર રાખવા હોય તો પોતાની કંપનીની જરૂરિયાત મુજબ તમે લિન્કડિન પર એવા લોકોને શોધી શકો છો.
  • એવું કહેવામાં આવે છે કે લિન્કડિન પર દર સેકન્ડ 2 નવા મેમ્બર જોડાય છે.

તો મિત્રો આશા છે કે તમને લિન્કડિન વિશે આ જાણવા જેવી અનોખી જાણકારી જાણવા મળી હશે, જો તમારે પણ પ્રોફેશનલ કમ્યુનિટીમાં જોડાવું હોય તો લિન્કડિન શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે અને અહી દુનિયાના સૌથી હોશિયાર મગજના વ્યક્તિઓ હોય છે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-

🔗  વોટ્સએપ વિશે 10 જાણવા જેવી વાતો જે તમારે જરૂર જાણવી જોઈએ

🔗  એપલ કંપની વિશે આ 10 વાતો તમારે જરૂર જાણવી જોઈએ

🔗  ગૂગલ પર આ 8 વસ્તુઓ સર્ચ કરો અને પછી જોવો કમાલ

🔗  ઇન્સ્ટાગ્રામ વિશે 10 રસપ્રદ જાણવા જેવી વાતો

🔗  માઇક્રોસોફ્ટ કંપની વિશે જાણવા જેવી વાતો