
PPC નું ફુલ ફોર્મ શું છે?
PPC નું પૂરું નામ “પે પર ક્લિક (Pay Per Click)” છે.
પે પર ક્લિક શું છે? – What is Pay Per Click?
PPC (પે પર ક્લિક) જાહેરાતનો એક પ્રકાર છે જેમાં એક જાહેરાત કરનાર વ્યક્તિ અલગ-અલગ પ્લૅટફૉર્મ પર પોતાની જાહેરાત ચલાવે છે અને જ્યારે કોઈ યુઝર તે જાહેરાત પર ક્લિક કરે છે તો જાહેરાતકર્તાએ દરેક ક્લિકના પૈસા ચૂકવવા પડે છે.
જ્યારે ક્લિક થાય ત્યારે જ તેના પૈસા ખર્ચ થતાં હોય છે તો આ રીતને PPC કહેવાય છે.
PPC જાહેરાતોનો ઉપયોગ લીડ મેળવવા અને તેમાંથી સેલ્સ કરવા માટે થાય છે. ઓનલાઇન પ્રોડક્ટ કે સર્વિસના વેચાણ માટે આ PPC જાહેરાત ઘણી ઉપયોગી થાય છે.
પે પર ક્લિક કેવી રીતે કામ કરે છે? – How does Pay Per Click works?
જે વ્યક્તિ જાહેરાત ચલાવે છે તેને જાહેરાતકર્તા કહેવાય છે જેમાં તે કોઈ એક વ્યક્તિ પણ હોય શકે છે અથવા કોઈ મોટી સંસ્થા પણ.
સૌથી પહેલા જાહેરાતકર્તા પોતાની જાહેરાત બનાવે છે અને તેને સર્ચ એંજિન, સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ અને અન્ય વેબસાઇટ પર બતાવે છે.
હવે જાહેરાતકર્તા પોતાની જાહેરાતો કોને અને કેવા લોકોને બતાવવી એ પણ સિલેક્ટ કરી શકે છે.
ત્યારબાદ જ્યારે કોઈ વ્યક્તિ એ જાહેરાત જોઈને તેના ઉપર ક્લિક કરે ત્યારે એવા દરેક ક્લિકના પૈસા જાહેરાતકર્તાને કોઈ સર્ચ એંજિન અથવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મને ચુકવવાના હોય છે.
હવે એક ક્લિકના કેટલા પૈસા ચુકવવાના હોય એ ઘણા અલગ-અલગ પેરામીટર ઉપર આધારિત હોય છે.
આ રીતે PPC જાહેરાત કામ કરે છે.
પે પર ક્લિક કેમ મહત્વપૂર્ણ છે? – Why is Pay Per Click is so Important?
PPC જાહેરાતોને ખૂબ સારી રીતે ટાર્ગેટ કરી શકાય છે. કોઈ જાહેરાતને કયા કીવર્ડ ઉપર બતાવવી, કયા વિષયમાં રુચિ ધરાવતા લોકોને બતાવવી એવી વગેરે રીતે જાહેરતોને ટાર્ગેટ કરીને તેને લોકોને બતાવી શકાય છે.
PPC જાહેરાતોને સરળતાથી ટ્રેક પણ કરી શકાય છે. એમાં કેટલા ક્લિક થયા, કેટલા લોકોને જાહેરાત દેખાય એવા ઘણા ડેટા મળે છે જેના દ્વારા પરિણામને સુધારી શકાય છે.
PPC જાહેરાતોમાં તમારે જેટલું બજેટ હોય એ પ્રમાણે તમે જાહેરાતોને ચલાવી શકો છો. તમે સરળતાથી તમારું દરરોજનું બજેટ નક્કી કરી શકો છો.
PPC જાહેરાતો ખૂબ જ ઝડપી પરિણામ આપે છે. તમને કલાકોમાં જ ક્લિક અને ઇંપ્રેશન મળતા દેખાઈ જાય છે.
આ કારણે PPC જાહેરાતો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
PPC જાહેરાતો ચલાવવા માટેનું પ્લૅટફૉર્મ
તમે PPC જાહેરાતોને ઘણા અલગ-અલગ પ્લૅટફૉર્મ પર ચલાવી શકો છો જેમ કે Google Ads, Bing Ads, Meta Ads વગેરેમાં.
આશા છે કે આજે તમને PPC જાહેરાતો વિશે કઈક નવું જાણવા મળ્યું હશે. આ PPC જાહેરાતો ડિજિટલ માર્કેટિંગ કરતી વખતે ઘણી ઉપયોગી હોય છે.
તમારો આભાર.
તમે આવી જ પોસ્ટ મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જરૂર જોડાઈ શકો છો.