ક્રોમ સામે માઇક્રોસોફ્ટની જબરદસ્તી તો જોવો!

Microsoft Edge's Banner on Google Chrome's site

પર્સનલ કમ્પ્યુટરના માર્કેટમાં માઇક્રોસોફ્ટ કંપની અત્યારે રાજા છે.

પણ હાલમાં માઇક્રોસોફ્ટ આ માર્કેટમાં રાજા બની રહેવા માટે ઘણી જબરદસ્તી કરી રહ્યું છે.

અત્યારે માઇક્રોસોફ્ટ પાસે પોતાનું વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે અને તેમાં જ તેનું વેબ બ્રાઉઝર “Microsoft Edge” ડિફોલ્ટ રીતે તમને સેટ જોવા મળે છે અને તેની અંદર પણ તમને તેનું “Bing” સર્ચ એંજિન ડિફોલ્ટ જોવા મળે છે.

હવે માઇક્રોસોફ્ટ પોતાના ઇકોસિસ્ટમ દ્વારા મોનોપોલી કરવાનો પ્રયત્ન કરી રહી છે.

જ્યારે તમે માઇક્રોસોફ્ટના બ્રાઉઝરમાં ગૂગલના “Chrome” બ્રાઉઝરને ડાઉનલોડ કરશો તો આ Edge બ્રાઉઝર યુઝરને જણાવી રહ્યું છે “Microsoft Edge runs on the same technology as Chrome, with the added trust of Microsoft.

આ રીતે માઇક્રોસોફ્ટ યુઝરને બીજા બ્રાઉઝરને પોતાના બ્રાઉઝરમા ડાઉનલોડ કરવાથી એલર્ટ કરી રહ્યું છે કે અમારું બ્રાઉઝર પણ ક્રોમ જેવી જ ટેક્નોલોજી ઉપર કરી રહ્યું છે.

તો આ એક પ્રકારની જબરદસ્તી થઈ હોય એવું કહી શકાય.

Google Search recommending to download Google Chrome

ગૂગલમાં પણ તમે જોવો તો જ્યારે તમે ગૂગલની કોઈ સેવાને બીજા ડિવાઇસ કે બ્રાઉઝરમાં ઉપયોગ કરો જેમ કે Safari અને Firefox જેવા વગેરે બ્રાઉઝર તો તમને ક્યારેક ગૂગલના સર્ચમાં, યુટ્યુબમાં કે જીમેલમાં ક્રોમ ડાઉનલોડ કરવાની નોટિફિકેશન મળી હશે પણ આ નોટિફિકેશન ગૂગલ પોતાના વેબસાઇટમાં આપી રહ્યું છે.

પણ અહી તો માઇક્રોસોફ્ટ પોતાના બ્રાઉઝરમાં જ વેબસાઇટની ઉપર મોટું એક બેનર બતાવે છે અને ક્રોમના ડાઉનલોડ પેજમાં માઇક્રોસોફ્ટના Edge નું પ્રમોશન કરવાનું ચાલુ રાખે છે.

આ વિશે જાણકારી એક ટ્વિટર યુઝરએ ટ્વીટ કરીને સ્ક્રીનશૉટ દ્વારા જણાવી હતી જે ટ્વીટ તમે ઉપર જોઈ હશે.

તો આ રીતે આ કંપનીઓ યુઝર વધારવા માટે કઈ પણ કરી રહી છે.

આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે.

તમારો ખૂબ આભાર.