મિત્રો આપણા ભારત દેશની વસ્તી અંદાજીત 140 કરોડ હશે અને આમાથી કરોડો લોકો મોબાઇલનો ઉપયોગ પોતાના રોજિંદા જીવનમાં કરે છે.
મોબાઇલનો ઉપયોગ તો આપણે કરીએ છીએ પણ ઘણા લોકોને MOBILE ના ફુલ ફોર્મ વિશે નહીં ખબર હોય એટલે આજે આપણે MOBILE નું ફુલ ફોર્મ જાણીશું અને અન્ય માહિતી પણ જાણવાનો પ્રયાસ કરીશું.
MOBILE નું ફુલ ફોર્મ શું છે?
Mobile નું પૂરું નામ છે “મોડીફાઇડ ઓપરેશન બાઈટ ઇંટિગ્રેશન લિમિટેડ એનર્જી (Modified Operation Byte Integration Limited Energy)“.
Mobile ની શોધ..!!
વિશ્વમાં સૌથી પહેલા મોબાઈલની શોધ માર્ટિન કૂપરએ કરી હતી. માર્ટિનએ જ્યારે મોબાઈલની શોધ કરી ત્યારે તે મોટોરોલા કંપનીમાં કામ કરતા હતા.
આ શોધ થયા પછી કમ્યુનિકેશન પ્લેટફોર્મમાં એક મોટી ક્રાંતિકારી આવી. ત્યારબાદ જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી ગઈ તેમ વજનમાં હલકા મોબાઈલ માર્કેટમાં આવતા ગયા.
“એમ કહેવાય છે કે પહેલો ફોન એક મોબાઇલ ફોન એક ઈંટ જેટલો વજનદાર હતો.“
માર્ટિન કૂપરએ એક એવા ફોનની શોધ કરી હતી જેને તમે હાથમાં લઈને વાત ચિત કરી શકો અને કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકો, તેમાં ચાર્જિંગની સુવિધા હતી પણ સ્ક્રીન ન હતી.
તેમાં ફોન પર વાત કરવા માટે ચાર્જ ચૂકવવો પડતો હતો જે દર મહિને ફિક્સ ભાવ હતો.
અત્યારે તો તમે મોબાઇલ ફોનમાં ઘણું બધુ કરી શકો છો પણ પહેલા માત્ર કોલિંગની સુવિધા હતી અને પછી ધીમે-ધીમે આ ટેક્નોલોજીનો વિકાસ થયો અને આજે તમે વિડિયો, ફોટો કેપ્ચર કરી શકો, ગેમ રમી શકો, ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો…!!
મોબાઈલના ફાયદા કયા કયા છે?
- મોબાઈલ ફોનથી તમે દુનિયાના કોઈ પણ ખૂણે હોય તમે એક બીજા સાથે આરામથી તમારી જગ્યાએ રહીને વાત કરી શકો છો.
- મોબાઈલમાં તમે મહત્વના ફોટો, વિડિઓ, સોન્ગ, મૂવી, ડોક્યુમેન્ટ વગેરેને સાચવી શકો છો અને ગમે ત્યારે જરૂર પડે તમે તેને જોઈ શકો છો.
- તમારે કોઈ પણ જગ્યાના અથવા તો તમારા ફોટો અને વિડિઓ શૂટ કરવાની જરૂર પડે છે તો તમે મોબાઈલના કેમેરાનો ઉપયોગ કરી શકો છો. અત્યારે લેટેસ્ટ મોબાઈલમાં કેમેરાની ક્વોલિટી સારી હોય છે જે તમને પરફેક્ટ ફોટો ખેંચીને આપે છે.
- જો તમે ગમે ત્યારે કોઈ પણ મુશ્કેલીમાં આવી ગયા હોય તો ફોન દ્વારા તમે તમારા પરિવારને જાણ કરી શકો છો અથવા એક્સિડેન્ટ થયું હોય તો હોસ્પીટલનો સંપર્ક કરી શકો છો.
- મોબાઈલની અંદર ઈન્ટરનેટની સુવિધા પણ હોય છે જેની મદદથી તમે ગૂગલમાંથી ગમે તે માહિતી વિશે જાણી શકો છો.
- મોબાઇલની ક્રાંતિને કારણે તમે ઓનલાઇન સરળતાથી પૈસાની લેવડ-દેવડ કરી શકો છો.
મોબાઈલના ગેરફાયદા કયા કયા છે?
- મોબાઈલમાં ઘણા બધા ફીચર્સ હોવાથી તેમાં ઈન્ટરનેટ અને કોલનો ખર્ચો વધી જાય છે. (ભારતમાં કોલિંગ રેટ અને ઇન્ટરનેટ રેટ સસ્તો છે પણ…!!)
- મોબાઈલ અને ઈન્ટરનેટના ઉપયોગથી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો પોતાનો સમય અને ભવિષ્ય ખરાબ કરી રહ્યા છે.
- ઘણા બધા રિસર્ચ પછી એવું તારણ કાઢવામાં આવ્યું છે કે મોબાઈલમાંથી નીકળતા રેડિએશન માનવ શરીર માટે નુકસાન કારક છે. (એટલે થોડી સાવચેતી જરૂરી છે..!!)
- જ્યારે લોકો એકલા હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ કરવા લાગે છે જેને કારણે લોકો ફેમિલી મેમ્બર સાથે અંગત જીવનની વાતચીત કરવાનું ટાળી રહ્યા છે.
આશા છે MOBILE વિશે આ સામાન્ય જાણકારી તમને ઉપયોગી થઈ હશે, MOBILE નું પૂરું નામ જો તમને ખબર ન હતું તો જરૂર કમેંટમાં જણાવજો..!!
અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલજો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો :