Ping નું ફુલ ફોર્મ શું? જાણો સરળ રીતે ping વિશે..!!

Ping નું ફુલ ફોર્મ શું? જાણો સરળ રીતે ping વિશે..!!

Ping નું ફુલ ફોર્મ શું છે?

Ping નું ફુલ ફોર્મ એટલે “પેકેટ ઈન્ટરનેટ ગ્રોપર (Packet Internet Groper)

Ping વિશે સરળ રીતે સમજો…!!

જ્યારે આપણે ઈન્ટરનેટ દ્વારા ડેટાને મોકલવા હોય કે પછી મેળવવા હોય ત્યારે તેને પેકેટના સ્વરૂપમાં મોકલવામાં આવે છે અને આ પેકેટને કોઈ પણ પ્રકારની સમસ્યા વગર મોકલી અથવા મેળવવામાં જેટલો સમય લાગે છે તેને ping કહેવામાં આવે છે. આ સમય ms એટલે મિલી સેકન્ડમાં હોય છે.

આપણે ઇન્ટરનેટનો ઉપયોગ દરરોજ કરીએ છીએ જેમાં આપણે દરરોજ ઘણી બધી વિનંતીઓ એક વેબ સર્વરને કરીએ છીએ, જેમ કે તમે ઇન્સ્ટાગ્રામ ખોલો છો ત્યારે તમે ઇન્સ્ટાગ્રામના વેબ સર્વરને વિનંતી કરો છો કે તમારા મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામના વિડિયો, ફોટા, સ્ટોરી વગેરે ડાઉનલોડ કરે જેથી તમે તે જોઈ શકો.

આમાં તમે એક ક્લાઈન્ટ છો અને ક્લાઈન્ટ ઇન્સ્ટાગ્રામના વેબ સર્વરને ડેટા લોડ કરવા માટે વિનંતી કરે છે, જ્યારે તમે ઇન્સ્ટાગ્રામમાં કઈક અપલોડ કરો ત્યારે તમે ઇન્સ્ટાગ્રામના વેબ સર્વરમાં ડેટાને મોકલો છો.

આવી રીતે એક નેટવર્કમાં ક્લાઈન્ટ અને સર્વર વચ્ચે ડેટાનું આદાન પ્રદાન થતું રહે છે, ઇન્ટરનેટ પર ડેટાને પેકેટ સ્વરૂપમાં મોકલવામાં આવે છે.

એક નેટવર્કમાં જ્યારે ક્લાઈન્ટ અને સર્વર વચ્ચે ડેટા મોકલવા-લેવાની પ્રક્રિયા થાય છે ત્યારે ક્લાઈન્ટ અને સર્વર વચ્ચે કેટલા સમયમાં ડેટાનું આદાન-પ્રદાન થાય છે તો તેને “પિંગ (ping)” કહેવાય છે.

પિંગની શરૂઆત

Ping ને 1983 માં IP Network ની સમસ્યાનું સમાધાન કરવા માટે “Mike Muuss” એ બનાવ્યું હતું. પિંગ કોઈ પણ બે ડીવાઈસ વચ્ચેના નેટવર્કિંગ કનેકટીવીટીને ટેસ્ટ કરવા માટે બનાવવામાં આવ્યું હતું.

PING વિશે 2 વસ્તુ જરૂરી છે…

પિંગ એક કમ્પ્યુટર નેટવર્ક એડ્મિનિસ્ટ્રેશન સોફ્ટવેર યુટિલિટિ છે જેનો ઉપયોગ ક્લાઈન્ટ અને સર્વર વચ્ચે ડેટાના આદાન-પ્રદાન કરતી વખતે કેટલો રિસ્પોન્સ ટાઈમ છે તે ચેક કરવા માટે ઉપયોગ થાય છે.

પિંગ દ્વારા સરળ રીતે ખબર પડી જાય છે કે નેટવર્કમાં ક્લાઈન્ટ અને સર્વર વચ્ચે કનેક્ટિવિટી કેવી છે.

ગેમિંગમાં પણ ઉપયોગી છે પિંગ

જ્યારે તમે PUBG જેવી મોબાઇલ ગેમ રમો છો ત્યારે પણ તમને ઉપર Ping જોવા મળે છે.

પિંગને ms માં માપવામાં આવે છે, પિંગ જેટલું ઓછું હશે તેટલી ગેમિંગ સ્મૂધ થશે, પિંગના દ્વારા તમને ખબર પડી જશે કે તમારું ઇન્ટરનેટ કનેક્શન કેવું છે અને તમારા મોબાઇલની તે ગેમના સર્વર સાથે કનેક્ટિવિટી કેવી છે.

તમે પોતાના કમ્પ્યુટરમાં કે મોબાઇલમાં પણ કોઈ પણ વેબસાઇટ દ્વારા પિંગ ટેસ્ટ કરી શકો છો.

મિત્રો આશા છે કે તમને આ PING ના ફુલ ફોર્મ વિશે અને પિંગ વિશે કઈક નવું જાણવા મળ્યું હશે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-