મિત્રો હાલમાં લોકો ગૂગલમાં પાન કાર્ડને અપડેટ અથવા તેને અલગ-અલગ જગ્યાએ લિન્ક કરવા માટે ઘણું સર્ચ કરી રહ્યા છે.
હવે તેવામાં જો તમારા સ્માર્ટફોનમાં કોઈ અજાણ નંબર પરથી મેસેજ આવે કે “તમારે આ બેન્કના અકાઉંટમાં પાન કાર્ડ અપડેટ કરવાનું છે નહિતર આજે તમારું અકાઉંટ અને નેટ બેંકિંગ સસ્પેન્ડ થઈ જશે અને આ લિન્ક પર ક્લિક કરો અપડેટ કરવા માટે“

આ જોઈને તમે ઉતાવળમાં જ એ લિન્ક પર ક્લિક કરશો અને ફટાફટ બેન્કનો આઈડી અને પાસવર્ડ ઉમેરીને એન્ટર કરશો અને તેવામાં જ તમારો ડેટા સ્કેમર પાસે જતો રહેશે ત્યારબાદ તમારા પૈસા સંકટમાં મુકાઇ જશે.
આ જ રીતે મારા એક મિત્રને મેસેજ આવ્યો છે જેમાં એમનું અકાઉંટ SBI માં છે.
તો એમને સ્કેમર તરફથી ખૂબ જ અસલી લાગે એવો મેસેજ મોકલવામાં આવે છે અને એક લિન્ક પણ મોકલી હોય છે.
આ લિન્કમાં SBI નું પેજ ખૂલે છે જે સ્કેમ માટે બનાવવામાં આવ્યું છે.
જેમ તમે આમાં ડેટા એન્ટર કરો તો તમારો ડેટા જેને આ ફોર્મ બનાવેલું છે એની પાસે જશે.

હવે મારા મિત્રએ ટેસ્ટિંગ માટે એ ફોર્મમાં ખોટી માહિતી ભરી કારણ કે એમને ખબર જ છે કે આ લિન્ક સ્કેમરની છે.
એમાં પાસવર્ડ પણ ફોર્ગેટ (Forget) કરી જોયો પણ આ સ્કેમ લિન્કમાં એની આગળ કોઈ ઓપ્શન જ નથી આવતા અને અસલી બેન્કના પેજમાં પાસવર્ડ Forget કરીને જોયું તો એમાં થતું હતું.
તો મિત્રો આ રીતે તમે પણ આવા ફેક મેસેજોનું ખૂબ જ ધ્યાન રાખજો અને અજાણી લિન્ક ઉપર તો ક્લિક ના જ કરતાં.
એક વખત અજાણી લિન્ક ઉપર ક્લિક કરવાથી મારા એક મિત્રનું ઇન્સ્ટાગ્રામ અકાઉંટ હેક થઈ ગયું હતું.
આ પોસ્ટ વધારે લોકો સુધી શેર કરો જેથી લોકો જાગૃક થઈ શકે. આભાર.