ફુલ ફોર્મ:- ઓટીપી (OTP) નું પૂરું નામ (Full Form) “One Time Password’ છે. ગુજરાતીમાં ઉચ્ચારણ “વન ટાઈમ પાસવર્ડ”.
ઓટીપીનો અર્થ:- OTP એક પ્રકારનો પાસવર્ડ હોય છે જે ઓનલાઇન કોઈ પણ રજીસ્ટ્રેશન કરતી વખતે તે વ્યક્તિના મોબાઇલ નંબર પર મોકલવામાં આવે છે. એ OTPનો ઉપયોગ તે વ્યક્તિની ઓળખ સાચી છે કે ખોટી તે જાણવા માટે થાય છે.
ઉદાહરણ તરીકે…કોઈ વ્યક્તિને પોતાનું ફેસબુક અકાઉંટ ખોલવું છે અને જો એ વ્યક્તિ ફેસબુકમાં પોતાનો નંબર ના નાખે અને બીજાના નંબર દ્વારા ફેસબુક અકાઉંટ બનાવે અને જો એ ભવિષ્યમાં ફેસબુક પર કઈક ખોટું કામ કરે તો તેમાં જેનો નંબર હોય એનું નામ આવે છે.
આથી ફેસબુક અકાઉંટ બનાવતી વખતે તમે જે નંબર નાખ્યો હોય એમાં OTP મોકલવામાં આવે છે અને એ OTP નંબરને ફેસબુકમાં વેરિફાય કરાવવો પડે છે, આ પરથી નંબર સાચો છે કે ખોટો એની જાણ થાય છે.
આવી જ રીતે બેન્કમાં ખાતું ખોલાવતી વખતે પણ તમારો નંબર ચકાસવા માટે OTP નંબર મોકલવામાં આવે છે જેથી OTP જો તમે સબમિટ કરો તો તમારો નંબર સાચો ગણાય.
ઓનલાઇન બેંકિંગ કરતી વખતે જો તમારે ઓનલાઇન કોઈ વસ્તુ ખરીદતી વખતે પેમેન્ટ કરવાનું હોય તો તમે જે બેન્ક અકાઉંટની માહિતી નાખી હોય એના રજીસ્ટર ફોન નંબર પર OTP મોકલવામાં આવે છે અને ત્યાર બાદ જ તમને ઓનલાઇન પેમેન્ટ કરવા દેવામાં આવે છે.
OTP નંબર મોબાઇલ નંબર પર એક વખત મોકલવામાં આવે છે અને તે 10 મિનિટ કે 15 મિનિટ સુધી જ માન્ય રહે છે અને જો તમે બીજો OTP મોકલવાની વિનંતી કરો તો પણ નવો OTP મોકલવામાં આવે છે અને તેનો પણ સમય ગાળો ઓછો હોય છે.
વાંચો અન્ય પોસ્ટ:-