PDFનું ફુલ ફોર્મ અને તેના વિશે બેઝિક જાણકારી

મિત્રો, તમે PDFનું નામ તો જરૂર વાંચ્યું હશે, અત્યારે વોટ્સએપ પર તમારે કોઈ પણ ડોકયુમેંટ મંગાવવા હોય તો તમે મોટા ભાગે તેને PDF ફોર્મેટમાં જ મંગાવતા હશો, પણ શું તમને ખબર છે કે આ PDFનું ફુલ ફોર્મ એટલે PDFનું પૂરું નામ શું છે? તો આપણે આજના નવા ટેક ડિક્શનરી પોસ્ટમાં PDF (પી.ડી.એફ) વિશે બેઝિક માહિતી જાણીશું અને તેનું પૂરું નામ જાણીશું.

PDFનું પૂરું નામ શું છે? | PDF Full Form in Gujarati


PDFનું ફુલ ફોર્મ – PDF Full Form in Gujarati

PDFનું પૂરું નામ “Portable Document Format” છે અને ગુજરાતીમાં તેનું ઉચ્ચારણ “પોર્ટેબલ ડોકયુમેંટ ફોર્મેટ” થાય છે.


PDF વિશે બેઝિક જાણકારી

  • PDF એક પ્રકારનું ડૉક્યુમેન્ટ છે જેનું એક્સટેન્શન “.pdf” છે એટલે જેટલી પણ PDF ફાઇલ તમને જોવા મળે છે તો તેના નામની પાછળ તમને .pdf જરૂર જોવા મળશે જેનાથી યુઝરને ખબર પડે કે આ એક PDF ફાઇલ છે.
  • PDF એવું ફાઇલ ફોર્મેટ છે જેમાં ટેક્સ્ટ, ફોટા કે લિન્ક જેવી વગેરે વસ્તુઓને ઉમેરી શકાય છે.
  • PDF ફાઇલ ફોર્મેટ ખૂબ સુરક્ષિત હોય છે કારણ કે તમે PDF ફાઇલમાં પાસવર્ડ પણ લગાવી શકો છો જેથી કોઈ અજાણ વ્યક્તિ પાસે તમારી PDF ફાઇલ પહોચે તો તે પાસવર્ડ વગર ખોલી જ ન શકે.
  • PDF ફાઇલ ફોર્મેટ અડોબી (Adobe) કંપની દ્વારા 1993માં બનાવવામાં આવી હતી.

  • PDFમાં તમે જે પણ ટેક્સ્ટ કે ફોટા ઉમેરો છો અને તેને બીજા ડિવાઇસમાં જોવો તો તે PDF ફાઇલ તેવી જ તમને કોઈ પણ પ્રોબ્લેમ વગર જોવા મળે છે.
  • PDF ફાઇલ ફોર્મેટને જોવા માટે PDF Readerની જરૂર પડે છે અથવા તમે કોઈ બ્રાઉઝરમાં પણ PDF ફાઇલ જોઈ શકો છો.
  • ઘણી વખત આપણે કોઈ ડોકયુમેંટને આપણી ગુજરાતી જેવી સ્થાનિક ભાષામાં લખીને સેવ કરીએ અને તેને બીજા વ્યક્તિને મોકલીએ તો તેને આપણે લખેલી ભાષા નથી દેખાતી પણ PDFમાં તમે કોઈ પણ ભાષાનો ઉપયોગ કરો તો તે તમને જેવી રીતે સેવ કરેલી છે તેવી જ રીતે કોઈ પણ ડિવાઇસમાં જોવા મળે છે.
  • PDFનો ઉપયોગ ધંધાકીય ક્ષેત્રોમાં, જરૂરી દસ્તાવેજો, ઈ-બૂકમાં, કોર્સમાં, માર્કેટિંગમાં અને તેના જેવી અનેક ક્ષેત્રો કે ફિલ્ડમાં જોવા મળે છે.


મિત્રો આશા છે કે તમને PDFનું પૂરું નામ અને તેના વિશે ઘણી બેઝિક માહિતી જાણવા મળી હશે, તમારા મિત્રો સાથે પણ પોસ્ટ શેર કરો જેથી તેઓ PDF ફાઇલ ફોર્મેટનો ઉપયોગ કરે તો તેમને આ PDF વિશે બેઝિક જાણકારી કામ લાગે.

  • અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-

DMનું ફુલ ફોર્મ અને તેના વિશે બેઝિક જાણકારી

BIOSનું ફુલ ફોર્મ અને તેના વિશે બેઝિક જાણકારી

DSLRનું ફુલ ફોર્મ અને તેના વિશે બેઝિક જાણકારી

IMEIનું ફુલ ફોર્મ અને તેના વિશે બેઝિક જાણકારી

GPSનું ફુલ ફોર્મ અને તેના વિશે બેઝિક જાણકારી