પ્રોગ્રેસિવ વેબ એપ (PWA) આ એક પ્રકારની વેબ એપ્લિકેશન હોય છે જે વેબ બ્રાઉઝર સાથે કામ કરે છે. પ્રોગ્રેસિવ વેબ એપ લેટેસ્ટ વેબ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોઈ પણ વેબસાઇટને એક એપ્લિકેશનમાં ફેરવે છે.
કોઈ પણ વેબસાઇટના યુઝરને એક એપ્લિકેશન જેવો અનુભવ આપવા માટે પ્રોગ્રેસિવ વેબ એપ ખૂબ જ મહત્વનું છે.
આ એપ્લિકેશનને એક કમ્પ્યુટર અથવા સ્માર્ટફોન બંનેમાં વેબ બ્રાઉઝર દ્વારા ઇન્સ્ટોલ કરી શકાય છે.
તમે ઘણી એવી વેબસાઇટ જોઈ હશે જેને તમે વેબ બ્રાઉઝરમાંથી “Add to Home Screen” કરીને તેને ઇન્સ્ટોલ કરો છો અને તેનું આઇકન તમારા હોમસ્ક્રીન ઉપર આવી જાય છે અને પછી તમે તે વેબસાઇટને તે આઇકન દ્વારા જ્યારે ખોલો છો ત્યારે તે એક એપ્લિકેશનની જેમ ખૂલે છે.
પ્રોગ્રેસિવ વેબ એપ્લિકેશનનો ફાયદો એ છે કે તેને સરળતાથી કોઈ પણ ડિવાઇસમાં એક બ્રાઉઝર દ્વારા ઇન્સ્ટોલ કરી શકાય છે જેના લીધે એક વેબસાઇટની અલગથી એપ્લિકેશન બનાવવાની જરૂર નથી પડતી.
હાલમાં જો કોઈ વેબસાઇટની એપ્લિકેશન બનાવવાની હોય તો ઘણા ડેવલોપરને Android અને iOS માટે અલગ-અલગ ભાષામાં કોડ કરીને એપ બનાવવી પડે છે અને તેને તે OS ના એપસ્ટોરમાં પબ્લિશ કરવાની જરૂર પડે છે.
પણ પ્રોગ્રેસિવ વેબ એપને લીધે કોઈ પણ વેબસાઇટ એક એપ્લિકેશનની જેમ કામ કરવા માંડે છે.
આ કારણે વેબસાઇટમાં એક નેટિવ એપ્લિકેશન જેવો અનુભવ મળે છે તેના કારણે પ્રોગ્રેસિવ વેબ એપ ખૂબ જ જરૂરી હોય છે.
આશા છે કે તમને હવે ખબર પડી ગઈ હશે કે આ પ્રોગ્રેસિવ વેબ એપ શું છે.