વિડિયો એડિટિંગ સોફ્ટવેરમાં “પ્રોક્સી (Proxy)” શું હોય છે?

Video Editing Software Proxy Files in Gujarati

વિડિયો એડિટિંગ સોફ્ટવેરમાં પ્રોક્સી (Proxy) વિડિયો ફાઇલને કહેવામાં આવે છે.

પ્રોક્સી (Proxy) એક એવી વિડિયો ફાઇલ હોય છે જે અસલી વિડિયો ફાઇલની ઓછી ક્વોલિટી ધરાવતી ફાઇલ હોય છે અને તેનું રિઝોલ્યૂશન પણ ઓછું હોય છે.

પ્રોક્સી (Proxy) ફાઇલનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે જ્યારે આપણે કોઈ પણ વિડિયો જે-તે એડિટિંગ સોફ્ટવેરમાં પ્લે કરીએ ત્યારે તે લેગ ન થાય અને એકદમ માખણની જેમ વિડિયોને એડિટ કરી શકીએ.

જો આપણે વિડિયો એડિટિંગ સોફ્ટવેરમાં પ્રોક્સી (Proxy) ફાઇલ ન બનાવીએ તો વિડિયોની ક્વોલિટી વધારે હોવાને કારણે વિડિયો એડિટિંગ સોફ્ટવેર લેગ થવા માંડે છે.

વિડિયો એડિટિંગ સોફ્ટવેરમાં આપણે પ્રોક્સી (Proxy) ના ફીચરને એક વખત ચાલુ કરવાનું હોય છે અને ત્યારબાદ આપણે જ્યારે અસલી વિડિયો ફાઇલને એડિટિંગ સોફ્ટવેરમાં ઇમ્પોર્ટ કરીશું તો તેની એક પ્રોક્સી (Proxy) ફાઇલ બનશે.

વિડિયોની સાઇઝ અને ક્વોલિટી મુજબ તેની પ્રોક્સી (Proxy) ફાઇલ બનવામાં થોડો સમય લાગતો હોય છે.

હવે એક વખત પ્રોક્સી (Proxy) ફાઇલ બની જાય ત્યારબાદ તેની ક્વોલિટી ખૂબ ઓછી થઈ જાય છે જેના લીધે વિડિયો એડિટ કરતી વખતે તે લેગ નથી કરતું.

ત્યારબાદ જ્યારે તે વિડિયો તૈયાર થઈ જાય છે અને આપણે તેને એક્સપોર્ટ કરી છીએ ત્યારે તે વિડિયોની અસલી ફાઇલના રૂપમાં તે ફાઇલ એક્સપોર્ટ થાય છે જેના લીધે અંતિમ ક્વોલિટીમાં કોઈ ફરક નથી જોવા મળતો.

આ ફીચર તમને મોટા ભાગના બધા જ વિડિયો એડિટિંગ સોફ્ટવેરમાં જોવા મળતું હોય છે.

આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે.

તમારો ખૂબ આભાર.