Paytm નું ફુલ ફોર્મ “Pay Through Mobile” છે.
Paytm ભારતમાં ડિજિટલ પેમેન્ટ અને નાણાકીય સેવાઓ ગ્રાહકોને આપે છે અને તેની સ્થાપના 2010 માં કરવામાં આવી હતી અને ત્યારથી પેમેન્ટ સેક્ટરમાં Paytm નું નામ ઘણું મોટું રહ્યું છે.
Paytm મોબાઇલ વૉલેટ અને પેમેન્ટ ગેટવેની સેવાઓ આપે છે જે ગ્રાહકોને મોબાઇલ રિચાર્જ, યુટિલિટી બિલની ચુકવણી, મૂવી ટિકિટ, મુસાફરી માટેનું બુકિંગ અને ઇ-કોમર્સની ખરીદી સહિત ઘણી બધી સેવાઓ અને પ્રોડક્ટ માટે ઑનલાઇન પેમેન્ટ કરવાની સુવિધા આપે છે.
તે બચત ખાતું (Saving Account), વીમો અને લોન જેવી વિવિધ નાણાકીય સેવાઓ (Financial Services) પણ આપે છે.
ભારતમાં Paytm તેના ઉપયોગ કરવામાં સરળ અને સુરક્ષિત હોવાને લીધે ઘણું લોકપ્રિય પ્લૅટફૉર્મ બન્યું છે.
હાલમાં Paytm ના લગભગ 35 કરોડથી પણ વધારે યુઝર છે.
તમારો આભાર.