MIUI નું ફુલ ફોર્મ – MIUI Full Form in Gujarati
MIUI નું પૂરું નામ “MI User Interface” છે.
કોઈ પણ કમ્પ્યુટર એક ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેર દ્વારા ચાલે છે અને તેમાં મોબાઇલ પણ એક પ્રકારનું મિનિ-કમ્પ્યુટર છે.
તમે અત્યારે જે પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તેમાં ઓપરેટિંગ સિસ્ટમ સૌથી પહેલા ઇન્સ્ટોલ કરવામાં આવે છે, અત્યારે સૌથી લોકપ્રિય Android અને iOS ઓપરેટિંગ સિસ્ટમ છે.
iOS માત્ર એપલ કંપનીના ડિવાઇસમાં ચાલે છે અને તેના સિવાય મોટા ભાગના સ્માર્ટફોન Android OS પર ચાલે છે, આ Android OS ગૂગલ કંપનીનું એક પ્રોડક્ટ છે.
Android એક ઓપન સોર્સ પ્રોજેકટ છે અને કોઈ પણ સ્માર્ટફોન કંપની આ ઓપરેટિંગ સિસ્ટમમાં બદલાવ કરીને પોતાના સ્માર્ટફોનમાં ઉપયોગ કરી શકે છે અને ગ્રાહકોને તે સ્માર્ટફોન વેચી શકે છે.
ઘણી બધી કંપનીઓ Android OS નો ઉપયોગ કરે છે જેમાં Xiaomi કંપની પણ તે ઉપયોગ કરે છે, હવે Xiaomi કંપની પોતાના સ્માર્ટફોનમાં Android OSને મોડીફાય કરીને તેમાં પોતાની એપ્સ, થીમ અને અલગ-અલગ ફીચર્સ ઉમેરશે અને તેને ROM (રોમ) કહેવાય છે.
તમે Android ઓપરેટિંગ સિસ્ટમમાં પોતે એક ડેવલોપર તરીકે બદલાવ કરીને પોતાનું એક મોડીફાય કરેલું કસ્ટમ રોમ (Custom ROM) ઇન્સ્ટોલ કરી શકો છો.
ઘણા એવા સ્માર્ટફોન છે જેમાં તમને 100% Pure Android ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળે છે જેમ કે ગૂગલના સ્માર્ટફોન પિક્સેલ ફોન.
Xiaomi કંપની પોતાના સ્માર્ટફોનમાં MIUI નો ઉપયોગ કરે છે જે Android OS પર જ આધારિત હોય છે પણ તેમાં Xiaomi કંપની દ્વારા ઘણું મોડીફિકેશન કરેલું હોય છે. હાલ MIUI 12 ચાલી રહ્યું છે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો :