Linux OS વિશે જાણવા જેવી જાણકારી..!!

લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ખૂબ જ પાવરફુલ સિસ્ટમ છે અને આજે આપણે આ લિનક્સ OS વિશે ઘણી રસપ્રદ જાણકારી જાણીશું.

લિનક્સ એક કર્નલ તરીકે પણ ઘણું લોકપ્રિય છે, લિનક્સની શરૂઆત એક વ્યક્તિગત પ્રોજેકટ તરીકે વર્ષ 1991માં Linus Torvalds દ્વારા થઈ હતી.

Linux OS વિશે જાણવા જેવી જાણકારી..!!

Linux વિશે રસપ્રદ જાણકારી

  • શું તમને ખબર છે કે દુનિયાના સૌથી ઝડપી 500 સુપરકમ્પ્યુટર લિનક્સ દ્વારા ચાલે છે.
  • જપાનમાં બુલેટ ટ્રેનની અંદર ઓટોમેટિક ટ્રેન કંટ્રોલ સિસ્ટમને ચાલુ રાખવા અને મેંટેન કરવા માટે લિનક્સનો ઉપયોગ થાય છે.
  • હોલિવૂડમાં “ટાઈટેનિક” અને “અવતાર” ફિલ્મમાં જે Visual Effects નો ઉપયોગ થયો હતો તે વિઝ્યુલ ઇફેક્ટ બનાવવામાં લિનક્સ પ્લૅટફૉર્મની એક 3D એપ્લિકેશન FOSS સોફ્ટવેરનો ઉપયોગ થયો હતો.
  • સૌથી પહેલું લિનક્સ કર્નલ માત્ર 65 KB સાઇઝ લેતું હતું.
  • 2018 સુધી લિનક્સ કર્નલમાં 20,323,379 લીટીનો કોડ લખાયેલો હતો.
  • openhub.net વેબસાઇટના ડેટા મુજબ લિનક્સનો 95% કોડ C પ્રોગ્રામિંગ ભાષામાં લખાયેલો છે.
  • વર્ષ 2000 ની આસપાસ એપલના સ્થાપક સ્ટીવ જોબ્સએ લિનક્સના ક્રિએટર Linus Torvalds ને નોકરી ઓફર કરી હતી અને એક શરત પણ મૂકી હતી કે લિનક્સનું ડેવલોપમેન્ટ તમારે બંધ કરવું પડશે પણ Linus Torvalds એ આ ઓફરને નકારી હતી.
  • Android દુનિયાનું સૌથી મોટું મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે પણ તમને ખબર છે કે આ OS લિનક્સ કર્નલ પર કામ કરે છે.
  • લિનક્સનો ઉપયોગ NASA, ESA અને SpaceX પણ પોતાના સ્પેસ પ્રોગ્રામ માટે કરે છે.
  • શું તમે જાણો છો કે લિનક્સનો ઉપયોગ દરેક જગ્યાએ કરવામાં આવે છે જેમ કે સ્માર્ટફોન, સર્વર, સબમરીન અને સ્પેસ રોકેટ જેવા વગેરે સાધનોમાં…

તો મિત્રો આશા છે કે તમને આજની આ લિનક્સ કર્નલ વિશેની ઘણી રસપ્રદ માહિતી મળી હશે. તમારા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: