ગુજરાતમાં આપણે મોટા ભાગે એક શહેરમાથી બીજા શહેરમાં જ્યારે જઈએ છે ત્યારે બસની સુવિધા આપણને ઘણી કામ લાગે છે. ગુજરાતમાં મોટા ભાગના લોકો GSRTC બસ સેવાનો ઉપયોગ કરે છે જેને આપણે ST Bus (State Transport) પણ કહીએ છીએ.
જો તમે એક વિધ્યાર્થી છો તો તમે પણ જરૂર સ્ટુડન્ટ પાસ કઢાવીને બસમાં રેગ્યુલર મુસાફરી કરતાં હશો.
આજે આપણે એક એવી મોબાઇલ એપ વિશે જાણીશું જે તમને એસ.ટી. બસમાં મુસાફરી કરતી વખતે ખૂબ મદદરૂપ થશે અને તમારી ચિંતાઓ પણ દૂર કરશે.
આજે આપણે RapidGo એપ વિશે વાત કરીશું, RapidGo એપ શું છે? તે કઈ રીતે કામ કરે છે તેવી ઘણી માહિતી આપણે મેળવીશું.
Image from RapidGo app & GSRTC site. |
RapidGo એપ શું છે?
RapidGo એક એવી મોબાઇલ એપ છે જે GSRTC બસોને ટ્રેક કરે છે અને તે બસ અત્યારે ક્યાં છે, ક્યાં જાય છે, તેનું લાઈવ લોકેશન, તેના સ્ટોપ વગેરે જેવા ડેટા મુસાફરને તેની મોબાઇલ એપમાં બતાવે છે.
બસ ચાલુ છે કે નહીં, તે બસ ડેપોએ ક્યારે પહોચશે તેવી પણ માહિતી તમને આ એપમાં બતાવવામાં આવે છે.
“તમારા નજીકમાં જે પણ GSRTC બસ ડેપો છે તે તમે નકશામાં શોધીને જાણી શકો છો કે તે બસ ડેપોમાં કઈ-કઈ બસો આવવાની છે અને એ તમે નકશા દ્વારા પણ લાઈવ લોકેશન જોઈ શકો છો કે તે બસ હજુ કેટલે પહોચી છે.”
તમે કોઈ બસ સર્ચ કરીને પણ જોઈ શકો છો.
RapidGo એપની વિશેષતાઓ
- ઉદાહરણ તરીકે તમારે અમદાવાદથી વડોદરા જવું છે તો તમે એપમાં સર્ચ કરીને જોઈ શકો છો કે આજે અમદાવાદથી વડોદરા જતી કેટલી બસ છે અને તેનો સમય કયો છે.
- તમે એપમાં જોઈ શકો છો કે બસ કયા પ્રકારની છે જેમ કે એક્સ્પ્રેસ, ગુર્જર નગરી અથવા મિનિબસ.
- તમને એપમાં બસનો નંબર પર જોવા મળે છે, આ બસના નંબરથી તમે GSRTC ની વેબસાઇટ પરથી પણ બસને ટ્રેક કરી શકો છો.
- બસનું અંતર, બસ કયા ડેપોએ કેટલા સમયે પહોચી તેવી વગેરે માહિતી તમે જોઈ શકો છો.
આ એપમાં ઘણી વિશેષતાઓ છે જ્યારે તમે એપનો ઉપયોગ કરશો એ તમને ત્યારે જરૂર સમજાશે.
RapidGo એપના ફાયદા
- તમારો સમય બચશે.
- તમારે કઈ બસમાં જવું છે એ તમે નક્કી કરી શકો છો. (જેમ કે એક ડેપો પર એક મિનિબસ આવે અને તે ફુલ ભરાઈ જાય અને જો તમને ખબર હોય કે પાછળ બીજી બસ આવે છે તો તમે એ બીજી ખાલી બસમાં જઈ શકો.)
- તમને બસમાં મુસાફરી કરતાં કેટલો સમય થશે એ પણ તમે જાણી શકો છો.
- તમે એપમાં બસનું લાઈવ લોકેશન જોશો તો તમે ઘરેથી શાંતિથી બસ માટે નીકળી શકો છો.
- તમારા નજીકના એરિયામાં GSRTC ના કયા-કયા બસ ડેપો છે એ તમે જાણી શકો છો.
RapidGo એપના નુકસાન
- તમારે RapidGo એપ પર સંપૂર્ણ નિર્ભર ન રહેવું જોઈએ કારણ કે ઘણી બસો આ એપમાં નથી દેખાતી.
- ઉદાહરણ તરીકે હું મારા ઘરેથી 7 વાગે બસ સ્ટેન્ડ પર જાવું છે અને 6:45 AM સમયની બસ એપમાં બતાવે છે પણ તેના પછી એક બીજી બસ આવે છે તેનું ટાઈમ ટેબલ અથવા તે બસ એપમાં મને નથી જોવા મળતી.
- જ્યારે કોઈ બસ ચાલુ (Running) હોય ત્યારે પણ આ એપમાં અમુક બસો Scheduled બતાવે છે અને તેનું લાઈવ લોકેશન નથી જોવા મળતું.
- જો તમારા ઇન્ટરનેટ ડેટાની સ્પીડ ઓછી છે તો તમને આ એપમાં થોડું લોડીંગ જોવા મળશે.
આ એપના ફાયદા પણ છે અને નુકસાન પણ છે, આ એપ વિશે તમે તેના ડેવલોપરને ફિડબેક આપી શકો છો જેથી તેઓ એપમાં સુધારા કરી શકે.
બાકી એપ સારી છે, ભવિષ્યમાં જરૂર સુધરશે, તમે તમારી મુસાફરી ચિંતા મુક્ત જરૂર બનાવી શકો.
આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે, આ એપને તમે ગૂગલ પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.
અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલો.
અમારી અન્ય પોસ્ટ પણ જરૂર વાંચો :-
- મોબાઈલ હેંગ થવાના કારણો અને તેના ઉપાયો
- એન્ડ્રોઇડ મોબાઇલ માટે ટોપ 5 ઉપયોગી વેબ બ્રાઉઝર
- મોબાઇલ બગડી જાય એની પહેલા ડેટાને સુરક્ષિત કેવી રીતે સ્ટોર કરવા?
- પોર્ટેબલ ડિવાઇસ એટલે શું? | Portable Device વિશે સરળ જાણકારી
- શું 24 કલાક મોબાઇલમાં ઇન્ટરનેટ ચાલુ રાખવાથી મોબાઇલને કોઈ અસર થશે?