Rapido એક મોબાઇલ એપ્લિકેશન છે જે ભારતમાં લોકોને બાઇક ટેક્સીની સુવિધા આપે છે. તમારે Rapido એપ દ્વારા બાઇક ટેક્સીને બૂક કરવાની હોય છે અને તમારે જ્યાં જવું હોય ત્યાં તમને મોટરસાઇકલ દ્વારા તે જગ્યાએ છોડવામાં આવશે.
બાઇક ટેક્સીનો ફાયદો એ હોય છે કે તે ટ્રાફિકમાં પણ તમને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે. આમાં તમને વધારે ખર્ચ પણ નથી આવતો.
Rapido એપ અત્યારે ભારતની પ્રથમ બાઇક ટેક્સી સર્વિસ છે અને હાલમાં તો તે ઓટો-રિક્ષાની પણ સુવિધા આપે છે.
આમાં પેમેન્ટ પણ સરળતાથી UPI દ્વારા થઈ જાય છે જેના લીધે કેશલેશ પેમેન્ટ ઝડપથી શક્ય બને છે.
જો તમને હજુ સુધી બાઇક ટેક્સી એટલે શું એ ન ખબર હોય તો હું તમને જણાવી દઉં કે જે રીતે તમે કાર ટેક્સીને બૂક કરીને મંગાવો છો અને એક ગાડી તમને લેવા માટે આવે છે તે જ રીતે બાઇક ટેક્સીમાં તમારે બાઇક ઉપર સવારી કરીને એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે.
હાલમાં Rapido ની સુવિધા ભારતના 150 જેટલા શહેરોમાં ઉપલબ્ધ છે અને તેને 10 કરોડ જેટલી સવારીઓ પૂરી કરી છે અને Rapido ના 1 કરોડ જેટલા ગ્રાહકો છે.
હાલમાં 10 લાખ જેટલા બાઈક ચાલક અને રિક્ષા ડ્રાઇવર છે જેને Rapido માં “કેપ્ટન” તરીકે બોલાવવામાં આવે છે.
આશા છે કે તમને Rapido વિશે આજે કઈક નવું જાણવા મળ્યું હશે. તમારા મિત્રો સાથે પણ આ પોસ્ટ શેર કરો જેથી Rapido વિશે બધા જ લોકોને જાણવા મળે.
તમારો ખૂબ આભાર.