ઇન્ટરનેટ પર આપણે ઘણી અલગ-અલગ પ્રકારની સામગ્રીઓ જોઈએ છીએ જેમાં કોઈ ડિજિટલ આર્ટ, મ્યુઝિક, વિડિયો, સોશિયલ મીડિયા પોસ્ટ, ચિત્ર વગેરે હોય છે.
આ બધી વસ્તુઓને ડિજિટલ સંપત્તિ (Digital Asset) કહેવાય છે. જેવી રીતે બહારની દુનિયામાં મકાનો, જમીન, ગાડી વગેરે ભૌતિક સંપત્તિ હોય છે તેવી રીતે ઇન્ટરનેટ પર તમારી કોઈ સંપત્તિ હોય તો તેને ડિજિટલ સંપત્તિ કહેવાય છે.
ઇન્ટરનેટ પર આવી અસંખ્ય ડિજિટલ સંપત્તિઓ છે જેમાં અમુક વસ્તુઓની તો ઘણી ડુપ્લિકેટ કોપી પણ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.
હવે જો કોઈ પણ વ્યક્તિ ઇન્ટરનેટ પરની કોઈ પણ સંપત્તિ પર પોતાનો હક કરે તો કહેવું મુશ્કેલ છે કે આ સંપત્તિ તેની જ પોતાની છે કે નહીં, કારણ કે ઇન્ટરનેટ પર એક જ વસ્તુની ઘણી બધી ડુપ્લિકેટ કોપી છે.
જો કોઈ ડિજિટલ સંપત્તિના માલિક વિશે જાણવું હોય અથવા તેનો માલિક કોણ છે એ પણ અહી જાણવું મુશ્કેલ છે.
આ સમસ્યાને દૂર કરવા માટે NFT આવી ગઈ છે, NFT બધા જ માટે એક નવી સિસ્ટમ છે અને આજે આપણે NFT વિશે જાણકારી મેળવવાના છીએ.
NFT એટલે શું? – What is NFT in Gujarati?
NFT એટલે “નોન ફંજીબલ ટોકન (Non Fungible Token)“
NFT માં નોન ફંજીબલ (Non Fungible) એટલે શું?
નોન ફંજીબલ એટલે એવી વસ્તુ જે એકદમ પૂરી દુનિયામાં અલગ છે અને તે માત્ર એક જ છે, તે વસ્તુ બીજી કોઈ પણ વસ્તુ દ્વારા ન બદલાઈ શકે.
ઉદાહરણ તરીકે તમારી પાસે ગૂગલ કંપનીનો એક પિક્સેલ સ્માર્ટફોન છે, હવે આવા સ્માર્ટફોન પૂરી દુનિયામાં ઘણા લોકો પાસે છે. તો તમારો પિક્સેલ સ્માર્ટફોન બીજા લોકો જેવો જ છે અને તેને બદલી શકાય છે તો આ “ફંજીબલ” છે.
હવે જો ગૂગલના તે જ પિક્સેલ સ્માર્ટફોનની પાછળ તમને ગૂગલ કંપનીના CEO “સુંદર પિચાઈ” ખુદ પોતાની સહી કરીને તમને આપે તો તમારો સ્માર્ટફોન “નોન ફંજીબલ” છે, “તમારો સ્માર્ટફોન હવે બીજા લોકો પાસે જે ફોન છે તેના કરતાં અલગ કહેવાશે અને તેની કઈક વધારે વેલ્યૂ હશે.”
આવી રીતે કોઈ 2 લોકો પાસે 2000 રૂપિયાની નોટ છે અને એક નોટમાં કોઈ સેલેબ્રિટીની સહી છે અને બીજી નોટમાં નથી, તો સેલેબ્રિટીની સહી વાળી નોટ એક અલગ નોટ હશે અને તે બીજી નોટ સાથે નહીં બદલાય તો આવી રીતે તે “નોન ફંજીબલ” છે.
આવી રીતે ડિજિટલ દુનિયામાં નોન ફંજીબલ કોઈ ટ્વિટ, પોસ્ટ, ફોટો, વિડિયો, ઓડિઓ વગેરે હોય શકે, ડિજિટલ કોઈ પણ સંપત્તિ “નોન ફંજીબલ” હોય શકે જે ક્યારેય બીજી ડિજિટલ સંપત્તિ દ્વારા નહીં બદલાય.
જેમ કે ટ્વિટરના સીઇઓનો પહેલો ટ્વિટ બીજા ટ્વિટ સાથે ન બદલી શકાય કારણ કે તે ટ્વિટર પ્લૅટફૉર્મનો સૌથી પહેલો ટ્વિટ છે અને ટ્વિટરના જૂના સીઇઓનો પણ પ્રથમ ટ્વિટ છે.
આવી રીતે NFT નોન ફંજીબલ હોય છે, તેને બદલી ન શકાય, તે પૂરી દુનિયામાં અલગ છે.
NFT માં ટોકન શું છે?
જ્યારે આપણે કોઈ નોન ફંજીબલ ડિજિટલ સંપત્તિ જેમ કે વિડિયો, ફોટો વગેરેને બ્લોકચેન સાથે જોડીએ છીએ ત્યારે તેમાં એક ટોકન જોડાય છે.
આ ટોકન દ્વારા તે NFT ની માલિકી, તે કેટલી વખત વેંચાયો, કેટલામાં વેંચાયો તેવા બધા જ રેકોર્ડ તે NFT ને લગતા બ્લોકચેનમાં સ્ટોર રહે છે.
બ્લોકચેન વિશે તમારે જાણવું હોય તો પહેલા આ પોસ્ટ વાંચો અમારી: બ્લોકચેન વિશે જાણકારી
જેથી તમને બ્લોકચેન ટેક્નોલૉજીનો આઇડિયા આવી જશે અને તમને ખબર પણ પડી જશે કે NFT કઈ રીતે કામ કરે છે.
NFT બ્લોકચેન દ્વારા કામ કરવાથી તેમાં ટોકન ઉપલબ્ધ હોય છે જે કોઈ નોન ફંજીબલ ડિજિટલ સંપત્તિ સાથે જોડવામાં આવે છે અને બ્લોકચેનમાં તે એક NFT બને છે.
આવી રીતે NFT ના બધા જ રેકોર્ડ બ્લોકચેનમાં સ્ટોર થાય છે અને બ્લોકચેન કોઈ એક કંપની કે સરકાર દ્વારા નથી ચાલતું, પૂરી દુનિયા દ્વારા બ્લોકચેન ચાલે છે, આ સમજવા માટે તમારે અમારી ઉપરની બ્લોકચેન પોસ્ટ વાંચવી પડશે.
NFT ની જરૂર કેમ છે?
NFT ની જરૂર એટલા માટે છે કે તેના દ્વારા ઇન્ટરનેટ પર અલગ – અલગ ફોટા, વિડિયો, GIF, પોસ્ટ, ટ્વિટ વગેરેની માલિકીને સાચવી રખાય, તેનો માલિક કોણ છે તે જાણી શકાય.
જેવી રીતે આપણી અસલી દુનિયામાં કોઈ નવી શોધ કરતાં હોઈએ અથવા કોઈ નવું એકદમ અલગ પ્રોડક્ટ બનાવતા તેનું પેટેન્ટ કરાવીને તેની માલિકી રજીસ્ટર કરાવીએ છીએ તો તે પ્રમાણે ઇન્ટરનેટ પર આપણે આપણી અલગ વસ્તુનું NFT બનાવીને તેની માલિકી લઈ શકીએ છીએ.
NFT બ્લોકચેન પર હોવાથી તેના રેકોર્ડમાં કોઈ છેડછાડ પણ ન કરી શકે, NFT બ્લોકચેન પર કામ કરે છે અને તમારે NFT સમજતા પહેલા બ્લોકચેન સમજવું ઘણું જરૂરી છે.
તો ઇન્ટરનેટ પર કોઈ સંપત્તિની માલિકી લેવા અથવા જાણવા NFT ની જરૂર છે.
NFT ના ભાવ કોણ નક્કી કરે છે?
મિત્રો, કોઈ પણ ચિત્ર કે આર્ટ હોય તો તેના ભાવ નક્કી કરવા મુશ્કેલ છે,
કારણ કે એક આર્ટ એક વ્યક્તિને વધારે પસંદ છે અને તે જ આર્ટ બીજા વ્યક્તિને બિલકુલ પસંદ નથી.
આ કારણે કોઈ પણ આર્ટના ભાવ લોકો જ લગાવે છે, ઉદાહરણ તરીકે તમે કોઈ આર્ટ જોઈ અને તમારે તે આર્ટ ખરીદવું છે,
તો તમે કહેશો કે તે આર્ટ હું 1000 રૂપિયામાં ખરીદીશ અને જો તે જ આર્ટ બીજા વ્યક્તિને પસંદ આવ્યું તો બીજો વ્યક્તિ કહેશે કે આ આર્ટ હું 5000 રૂપિયામાં ખરીદીશ,
આવી રીતે તે આર્ટનો માલિક વધારે પૈસા આપવા વાળો વ્યક્તિ બની જશે.
આવી જ રીતે NFT માં પણ અલગ – અલગ NFT ના ભાવ હોય છે. NFT બનાવનાર વ્યક્તિ પણ માર્કેટપ્લેસ પર પોતાની રીતે ભાવ નક્કી કરે છે.
લોકો NFT કેમ ખરીદે છે?
હવે તમારા મનમાં એક સવાલ હશે કે લોકો NFT કેમ ખરીદે છે? લોકોને શું ફાયદો થાય છે તો ચાલો જાણીએ.
કારણ 1. પહેલાના સમયમાં લોકોને ચિત્રો અને અલગ – અલગ આર્ટને ભેગું કરવાનો શોખ હતો પણ હવે સમય ડિજિટલ થઈ રહ્યો છે તો હવે લોકોને NFT ભેગું કરવાનો શોખ છે. NFT બીજી વસ્તુઓ કરતાં અલગ હોય છે જેના કારણે NFT જેની પાસે હોય તેવી વસ્તુ પૂરી દુનિયામાં બીજા કોઈ પાસે નહીં હોય. આ કારણ છે.
કારણ 2. જો NFT કોઈ લોકપ્રિય વ્યક્તિ કે લોકપ્રિય બ્રાન્ડએ લોન્ચ કરી હોય તો લોકો તે NFT ખરીદશે કારણ કે તે NFT કોઈ લોકપ્રિય વ્યક્તિએ લોન્ચ કરી છે અને તેના કારણે તેની વેલ્યૂ ભવિષ્યમાં વધશે તો એ કારણે લોકોમાં NFT ખરીદવાનો શોખ આવે છે.
કારણ 3. અત્યારે ડિજિટલ દુનિયામાં NFT ખૂબ ચર્ચામાં છે તેના લીધે ઘણા લોકોને એવું લાગે છે કે જો આ વસ્તુ ન ખરીદી તો એક મોટી વસ્તુ છૂટી જશે અને આ ડરને કારણે પણ લોકો આ NFT ની તકને પકડવા માંગે છે.
કારણ 4. ઘણા લોકો સસ્તી NFT ખરીદીને તેને મોંઘા ભાવમાં વેંચવા માટે NFT ખરીદે છે.
કારણ 5. દર NFT પૂરી દુનિયામાં એક અલગ ભિન્નતા ધરાવે છે અને આ કારણે લોકો NFT ખરીદે છે અને તેમને મનમાં એક ગર્વ પણ થાય છે કે આ એક અલગ વસ્તુ મારી પાસે જ છે અને હું તેનો માલિક છુ.
આ કારણોને લીધે લોકો NFT ને ખરીદે છે.
NFT દ્વારા પૈસા કેવી રીતે કમાવાય છે?
- તમે કોઈ પણ NFT માર્કેટપ્લેસ વેબસાઇટ પર જઈને પોતાનું એકાઉન્ટ બનાવીને ત્યાં પોતાની ખુદની બનાવેલી NFT નું માર્કેટિંગ કરીને NFT વેચી શકો છો.
- તમે સસ્તી NFT ખરીદીને તેને મોંઘા ભાવમાં વેંચીને નફો કમાઈ શકો છો.
- તમે NFT ની ફ્રીલાંસિંગ સર્વિસ લોકોને અલગ – અલગ પ્લૅટફૉર્મ પર આપી શકો છો જેમ કે Fiverr, Upwork વગેરે, એટલે કે તમે પોતાના ક્લાઈન્ટ માટે NFT બનાવો અને તેઓ તમને પૈસા આપશે.
NFT ને કયા ચલણમાં લે-વેંચ કરવામાં આવે છે?
NFT બ્લોકચેન પર કામ કરે છે, તેનો પૂરો વ્યવહાર બ્લોકચેન પર જ આધારિત છે તો આ માટે NFT ની લે-વેંચ “ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency)” માં કરવામાં આવે છે.
આ એક ડિજિટલ ચલણ છે, જેવી રીતે એક રૂપિયો છે તેવી રીતે “ક્રિપ્ટોકરન્સી” પણ એક ચલણ છે, તેમાં બિટકોઈન, ઇથેરિયમ વગેરે આવે છે.
જો તમારે બિટકોઈન વિશે જાણવું હોય તો અમારી આ પોસ્ટ જરૂર વાંચો: બીટકોઈન વિશે જાણકારી
NFT વેંચવા માટેના માર્કેટપ્લેસ નામ
- Opensea
- Rarible
- Mintable
- CryptoPunks
- SuperRare
- Axie Marketplace
મિત્રો આ છે NFT માર્કેટપ્લેસના નામ જ્યાં NFT વેચાય છે.
મિત્રો આશા છે કે આજે તમને NFT વિશે ઘણી જાણકારી જાણવા મળી હશે, જો તમને હજુ NFT વિશે ખબર ના પડી હોય તો તમે જરૂર ફરી પોસ્ટ વાંચો અને પહેલા બ્લોકચેન વિશે પણ જાણો.
અન્ય પોસ્ટ પણ વાંચો:
- VPN એટલે શું? VPN વિશે પૂરી જાણકારી
- ઉપગ્રહ શું હોય છે? | જાણો Satellite વિશે જાણકારી
- સાઇબર સિક્યોરિટી એટલે શું? – Cybersecurity વિશે માહિતી
- વેબ હોસ્ટિંગ એટલે શું? | Web Hosting વિશે પૂરી જાણકારી..!!
- ક્લાઉડ સ્ટોરેજ એટલે શું? – Cloud Storage વિશે પૂરી જાણકારી
- ડિસેન્ટ્રલાઈઝ્ડ નેટવર્ક એટલે શું? | Decentralized નેટવર્ક વિશે જાણકારી