PPT નું ફુલ ફોર્મ
PPT નું પૂરું નામ “PowerPoint Presentation (પાવરપોઈન્ટ પ્રેઝેન્ટેશન)” છે.
PPT વિશે માહિતી…!!
- PPT એક ફાઇલ એક્સટેન્શન ફોર્મેટ છે જેનો ઉપયોગ Microsoft PowerPoint 2003 કે તેનાથી જૂના વર્ઝનના MS પાવરપોઈન્ટ સોફ્ટવેરમાં થાય છે.
- PPT એક સ્લાઇડ શો ફાઇલ હોય છે જેમાં એક પછી એક સ્લાઇડ આવે છે અને એ સ્લાઇડમાં અલગ-અલગ પ્રકારનું કન્ટેન્ટ હોય છે જેમ કે ગ્રાફ, ફોટા, લખાણ, વિડિયો, સાઉન્ડ, એનિમેશન વગેરે.
- PPT ફાઇલનો ઉપયોગ ઓફિસ અને શાળા, યુનિવર્સિટી જેવી વગેરે જગ્યાઓએ કોઈ પણ વસ્તુને સમજાવવા માટે થાય છે, કોઈ પણ વસ્તુને લોકો સમક્ષ પ્રસ્તુત કરવા માટે જે પણ સામગ્રી જોઈએ તે PPT ફાઇલ દ્વારા દર્શાવવામાં આવે છે.
- PPT ફાઇલને કમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ કે મોબાઇલ જેવા વગેરે ડિવાઇસોમાં સરળતાથી એક્સેસ કરી શકાય છે. અત્યારે PPT ફાઈલો બનાવવા માટે ઘણા બધા સોફ્ટવેર ઉપલબ્ધ છે જેમાં “MS PowerPoint, WPS Office અને OpenOffice સોફ્ટવેર જેવા વગેરે ઉપલબ્ધ છે. ઓનલાઇનમાં Google Slides પણ ખૂબ સારું પ્લૅટફૉર્મ છે.
- MS PowerPoint એક માઇક્રોસોફ્ટ કંપનીનું ઓફિસ સોફ્ટવેર છે જેમાં ફાઇલનું એક્સટેન્શન .ppt હોય છે. MS PowerPoint 2007 આવ્યા પછી હવે PPTX ફોર્મેટનો ઉપયોગ થાય છે જેમાં “X” એ XML સૂચિત કરે છે, એટલે કે PPT ના XML વર્ઝનને ઓપન સોર્સ તરીકે ગણવામાં આવે છે.
આશા છે કે PPT વિશે માહિતી તમને ઉપયોગી થઈ હશે, તમારા મિત્રોને પણ PPT વિશે જરૂર જણાવજો.
અન્ય પોસ્ટ પણ વાંચો: