NVRનું ફુલ ફોર્મ શું છે? CCTV સાથે આવતા બોક્સ વિશે બેઝિક જાણકારી

મિત્રો CCTV કેમેરા સાથે બે પ્રકારના બોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલા આપણે એક બોક્સ વિશે જાણકારી લીધી હતી જેનું નામ હતું DVR. આજે આપણે એવા જ એક બીજા બોક્સ વિશે જાણકારી લેવાની છે જેનું નામ છે NVR. તો મિત્રો આજે આપણે એક એવા ડીવાઈસ વિશે માહિતી આપવાના છીએ જેમાં નેટવર્ક પર આધારીત કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે તો ચાલો જાણી લઈએ NVR વિશે.

NVRનું ફુલ ફોર્મ – NVR Full Form in Gujarati

NVRનું ફુલ ફોર્મ નીચે મુજબ છે.

  • N નો મતલબ થાય નેટવર્ક (આ એક વાયરલેસ નેટવર્ક હોય છે જેમ કે વાઇફાઇ…)
  • V નો મતલબ થાય વિડિઓ (કેમેરામાં કેપ્ચર થતી એક ફૂટેજ)
  • R નો મતલબ થાય રેકોર્ડર (વિડિઓ સ્ટોર થવો)

તો NVRનું પૂરું નામ નેટવર્ક વિડિઓ રેકોર્ડર (Network Video Recorder) થાય છે.

NVR વિશે બેઝિક જાણકારી

  • CCTV કેમેરાની અંદર વિડિઓનું રેકોર્ડિંગ નેટવર્ક વિડિઓ રેકોર્ડર દ્વારા થાય છે. આ એક એવા પ્રકારનું ઉપકરણ છે જે વાયરલેસ નેટવર્કથી કેમેરાની કેપ્ચર થયેલ ફૂટેજ સરળતાથી સ્ટોર કરી નાખે છે.
  • NVR એક ઇલેક્ટ્રોનિક ડીવાઈસ છે. આ ડીવાઈસને તમે સ્ટોરેજ યંત્રના નામથી પણ ઓળખી શકો છો.
  • IP આધારીત કેમેરા જ અથવા વાઇફાઇથી ચાલતા કેમેરા જ આ ડીવાઈસને સપોર્ટ કરે છે. કેમેરામાંથી કેદ થયેલ વિડિઓ અને ઓડિયો આ NVRની અંદર નેટવર્કના માધ્યમથી સ્ટોર કરે છે.

NVRના 2 પ્રકાર હોય છે

  • POE સ્વિચ વાળું: આ પ્રકારની અંદર તમને એક સ્વિચ આપેલ હોય છે જેનું નામ છે POE. આ POE સ્વિચ પાવર અને ડેટાને ભેગા કરીને એક જ કેબલમાંથી કેમેરાને પણ પાવર આપે છે અને સાથે ડેટા પણ સ્ટોર કરે છે. કોઈ પણ જગ્યાએ જો એક કરતાં વધારે કેમેરા હોય તો આ પ્રકારનું POE સ્વિચ વાળા NVRનો ઉપયોગ કરવો હિતાવહ છે.
  • POE સ્વિચ વગરનું: આ પ્રકારની અંદર કેમેરો સીધો જ NVR સાથે કનેક્ટ થતો નથી. એના માટે તમારે એક અલગથી NVR સ્વિચ લેવી પડે છે. તેની સાથે કેમેરો કનેક્ટ કરી તે સ્વિચને લેન કેબલ મારફત NVR સાથે જોડવામાં આવે છે.

NVRના ફાયદા વિશે જાણો

  • NVRનું ઈન્સ્ટોલેશન કરવું એકદમ સરળ છે કારણ કે એમાં એક જ કેબલ દ્વારા પાવર અને ડેટાને ટ્રાન્સફર કરી શકાય છે.
  • કેમેરામાંથી ડિજિટલ સિગ્નલ આવતા હોવાને લીધે તેને કન્વર્ટ કરવાની જરૂર પડતી નથી એટલે તેની વિડિઓ ક્વોલિટી પણ સારી દેખાય છે.
  • NVR સિસ્ટમનું આયુષ્ય ઘણું વધારે હોય છે.
  • DVR કરતા NVRમાં સ્ટોરેજ કેપેસિટી ઘણી વધારે હોય છે.

NVRના ગેરફાયદા વિશે જાણો

  • NVR, DVR કરતા ઘણું મોંઘું આવે છે. જ્યારે બે ડિજિટલ વિડિઓ રેકોર્ડર ખરીદો ત્યારે તેની સામે એક NVR આવે છે.
  • નેટવર્ક વિડિઓ રેકોર્ડર સરળતાથી ઇન્સ્ટોલ કરવા માટે તમને ટેક્નિકલ માહિતી હોવી જરૂરી છે. જેમ કે કેબલ, કનેક્ટર, વગેરે.

તો મિત્રો આજે આપણે CCTV સાથે આવતા NVR વિશે જાણકારી લીધી. જો તમને આ માહિતીમાંથી નવું શીખવા મળ્યું હોય તો શેયર કરી દેજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-