PostPe એટલે શું? BharatPe ની એક નવી સર્વિસ..!!

ઓનલાઇન લોન લેવા માટે ઘણી બધી મોબાઇલ એપ્સ ઉપલબ્ધ છે જેમાં આપણે વ્યાજના દર પ્રમાણે પૈસા પરત ચુકવવાના હોય છે.

હવે તમે વિચારો કે જો તમને લોન તો મળે પણ જો તમારે વ્યાજ સાથે પૈસા ન ચૂકવવા હોય તો…? આજે આપણે એક એવી એપ અથવા સર્વિસ વિશે વાત કરવાના છીએ જેમાં જો તમે સમયસર લોનના પૈસા પરત ચૂકવો તો તમારે વ્યાજ નથી આપવું પડતું.

આજે આપણે વાત કરીશું PostPe એપ વિશે જે BharatPe એપની એક નવી સર્વિસ છે અને PostPe વિશે આજે તમને ઘણું જાણવા મળશે.

PostPe in Gujarati

PostPe એટલે શું?

PostPe એક મોબાઇલ એપ છે જે તમને શોપિંગ કરવા માટે પૈસા આપે છે, જો તમારી પાસે પૈસા નથી અને તમારે શોપિંગ કરવા માટે પૈસાની જરૂર છે તો તમે PostPe એપ દ્વારા લોન લઈ શકો છો.

PostPe એક એવું પેમેન્ટ પ્લૅટફૉર્મ છે જે તમને ઓફલાઇન સ્ટોર અથવા ઓનલાઇન શોપિંગ કરવા માટે લોન આપે છે. આ એપની શરૂઆત ઓક્ટોમ્બર 2021ની આજુબાજુ થઈ છે.

PostPe પર રજીસ્ટર કઈ રીતે કરવું?

  1. સ્માર્ટફોનમાં PostPe એપને પ્લેસ્ટોર અથવા એપલના એપસ્ટોર દ્વારા ડાઉનલોડ કરો.
  2. હવે એપમાં મોબાઇલ નંબર અને OTP દ્વારા રજીસ્ટર કરો.
  3. હવે KYC કરવા માટે તમારે માંગ્યા મુજબ ડોકયુમેંટ આપવા પડશે (જેમ કે આધાર કાર્ડ, પાનકાર્ડ..) અને તમારો એક સેલ્ફિ ફોટો.

આ બધી પ્રોસેસ કર્યા બાદ PostPe ની સર્વિસ તરત તમારા માટે ચાલુ નથી થવાની કારણ કે તેમાં PostPe ની ટીમ તમારી આવક પ્રમાણે તમારી લોન લેવાની લિમિટ અને તેના જેવી અલગ-અલગ પ્રોસેસને પૂર્ણ કરે છે.

બધી પ્રોસેસ પૂર્ણ થયા બાદ તમને તમારા PostPe કાર્ડ નંબર અને CVV કોડ જેવી માહિતી એપમાં મળી જાય છે અને તમે PostPe નું એક ભૌતિક કાર્ડ પણ ઘરે મંગાવી શકો છો જે ઓફલાઇન શોપિંગમાં તમને ઉપયોગી થશે.

PostPe ના ફીચર્સ

  • તમને 1000 થી 1,00,000 રૂપિયા સુધીની લોન મળી શકે છે. (તમારી આવક પર આધારિત)
  • તમે જો બીજા મિત્રોને PostPe ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરશો તો તમને 5% કેશબેક મળે છે.
  • સરળ EMI (Equated Monthly Instalment) સુવિધા ઉપલબ્ધ છે.
  • જો તમે પૈસા સમયસર ચૂકવો છો તો તમારે કોઈ વધારાના પૈસા નથી આપવાના હોતા. (1 થી 5 તારીખની અંદર..)
  • તમે પોતાના લોનના પૈસાને બીજા મિત્રોના PostPe એકાઉન્ટમાં મોકલી શકો છો.
  • તમને ઘણા કેશબેક અને રિવોર્ડ્સ મળતા રહે છે.
  • તમે ઓફલાઇન QR કોડ દ્વારા પેમેન્ટ કરી શકો છો.

લોનના પૈસા તમારે ક્યારે ચુકવવાના હોય છે?

PostPe Dashboard

દર મહિનાની 1 તારીખે PostPe તમને એક બિલ આપશે જેમાં તમે ગયા મહિનામાં કેટલા પૈસા ખર્ચ કર્યા તેની બધી માહિતી તમને તે બિલમાં જોવા મળશે.

જો તમે 1 થી 5 તારીખની અંદર તે પૈસા સમયસર ચૂકવી દેશો તો તમારે કોઈ વ્યાજ ચૂકવવાની જરૂર નહીં પડે.

જો તમે 1 થી 5 તારીખની અંદર લોનના પૈસા ચૂકવી નથી શકતા તો તમારે તે લોનના પૈસાને EMI માં ફેરવીને ચૂકવા પડશે.

EMI એટલે જો તમે 1 લાખ રૂપિયાની લોન લીધી હોય, તો તમે તેને EMI માં ફેરવશો એટલે તમારે 6 મહિનામાં આ 1 લાખ રૂપિયાને દર મહિને થોડા-થોડા કરીને આપવા પડશે.

EMI દ્વારા લોનને ચૂકવશો એટલે દર મહિને તમારે 1.5 % (18% પ્રતિવર્ષ) ના દરે લોન ચૂકવવી પડશે એટલે કે તમારે 6 મહિનામાં 1 લાખ સાથે 9000 રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે. (વ્યાજનો દર 15% થી 20% પ્રતિવર્ષ હોય છે.)

જો તમે EMI માં લોનને ચૂકવી નથી શકતા તો તમારે લોનને પાછળથી ચૂકવવા બદલ (0.1 %/પ્રતિદિવસ) ના દરે વ્યાજ ચૂકવવું પડશે.

જેટલું મોડુ તમે લોન ચૂકવવો એટલું દરરોજ 0.1% ના દરે તમારે વધારે પૈસા ચૂકવવા પડશે.

આવી રીતે તમે લોનની ચુકવણી કરી શકો છો.

PostPe એપ કમાણી કેવી રીતે કરે છે?

PostPe એપમાં જે લોકો લોન લે છે અને તે લોનના પૈસાને સમયસર ચૂકવે છે તો તેમના દ્વારા PostPe એપને કોઈ કમાણી નથી નથી.

જે લોકો EMI દ્વારા લોન ચૂકવે છે અથવા જે લોકો મોડા સમયે પૈસા ચૂકવે છે તો તેમના દ્વારા PostPe ને કમાણી થાય છે.

આ 2 રસ્તા દ્વારા PostPe કમાણી કરે છે.

લોનની ચૂકવણીનું પેમેન્ટ કયા માધ્યમ દ્વારા કરી શકાય છે?

તમે UPI (Unified Payments Interface) એપ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા લોનની ચુકવણી કરી શકો છો.

લોનનો ઉપયોગ ક્યાં-ક્યાં કરી શકાય?

PostPe Card
  • QR કોડને સ્કેન કરીને દુકાનોમાં પૈસા આપી શકો છો.
  • ઓનલાઇન કાર્ડ પેમેન્ટ કરી શકો છો. (કાર્ડ નંબર, CVV કોડ વગેરે…)
  • ઓફલાઇન PostPe નું ભૌતિક કાર્ડ ઘરે મંગાવી દુકાનો, મોલ વગેરેમાં પેમેન્ટ કરી શકો છો.
  • બીજા કોઈ વ્યક્તિના PostPe એકાઉન્ટમાં મોબાઇલ નંબર દ્વારા પૈસા મોકલી શકો છો.

તો મિત્રો આશા છે કે તમને આજની આ પોસ્ટ ઉપયોગી થઈ હશે, તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: