મિત્રો મોટા ભાગના લોકો અત્યારે Android સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં હોય છે અને ઘણા લોકો હોય છે જે પોતાનો એક આઇફોન ખરીદવાનો વિચારતા હોય છે અથવા તેમને પોતાનો એક નવો આઇફોન ખરીદ્યો હોય છે.
હવે જ્યારે તમે Android ફોનમાંથી iPhone ઉપયોગ કરવાનું વિચારો તો તમે તમારા ડેટાને પણ ટ્રાન્સફર કરવાનું વિચારો છો કે કઈ રીતે તમે પોતાના Android ફોનના ડેટાને iPhone માં સરળતાથી મોકલી શકું.
આ પોસ્ટમાં આજે તમને હું એક એપ વિશે જણાવીશ જેના દ્વારા આ પ્રોસેસ સરળતાથી શક્ય છે જે એપનું નામ છે “Move to iOS“
Move to iOS એપ શું છે?
“Move to iOS” એક Android મોબાઇલ એપ્લિકેશન છે જેના દ્વારા કોઈ યુઝર જો પોતાનો નવો આઇફોન ખરીદે તો તે પોતાના Android ફોનમાંથી પોતાના ડેટાને સરળતાથી વાયરલેસ પ્રોસેસ દ્વારા ટ્રાન્સફર કરી શકે છે.
આ એપને તમારે પોતાના Android ફોનમાં પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરવાની હોય છે અને પછી તમે તમારા નવા આઇફોનમાં વાઈફાઈ દ્વારા Android ફોનમાંથી ડેટાને મોકલી શકો છો.
આ મોબાઇલ એપ Apple કંપનીની જ એપ છે જેથી તેમણે આ ડેટા ટ્રાન્સફર કરવાની પ્રોસેસને સરળ બનાવ્યું છે.
કયા ડેટા આ એપ દ્વારા ટ્રાન્સફર કરી શકાશે?
- મોબાઇલ નંબર
- મેસેજ હિસ્ટ્રી
- ફોટો અને વિડિયો
- ફોટો આલ્બમ
- ફાઇલ્સ અને ફોલ્ડર
- ડિસ્પ્લે સેટિંગ
- એક્સેસબિલિટી સેટિંગ્સ
- વેબ બૂકમાર્ક
- ઈમેલ એકાઉન્ટ
- કેલેંડર
- મોબાઇલ એપ જે પ્લેસ્ટોર અને એપસ્ટોરમાં ઉપલબ્ધ હશે
મિત્રો ઉપર પ્રમાણેના તમે ડેટાને તમે Android ફોનથી iPhone માં સરળતાથી ટ્રાન્સફર કરી શકો છો.
“Move to iOS” એપનો ઉપયોગ કેવી રીતે કરવો?
મિત્રો આ એપનો ઉપયોગ કરવો સરળ છે પણ અમે તમારા માટે ડાઇરેક્ટ યૂટ્યૂબ પરથી બે વિડિયો શોધ્યા છે જેને તમે ધ્યાનથી જોવો તો તમને આ પ્રોસેસ ખબર પડી જશે.
મિત્રો આશા છે કે આ મોબાઇલ એપ તમને ભવિષ્યમાં ખૂબ કામ લાગશે અને તમને આ જાણકારી કામ લાગશે.
તમારો ખૂબ આભાર, તમે અમારી અન્ય પોસ્ટ પણ વાંચો.