OCR નું ફુલ ફોર્મ – OCR Full Form in Gujarati
OCR નું પૂરું નામ “Optical Character Recognition (ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન)” છે.
OCR વિશે માહિતી
- “OCR (Optical Character Recognition – ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન)” એટલે એવી ટેક્નોલૉજી જેના દ્વારા તમારી પાસે જે પણ ભૌતિક સ્વરૂપમાં ડોકયુમેંટ કે ફાઇલ્સ હોય તો તેને સ્કેન કરીને તેને કમ્પ્યુટર દ્વારા વાંચવા લાયક, એડિટ કરવા લાયક અને તેમાં રહેલા ટેક્સ્ટને સર્ચ કરવા લાયક બનાવવા માટેની રીત.
- OCR માં ઓપ્ટિકલ (Optical) એટલે આંખને સબંધિત અથવા પ્રકાશને લગતું, કેરેક્ટર (Character) એટલે અક્ષર, રેકગ્નિશન (Recognition) એટલે ઓળખાણ, ઓળખવું, પહેચાન.
- તમારી પાસે જે પણ ડોકયુમેંટ છે, પુસ્તક છે, કાગળમાં પ્રિન્ટ કરેલા અક્ષરો છે જેને તમે ભૌતિક સ્વરૂપમાં પકડી શકો છો, આવા ડોક્યુમેંટ્સને તમે OCR દ્વારા કમ્પ્યુટર પણ આ ડોકયુમેંટને સમજી શકે, એડિટ કરી શકે અને અક્ષરોને સર્ચ કરતાં તે શોધી શકે તેવા ફોર્મેટમાં બનાવી શકો છો.
- OCR હાર્ડવેર અને સોફ્ટવેરની બનેલી એક ટેક્નોલૉજી છે, હાર્ડવેર દ્વારા ડોકયુમેંટને સ્કેન કરી શકાય છે અને સોફ્ટવેર દ્વારા સ્કેન કરેલા ડોકયુમેંટને કમ્પ્યુટર સમજી શકે તેવા ફોર્મેટમાં ફેરવવામાં આવે છે.
- આજના સમયમાં OCR નો ઉપયોગ ઘણા બધા સેક્ટરમાં થાય છે જેમ કે બેંક, હેલ્થકેર, કોલેજ, સ્કુલ, ધંધાઓ વગેરેમાં થાય છે.
- OCR ને બનાવવા માટે આર્ટિફિશ્યલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ છે.
મિત્રો આશા છે કે તમને આજે OCR ટેક્નોલૉજી વિશે બરાબર રીતે જાણવા મળ્યું હશે, તમારા મિત્રોને પણ આ જાણકારી શેર કરો જેથી બધા લોકોને આ માહિતી જાણવા મળે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: