Microsoft Edge બ્રાઉઝરમાં આવશે ફ્રી VPN સુવિધા

Microsoft Edge

 

મિત્રો આજના વધતા ઈન્ટરનેટના વપરાશને કારણે ઈન્ટરનેટ હેકિંગના કિસ્સા પણ વધી રહ્યા છે અને લોકોના ડેટા પણ સુરક્ષિત નથી હોતા, આવી સ્થિતિમાં આપણે એક સુરક્ષિત VPN (Virtual Private Network) નો ઉપયોગ જરૂર કરવો જોઈએ જેથી ઈન્ટરનેટ પર આપણી એક્ટિવિટીને સુરક્ષિત બનાવી શકાય.

માઇક્રોસોફ્ટ હવે પોતાના “Edge” બ્રાઉઝરમાં VPN ની સુવિધા લાવવા માટે કામ કરી રહ્યું છે. જો એક યુઝર VPN નો ઉપયોગ કરે છે તો તે ઘણો વધારે સુરક્ષિત રહી શકે છે કારણ કે તેના ડેટા ઈન્ટરનેટ પર Encrypt થઇ જાય છે.

માઇક્રોસોફ્ટ પોતાના બ્રાઉઝરમાં “Edge Secure Network” ની સુવિધા પર કામ કરી રહ્યું છે અને અમુક રિપોર્ટ પ્રમાણે આ સુવિધા તમારા ઈન્ટરનેટ કનેક્શનને Encrypt કરી દેશે.

યુઝર Virtual IP એડ્રેસની મદદથી પોતાનું લોકેશન છુપાવી શકશે અને સુરક્ષિત રીતે બ્રાઉઝિંગ કરી શકશે.

આ સુવિધા ફ્રી હશે પણ ફ્રી સર્વિસમાં અમુક લિમિટેશન પણ હોઈ શકે છે, હજુ વધારે જાણકારી હશે તો અમે તમને જરૂર જણાવીશું. આ સુવિધામાં હજુ ઘણા ફીચર્સ તમને આગળ જોવા મળશે જે તમને ઈન્ટરનેટ પર સુરક્ષિત રહેવા માટે મદદ કરશે.