Microsoft Edge શું છે? Microsoft Edge વિશે માહિતી

ઇન્ટરનેટ પર આપણે અલગ-અલગ પ્રકારની વેબસાઇટને ખોલવા અને તેમાં રહેલી સામગ્રીને ડાઉનલોડ કરવા અને ઉપયોગ કરવા માટે એક વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીએ છીએ.

ઇન્ટરનેટ પર ઘણા લોકપ્રિય વેબ બ્રાઉઝર ઉપલબ્ધ છે જેમ કે Google Chrome, Mozilla Firefox, Microsoft Edge, Brave, Opera વગેરે… જેનો ઉપયોગ કરીને આપણે ખૂબ સરળતાથી પોતાના મોબાઇલ કે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ સાથે જોડાઈ શકીએ છીએ.

આજે આપણે એક ઉપયોગી વેબ બ્રાઉઝર “માઇક્રોસોફ્ટ એજ (Microsoft Edge)” વિશે જાણકારી જાણવાના છીએ.

Microsoft Edge શું છે? (What is Microsoft Edge?)

Microsoft Edge શું છે?

Microsoft Edge એક વેબ બ્રાઉઝર છે જેનો ઉપયોગ કરીને આપણે ઇન્ટરનેટ પરની અલગ-અલગ વેબસાઇટ ખોલી શકીએ છીએ અને આપણે ઇન્ટરનેટ પરથી જે પણ ફોટો, વિડિયો, ઓડિઓ, ડોક્યુમેંટ્સ વગેરે ડાઉનલોડ કરવા હોય એ આપણે કરી શકીએ છીએ.

જે રીતે Google Chrome બ્રાઉઝર છે એ જ રીતે Microsoft Edge પણ બ્રાઉઝર છે જેને લોકપ્રિય અમેરિકન સોફ્ટવેર કંપની “Microsoft” દ્વારા બનાવવામાં આવ્યું છે.

માઇક્રોસોફ્ટએ પોતાનું સૌપ્રથમ વેબ બ્રાઉઝર “Internet Explorer” વર્ષ 1995માં શરૂ કર્યું હતું જ્યારે ઇન્ટરનેટનો શરૂઆતી સમય હતો. ત્યારબાદ 2015માં માઇક્રોસોફ્ટએ “Internet Explorer“ની જગ્યાએ પોતાનું નવું “Edge” બ્રાઉઝર 2015માં લોન્ચ કર્યું.

Microsoft Edge ની શરૂઆત ક્યારે થઈ અને કોણે કરી?

Microsoft Edge ની શરૂઆત ક્યારે થઈ અને કોણે કરી?

Microsoft Edge વેબ બ્રાઉઝરને Windows 10 OS સાથે 2015માં રિલીઝ કરવામાં આવ્યું હતું અને તે સમયે તેમાં પોતાના બ્રાઉઝર એંજિન “EdgeHTML” અને “Chakra” જાવાસ્ક્રીપ્ટ એંજિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ 2020માં એક નવું Microsoft Edge બ્રાઉઝર લોન્ચ કરવામાં આવ્યું જે “Chromium” પર આધારિત હતું અને Blink અને V8 બ્રાઉઝર એંજિનનો ઉપયોગ થયો હતો.

Microsoft Edge ના ફીચર્સ

Microsoft Edge ના ફીચર્સ

  • Web Capture : આ ફિચરનો ઉપયોગ વેબપેજનો સ્ક્રીનશોટ લેવા માટે થાય છે. જેની અંદર પણ બે ઓપ્શન આપેલા હોય છે. એક તો તમે અમુક ભાગનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને બીજું તમે ફુલ પેજનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો.
  • Apps : આ ફિચરની મદદથી તમે કોઈ પણ વેબસાઈટ અથવા વેબ પેજને એપ્લિકેશનની અંદર કન્વર્ટ કરીને ઇન્સ્ટોલ કરી શકો છો અને તેનું નામ પણ રાખી શકો છો. આ ફિચરનો મહત્વનો ફાયદો એ છે કે તમે કોઈ પણ વેબસાઇટને ઝડપથી ખોલી શકો છો. આ એપને તમે ટાસ્કબાર પર પણ Pin કરી શકો છો. એપ બનાવ્યા પછી જો તમારે તેનો ઉપયોગ ના કરવો હોય તો તેને Uninstall પણ કરી શકો છો.
  • Stay Safe Online : તમે આમાં સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને તમે સ્માર્ટ સ્ક્રીન, પાસવર્ડ મોનિટર, કિડ્સ મોડ, ટ્રેકર બ્લોક કરીને જેવા અલગ-અલગ સિક્યોરિટી ફીચરનો ઉપયોગ કરીને સુરક્ષિત બ્રાઉઝિંગ કરી શકો છો.

  • Collection : આ એક એવું ફીચર છે જેમાં તમે તમારી કામની વેબસાઈટનો ડેટા એક જ જગ્યા પર એકઠો કરીને રાખી શકો છો. જેમ કે કોઈ પણ ફોટો, વીડિઓ, પેરેગ્રાફ, કન્ટેન્ટ, નોટસ, લિંક આ બધુ જ ભેગું કરી શકાય છે. તમે માઉસ દ્વારા તે કોઈ પણ વસ્તુ ઉપર રાઇટ ક્લિક કરીને તેને Collection માં ઉમેરી શકો છો.
  • QR Code Generator : આ ફીચરમાં તમે કોઈ પણ વેબસાઇટની લિંકનો QR Code બનાવી શકો છો. આ માટે તમારે એડ્રેસ બારમાં જે લિંક આપેલી છે તેને સિલેક્ટ કરવાની છે અને તેની જમણી બાજુએ QR કોડનું નિશાન દેખાતું હશે તેના પર ક્લિક કરશો એટલે QR કોડ બની જશે.
  • Sleeping Tab : આ ફીચરનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે તમે બ્રાઉઝરની અંદર ઘણી બધી ટેબને ખોલીને રાખી હોય છે. એમાંથી અમુક ટેબ તમે થોડા સમય માટે ખોલતા નથી તો તે Sleep mode માં જતી રહે છે જેનાથી તમારા CPU નો 30% વપરાશ ઘટી જાય છે.
  • PDF Reader : આ ફીચરનો ઉપયોગ તમે જે PDF ફાઇલ ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરો છો તેને વાંચવા માટે થાય છે. આ ફીચરને લીધે તમારે અન્ય થર્ડ પાર્ટી PDF Reader સોફ્ટવેરની જરૂર પડતી નથી. આમાં પણ બીજા ઓપ્શન આવે છે જેમ કે તમે PDF ફાઈલના કન્ટેન્ટને સાંભળી શકો છો, માહિતીને હાઈલાઇટ પણ કરી શકો છો, કલર પણ કરી શકો છો, માહિતીને ભૂસી (Erase) પણ શકો છો, ફાઇલની સાઈઝ વધારી ઘટાડી શકો છો અને આખી ફાઈલને સેવ પણ કરી શકો છો.
  • Vertical Tabs : આ ફીચરનો ઉપયોગ ઘણા બધા ટેબ ખોલ્યા હોય અને તે ટેબનું આખું નામ તમે જોઈ ના શકતા હોવ તો આ Vertical tab નો ઉપયોગ કરીને તમે ડાબી બાજુમાં તે પૂરું નામ જોઈ શકો છો. આના માટે તમારે બ્રાઉઝરની અંદર આ ફીચરને On કરવાનું હોય છે.
  • Group Tabs : આ ફીચરનો ઉપયોગ ઘણા બધા ટેબને એક જ ગ્રુપનું ટેબ બનાવવા માટે થાય છે. 
  • Read Mode : આ ફીચરની અંદર તમે વેબપેજને વાંચી શકશો. જેવી રીતે તમે book વાંચતા હોય તે જ રીતે તમે વેબપેજને પણ વાંચી શકશો. જેમ કે કોઈ બ્લોગ હોય techzword.com જેવો અને એમાં તમારે ફક્ત કન્ટેન્ટ જોવો છે અને વાંચવો છે તો આ રીતે આ મોડને ચાલુ કરીને તમે ઉપયોગ કરી શકો છો.
  • Reopen Closed Tab : આ ફીચરનો ઉપયોગ બ્રાઉઝરની અંદર તમે ઘણા બધા ટેબ ખોલીને રાખ્યા હોય અને જો ભૂલથી તમારું બ્રાઉઝર બંધ થઈ જાય તો તે જ ટેબને તમે ફરીવાર ખોલી શકો છો.

Microsoft Edge નો ઉપયોગ કેમ કરવો જોઈએ?

Microsoft Edge નો ઉપયોગ કેમ કરવો જોઈએ?

Microsoft Edge બ્રાઉઝરમાં તમને ઘણા સરસ-સરસ ઉપયોગી ફીચર્સ આપવામાં આવે છે અને આ બ્રાઉઝર તમને તમારા Windows OSમાં ડિફોલ્ટ જોવા મળે છે જેના કારણે તમે સરળતાથી તેનો ઉપયોગ કરી શકો છો.

જો તમે માઇક્રોસોફ્ટની અલગ-અલગ સર્વિસનો ઉપયોગ કરો છો તો તમને આ વેબ બ્રાઉઝર ઘણું ઉપયોગી થશે અને આ કારણે તમારે Microsoft Edge નો ઉપયોગ કરવો જોઈએ.

Microsoft Edge કયા OS માટે ઉપલબ્ધ છે?

Microsoft Edge કયા OS માટે ઉપલબ્ધ છે?

Microsoft Edge નીચેના OS માટે ઉપલબ્ધ છે.

  • Windows 7/8/8.1/10/11
  • Windows Server
  • macOS
  • Linux
  • iOS
  • Android

મિત્રો આશા છે કે આજે તમને Microsoft Edge બ્રાઉઝર વિશે ઘણું શીખવા અને જાણવા મળ્યું હશે.

અમારી અન્ય પોસ્ટ: