OS નું ફુલ ફોર્મ શું છે? | OS Full Form in Gujarati

મિત્રો તમે બધા કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હશો પણ તમે એ નથી જાણતા હોતા કે કમ્પ્યુટરની અંદર જે સોફ્ટવેર ચાલે છે તે શેના લીધે ચાલે છે. આજે હું તમને જેના વિશે માહિતી આપું છું તે તમારા પીસીમાં ના હોય તો તમે સોફ્ટવેરને ઇન્સ્ટોલ પણ ના કરી શકો અને કમ્પ્યુટરનો ઉપયોગ પણ ના કરી શકો. આપણે આજે OS કે જેને કમ્પ્યુટરનું એક હદય પણ કહી શકાય છે અને જો તે ના હોય તો તમારા માટે કમ્પ્યુટર નકામું બને છે તો ચાલો તેના વિશે બેઝિક માહિતી શીખવાની છે.

What is Full Form of OS in Gujarati?

OS નું ફુલ ફોર્મ શું છે? – OS Full Form in Gujarati

OS નું ફુલ ફોર્મ એટલે ઓપરેટિંગ સિસ્ટમ (Operating System). ઓપરેટિંગ સિસ્ટમ એ કમ્પ્યુટર હાર્ડવેર માટેનું એક ઇન્ટરફેસ છે. ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટરના સોફ્ટવેર અને હાર્ડવેર માટેના આદેશનું એક બીજા સાથે જોડાણ કરીને એક બ્રિજ જેવું કામ કરે છે.


OS વિશે બેઝિક માહિતી – Basic information about OS in Gujarati

ઓપરેટિંગ સિસ્ટમનો થોડો ઇતિહાસ:

  • માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની શોધ 1985માં થઈ હતી.
  • લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમને 17 સપ્ટેમ્બર 1991માં લોન્ચ કરવામાં આવી હતી.
  • મેક ઓપરેટિંગ સિસ્ટમને 24 માર્ચ 2001માં લોન્ચ કરવામાં આવી હતી.
  • એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને 23 સપ્ટેમ્બર 2008માં લોન્ચ કરવામાં આવી હતી.

ઓપરેટિંગ સિસ્ટમ (OS) કમ્પ્યુટરમાં રહેલા સોફ્ટવેરના બેઝિક ટાસ્કને ઓપરેટ કરે છે જેમ કે મેમરી, ફાઈલ, ઇનપુટ-આઉટપુટ સિસ્ટમને મેનેજ કરે છે. 

OS કમ્પ્યુટરમાં રહેલા હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચેનું મેનેજમેન્ટ સંભાળે છે. સોફ્ટવેર અને હાર્ડવેર માટે જરૂરી સામાન્ય સેવાને પ્રદાન કરે છે.


અત્યારે 3 મુખ્ય ડેસ્કટોપ OS છે. 

  1. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ
  2. મેક ઓપરેટિંગ સિસ્ટમ
  3. લીનક્સ ઓપરેટિંગ સિસ્ટમ
  4. મોબાઇલ માટે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ અને iOS

આપણે કમ્પ્યુટરની અંદર રહેલા ફાઈલ અથવા ડોક્યુમેન્ટની પ્રિન્ટર દ્વારા પ્રિન્ટ કાઢીએ છીએ તો આ આખી પ્રોસેસ એક ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા જ થાય છે.

ઓપરેટિંગ સિસ્ટમના પણ અલગ અલગ વર્ઝન હોય છે જેમ કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં તેના લોકપ્રિય વર્ઝન જેવા કે વિન્ડોઝ XP, વિન્ડોઝ 7, વિન્ડોઝ 8, વિન્ડોઝ 10, વિન્ડોઝ 11 વગેરે છે. તેવી જ રીતે મેક, લિનક્સ, એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના પણ અલગ વર્ઝન હોય છે.

સૂચના: તમે અમારી આ Android વાળી પોસ્ટ વાંચી શકો છો જેમાં અમે એંડ્રોઈડના અલગ-અલગ વર્ઝન વિશે વાત કરી છે.


OSના પ્રકાર નીચે મુજબ છે.

  1. મલ્ટી ટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ
  2. મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ
  3. રીયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ
  4. નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ
  5. મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ


OS કેવા કેવા કામ કરે છે?

  1. ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટરની અંદર રહેલા હાર્ડવેરને મેનેજ કરે છે જેમ કે હાર્ડવેર પ્રોબ્લેમ હોય તો તે જાણ કરે છે.
  2. તમે જે કમ્પ્યુટરને આદેશ આપો છો તે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા મેનેજ થાય છે.
  3. મેમરીની ગતિવિધિ પર નજર રાખીને તેનું સંચાલન કરે છે.
  4. ઇનપુટ અને આઉટપુટ ડીવાઈસ માટે અને અન્ય ડીવાઈસ જેમ કે વાઇફાઇ, પેન ડ્રાઈવ વગેરે માટે ડ્રાઈવરને ઇન્સ્ટોલ કરવા માટે તથા તેને મેનેજ કરવાનું કામ કરે છે.


OSના ફાયદા અને ગેરફાયદા

OSના ફાયદા કયા કયા છે?

  1. ઓપરેટિંગ સિસ્ટમની મદદથી તમે કમ્પ્યુટરની અંદર રહેલા સોફ્ટવેર અને હાર્ડવેરને સરળતા થી ચલાવી શકો છો.
  2. ઓપરેટિંગ સિસ્ટમનું ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ સરળ હોય છે જેથી તેનો ઉપયોગ વપરાશકર્તા સરળ રીતે કરી શકે છે.
  3. કમ્પ્યુટરની અંદર રહેલા સોફ્ટવેરનું ફોર્મેટ સરળ રીતે પ્રદાન કરે છે.

OSના ગેરફાયદા કયા કયા છે?

  1. ઓપરેટિંગ સિસ્ટમમાં વાયરસ આવવાને લીધે અથવા તો કોઈ આંશિક ખરાબીના લીધે તમારી સિસ્ટમને ફરી ઇન્સ્ટોલ કરવી પડે છે જેમાં તમારો ડેટા ડીલીટ થવાનો ખતરો રહે છે.
  2. ક્રેક અથવા મોડીફાય કરેલી ઓપરેટિંગ સિસ્ટમ સુરક્ષિત નથી.


નિષ્કર્ષ

તો મિત્રો આજે આપણે OS વિશે માહિતી જાણી અને તેના અમુક પ્રકારના નામ, OSના ફાયદા અને ગેરફાયદા વગેરે વિશે થોડી જાણકારી લીધી, તમને આજે શું નવું જાણવા મળ્યું તેના વિશે નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો, આ પોસ્ટને તમારા ગ્રુપમાં જરૂર શેર કરો જેથી બધાને આ OS વિશે બેઝિક માહિતી જાણવા મળે.


અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: