ઘરે બેઠા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ કેવી રીતે લિંક કરવું? | Pan Card link with Aadhar Card in Gujarati

Link Aadhaar Card with Pan Card Process in Gujarati

ભારત સરકારે પાન કાર્ડ અને આધાર કાર્ડને (Pan card link with Aadhaar card) એક બીજા સાથે લિંક કરવું ફરજિયાત કરી દીધું છે અને આ કારણે બધા જ નાગરિકોએ પોતાના આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું પડશે.

હાલમાં સરકારે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવા માટે 30 જૂન 2023 સુધીનો સમય આપ્યો છે અને 1000 રૂપિયા પેનલ્ટી ફી પણ ચૂકવવી પડશે. 1

જો 31 માર્ચ 2023 સુધીમાં તમે આધાર કાર્ડને તમારા પાન કાર્ડ સાથે લિંક નહીં કરાવો તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે જેના કારણે તમારા બીજા ઘણા કામો ઉપર અસર પડશે.

આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે સૌપ્રથમ તમારું આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક છે કે નહીં એ ચેક કરી શકશો અને ત્યારબાદ જો તે લિંક ન હોય તો કેવી રીતે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું.

આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું શા માટે જરૂરી છે? – Why is it important to link a PAN card with Aadhaar card?

ટેક્સ ચોરીને અટકાવવા માટે: પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાથી ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટ સરળતાથી ટેક્સ ચોરીને પકડી શકે છે.

ટેક્સ રિટર્નને સરળ બનાવવું: આધારને PAN કાર્ડ સાથે લિંક કરવાથી ઈન્ક્મ ટેક્સ્ટ રિટર્ન ભરવાની પ્રોસેસ સરળ બનશે કારણ કે લોકોએ હવે તેમના રિટર્ન ભરવા માટે પુરાવા આપવાની જરૂર રહેશે નહીં.

છેતરપિંડી ઘટશે: આધારને PAN સાથે લિંક કરવાથી વ્યક્તિઓ પાસે એક કરતાં વધુ PAN કાર્ડ હોવાની શક્યતા દૂર થઇ જશે, જેનાથી છેતરપિંડીના કામોમાં ઘટાડો થશે.

સરકારી સેવાઓનો એક્સેસ: પાસપોર્ટ માટે અરજી કરવી, સબસિડી મેળવવી અને બેંક ખાતું ખોલવું જેવી વગેરે સરકારી સુવિધાઓને ઍક્સેસ કરવા માટે PAN અને આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે.

પેનલ્ટી ટાળો: જો PAN અને આધારને અંતિમ તારીખ સુધીમાં લિંક કરવામાં નહીં આવે તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને વ્યક્તિઓ આવકવેરા કાયદા હેઠળ દંડ અને અન્ય પરિણામો માટે જવાબદાર રહેશે.

SEBIના નિયમોનું પાલન: સિક્યોરિટી માર્કેટમાં વ્યવહાર ચાલુ રાખવા અને SEBIના નિયમોનું પાલન કરવા માટે રોકાણકારોએ તેમના PANને તેમના આધાર સાથે લિંક કરવું જરૂરી છે.

ફરજીયાત લિંક કરો: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ PAN સાથે આધાર લિંક કરવું ફરજિયાત છે.

આધારને PAN સાથે લિંક કરવાથી કરચોરી અટકાવવામાં, ટેક્સ રિટર્નને સરળ બનાવવા, છેતરપિંડીની એક્ટિવિટી ઘટાડવા, સરકારી સેવાઓ મેળવવા, દંડ ટાળવા, સેબીના નિયમોનું પાલન કરવામાં મદદ મળી શકે છે અને CBDTના પરિપત્ર મુજબ ફરજિયાત છે.

આ કારણોને લીધે તમારે પોતાના આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે.

આધાર કાર્ડ પાન કાર્ડ લિંક સ્ટેટસ ચેક કરવાની રીત – How to check PAN card link with Aadhaar card in Gujarati?

સૌપ્રથમ આપણે જાણવું પડશે કે તમારું આધાર કાર્ડ તમારા પાન કાર્ડ સાથે લિંક છે કે નહિ, જો લિંક નહિ હોય તો ત્યારબાદ આપણે જાણીશું તેને લિંક કરવાની રીત પણ સૌપ્રથમ જાણીએ આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક સ્ટેટસ ચેક કરવાની રીત.

Total Time: 5 minutes

ઈનક્મ ટેક્સ ડીપાર્ટમેન્ટ વેબસાઇટ ખોલો

સૌપ્રથમ ગૂગલમાં “Income Tax Department” સર્ચ કરીને www.incometax.gov.in વેબસાઇટ ખોલો.

હવે “Link Aadhaar Status” પર ક્લિક કરો.

પાન અને આધાર નંબર ઉમેરો

હવે “PAN” નામના બોક્સમાં તમારો પાન કાર્ડ નંબર અને “Aadhaar Number” બોક્સમાં તમારો આધાર કાર્ડ નંબર ઉમેરો પછી “View Link Aadhaar Status” પર ક્લિક કરો.

પહેલાથી જ લિંક છે

હવે જો તમારું આધાર કાર્ડ તમારા પાન કાર્ડ સાથે લિંક હશે તો તમને ઉપર પ્રમાણેનું પરિણામ જોવા મળશે.

જો આવું તમને દેખાય તો તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ એક-બીજા સાથે લિંક છે અને તમારે કોઈ બીજી પ્રોસેસ કરવાની જરૂર નહીં પડે.

પાન અને આધાર લિંક નથી

જો તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ એક-બીજા સાથે લિંક નહીં હોય તો તમને ઉપર ફોટા પ્રમાણેનું પરિણામ જોવા મળશે.

આવી સ્થિતિમાં તમારે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું પડશે.

હવે ચાલો જાણીએ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની રીત.

આધાર કાર્ડ પાન કાર્ડ લિંક કરવા માટેની ઓનલાઇન પ્રોસેસ – How to link PAN card with Aadhaar card in Gujarati?

સૌપ્રથમ www.incometax.gov.in વેબસાઇટ ખોલો.

હવે “Link Aadhaar” ઉપર ક્લિક કરો.

હવે તમારે અહી પોતાનો “PAN” માં પાન કાર્ડ નંબર અને “Aadhaar Number” માં આધાર કાર્ડ નંબર ઉમેરો અને પછી “Validate” ઉપર ક્લિક કરો.

હવે તમારે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે 1000 રૂપિયાનું પેમેન્ટ કરવું પડશે.

આ પેમેન્ટ કરવા માટે “Continue To Pay Through E-Pay Tax” ઉપર ક્લિક કરો.

હવે અહી તમારે 2 વખત પાન કાર્ડ નંબર ઉમેરવાનો છે અને તેના પછી મોબાઇલ નંબર ઉમેરવાનો છે.

ત્યારબાદ “Continue” પર ક્લિક કરો.

હવે તમારા મોબાઇલ નંબરમાં એક “OTP નંબર” આવશે એ તમારે અહી ઉમેરવાનો છે અને પછી “Continue” પર ક્લિક કરો.

હવે તમારી સામે 3 અલગ-અલગ ઓપ્શન આવશે જેમાથી તમારે પાન કાર્ડ-આધાર કાર્ડ લિંક કરવા માટે “Income Tax” બોક્સમાં આવેલું “Proceed” બટન પર ક્લિક કરવાનું છે.

હવે તમારે “Assessment Year” માં લેટેસ્ટ “2023-24” સિલેક્ટ કરવાનું છે.

“Type of Payment (Minor Head)” માં “Other Receipts (500)” સિલેક્ટ કરવાનું છે.

આ કર્યા પછી Continue ઉપર ક્લિક કરો.

હવે તમારે કેટલા રૂપિયા ચુકવવાના છે એ તમને બતાવવામાં આવશે. 1000 રૂપિયા અત્યારે ફી છે એટલે તમને 1000 રૂપિયા બતાવવામાં આવશે.

ત્યારબાદ તમારે Continue ઉપર ક્લિક કરવાનું છે.

હવે તમારી સામે પેમેન્ટ ચૂકવવા માટેના અલગ-અલગ ઓપ્શન આવશે અને બેન્કનું નામ પણ આવશે.

હવે તમે તમારી ઈચ્છા મુજબ નેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ અથવા પેમેન્ટ ગેટવે દ્વારા પેમેન્ટ કરી શકો છો.

જો તમારે UPI દ્વારા પેમેન્ટ કરવું હોય તો તેનો ઓપ્શન તમને Payment Gateway માં જોવા મળશે એટલે તેમાંથી તમે કોઈ બેન્ક પસંદ કરીને UPI દ્વારા પેમેન્ટ કરી શકો છો.

અમે પાન કાર્ડ – આધાર કાર્ડ લિંક કરવા માટેની ફી ચૂકવવા માટે “Payment Gateway” રીત પસંદ કરી છે અને એમાં “Canara” બેન્ક સિલેક્ટ કરીને “Continue” પર ક્લિક કર્યું છે.

તમે પણ આ રીત કરી શકો છો.

બેન્ક સિલેક્ટ કર્યા પછી તમારે “Pay Now” ઉપર ક્લિક કરવાનું છે.

ત્યારબાદ તમને એક “Terms and Conditions” પેપર આપવામાં આવશે જેમાં તમારે નીચે સ્ક્રોલ કરીને “I agree to the terms and conditions” ઉપર ટિક માર્ક કરીને “Submit To Bank” ઉપર ક્લિક કરવાનું છે.

હવે અહી તમે તમારી ઈચ્છા મુજબ રીત પસંદ કરીને પેમેન્ટ કરો.

પેમેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી તમને “The Challan Payment is successful!” બતાવવામાં આવશે.

એક તમને રિસીપ્ટ પણ મળશે જે તમારે ડાઉનલોડ કરી લેવાની છે.

હવે પેમેન્ટ તમારું સફળતાપૂર્વક ચુકવ્યા પછી તમારા ચૂકવેલા પૈસા ઇન્કમ ટેક્સના પોર્ટલમાં અપડેટ થશે અને ત્યાર પછી જ તમે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની આગળની પ્રોસેસ કરી શકો છો.

આ પેમેન્ટ પોર્ટલમાં અપડેટ થવા માટે 1 કલાક, 1 દિવસ અથવા 2-3 દિવસ વગેરે લાગી શકે છે.

પણ તમે 1 કલાક પછી તરત ચેક કરજો અને અમે હવે જે પ્રોસેસ બતાવી રહ્યા છે એ અનુસરજો એટલે તમારા આધાર કાર્ડની પાન કાર્ડ સાથે લિંક થવાની પ્રોસેસ પૂરી થઈ જશે.

હવે તમે ફરી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની વેબસાઇટ “www.incometax.gov.in” પર પાછા જાવો.

હવે ફરી વખત “Link Aadhaar” ઓપ્શન પર ક્લિક કરો.

હવે ફરી વખત પાન કાર્ડ અને આધાર કાર્ડ નંબર ઉમેરીને “Validate” પર ક્લિક કરો.

જો તમારું પેમેન્ટ ઇન્કમ ટેક્સ પોર્ટલમાં અપડેટ ના થયું હોય તો તમને ઉપર સ્ક્રીનશૉટ પ્રમાણેનું પરિણામ જોવા મળશે.

આવી સ્થિતિમાં તમારે 2-3 કલાક પછી ફરી વખત આ રીતે ચેક કરવાનું રહેશે.

હવે જ્યારે તમારું પેમેન્ટ પોર્ટલમાં અપડેટ થઈ જશે તો તમને આ ઉપર સ્ક્રીનશૉટ પ્રમાણેનું પરિણામ જોવા મળશે.

તેનો અર્થ કે તમારું પેમેન્ટ પોર્ટલમાં અપડેટ થઈ ગયું છે.

હવે તમે “Continue” ઉપર ક્લિક કરો.

હવે તમારી પાન કાર્ડની માહિતી બતાવવામાં આવશે.

હવે “Name as per Aadhaar” બોક્સમાં તમારા આધાર કાર્ડમાં જે નામ છે એ અહી લખવાનું છે.

“I have only year of birth in Aadhaar card” જો તમારા આધાર કાર્ડમાં માત્ર જન્મનું વર્ષ  લખેલું હોય તો અહી તમારે ટિક માર્ક કરવાનું રહેશે.

જો તમારા આધાર કાર્ડમાં જન્મ વર્ષની સાથે જન્મનો મહિનો અને તારીખ પણ લખેલી હોય તો તમારે આના ઉપર ટિક માર્ક કરવાનું રહેશે નહીં.

ત્યારબાદ “I agree to validate my Aadhaar details” ઉપર ટિક માર્ક કરીને નીચે આપેલું “Link Aadhaar” દબાવવાનું છે.

હવે તમારા આધાર-પાન કાર્ડ લિંક કરવાની વિનંતી આગળ પોર્ટલમાં પહોચી જશે અને ઓટોમેટિક તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ સાથે લિંક થઈ જશે.

તમે 1-2 દિવસ પછી તેનું સ્ટેટસ ચેક કરશો તો તમને જાણવા મળી જશે કે તે લિંક થયું છે કે નહીં.

  1. આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ કઈ છે?

    પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટેની અંતિમ તારીખ 30 જૂન 2023 છે.

    ત્યારબાદ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક ન હોય તો તે નિષ્ક્રિય થઈ જશે.

  2. જો આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે લિંક ન કરીએ તો શું થશે?

    જો તમે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક નહીં કરાવો તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને પાન કાર્ડને લગતા ઘણા કામો અટકી જશે.

    આ કારણે તમારે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે.

  3. આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવા માટે શું જરૂરી છે?

    જો તમારે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિન્ક કરવું હોય તો સૌપ્રથમ તમારું આધાર કાર્ડ મોબાઇલ નંબર સાથે લિન્ક હોવું જોઈએ.

    જો આધાર કાર્ડ તમારા મોબાઇલ નંબર સાથે લિન્ક હશે તો જ તમને OTP મળશે.

હવે તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ એક બીજા સાથે લિંક થયા છે કે નહીં એ ચેક કરવા માટે અમે જે તમને ઉપર સૌપ્રથમ રીત બતાવી છે એ અનુસરો.

એ જોઈને તમે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંકનું સ્ટેટસ જોઈ શકો છો.

2-3 દિવસમાં લગભગ તમારું આધાર-પાન કાર્ડ એક બીજા સાથે લિંક થઈ જશે.

આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે અને જલ્દી આ ઉપયોગી માહિતીને તમારા મિત્રો અને બધા જ વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ કરો જેથી કોઈની આ પ્રોસેસ બાકી ન રહી જાય અને પાન કાર્ડ બંધ પણ ના થાય એ માટે.

તમારો આભાર.

Sources

  1. Source by The Economic Times